________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૩-૧૦૧૪, ૧૦૧૫
આનાથી એ પ્રાપ્ત થયું કે અનુભાષક સાધુ પર્યાયથી અને ઉંમરથી નાના હોય કે મોટા હોય, તોપણ તેમનું વ્યાખ્યાન સાંભળનાર સાધુઓ તેમને વંદન કરીને બેસે. આ પ્રકારના કથનથી ગાથા ૧૦૧૧માં પૂર્વપક્ષીએ પર્યાયથી જ્યેષ્ઠ સાધુની વંદનની નિરર્થકતાની કરેલ શંકાનું નિરાકરણ થાય છે; કેમ કે વ્યાખ્યાનશ્રવણકાળમાં સંયમપર્યાયથી વૃદ્ધ સાધુને વંદન કરવાનું શાસ્ત્રમાં કહેલ નથી, પરંતુ સૂત્રાર્થ ધારવામાં પટુ અને વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુને વંદન ક૨વાનું કહેલ છે.
૧૦૨
વળી, ગાથા ૧૦૧૨માં પૂર્વપક્ષીએ કહેલું કે વય અને પર્યાયથી નાના પણ ભાષક સાધુને જ્યેષ્ઠ ગ્રહણ કરીએ તો, પર્યાયથી મોટા સાધુ તેમને વંદન કરે તો તે લઘુ એવા અનુભાષક સાધુને આશાતના થશે. તેનું સમાધાન કરતાં પ્રસ્તુતમાં કહે છે કે ભાષક સાધુ પોતાના કરતાં પર્યાયથી મોટા સાધુ દ્વારા કરાતાં વંદન સ્વીકારે તો તે ભાષકને આશાતના પણ થતી નથી; કેમ કે વ્યાખ્યાનશ્રવણકાળમાં કરાતું વંદન જિનવચનનું ભાષણ કરનારા સાધુને આશ્રયીને જ છે. તેથી અધિક સંયમપર્યાયવાળા સાધુનું નાના ભાષક સાધુને વંદન કરવું અને ન્યૂન સંયમપર્યાયવાળા ભાષકનું તેમનું વંદન સ્વીકારવું એ આશાતનારૂપ નથી, પણ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે વંદન જિનવચનના ભાષકને આશ્રયીને હોય તોપણ, રત્નાધિક પાસે પોતાનું વંદન કરાવવું એ તો ઉચિત કહેવાય નહીં ને ? તેથી કહે છે કે ગુરુના વ્યાખ્યાનને સ્પષ્ટ રીતે કહેવાના અનુભાષકતારૂપ ગુણ વડે અનુભાષક જ જ્યેષ્ઠ છે. માટે અનુભાષક જ્યેષ્ઠ સાધુ પર્યાયથી જ્યેષ્ઠ સાધુનાં વંદન સ્વીકારે તોપણ આશાતના થતી નથી.
અહીં વિશેષ એ છે કે જિનવચનની પરિણતિવાળા અનુભાષક સાધુ, કોઈ પોતાને વંદન કરે તેવી અભિલાષાવાળા હોતા નથી, પરંતુ ઉચિત કાળે ઉચિત કૃત્યોને સ્વયં કરવાની અને અન્ય સાધુઓ પાસે પણ ઉચિત કૃત્યો કરાવવાની અભિલાષાવાળા હોય છે. વળી વ્યાખ્યાન સાંભળનારા પર્યાયથી જ્યેષ્ઠ પણ સાધુઓ, લઘુ પર્યાયવાળા પણ ભાષણરૂપ ગુણથી અધિક એવા અનુભાષક લઘુ સાધુને વંદન કરે છે એ ઉચિત કૃત્ય છે; કેમ કે વંદન કરવાથી જ શાસ્ત્રનો સમ્યગ્બોધ થવામાં અને શાસ્ત્રનું સમ્યપરિણમન થવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. વળી, અનુભાષક સાધુ પણ, બધા મને વંદન કરે તેવા મિથ્યાભિમાનવાળા હોતા નથી; પરંતુ “આ સાધુઓ જિનવચન પ્રત્યેના અહોભાવથી મારામાં રહેલા જ્ઞાનગુણનો આદર કરીને પોતાનાં કર્મોનો નાશ કરે” તેવા અભિલાષવાળા હોય છે. આથી વ્યાખ્યાનશ્રવણકાળમાં પોતાને પર્યાયથી જ્યેષ્ઠ સાધુઓ પણ વંદન કરે તો તેઓને વંદન કરવાનો નિષેધ તો કરતા નથી, પરંતુ વંદન દ્વારા આ સાધુઓનાં જ્ઞાનવૃદ્ધિનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય તેવા શુભાશયથી વંદન સ્વીકારે છે; જે ઉત્તમ આશયને કારણે લઘુ પણ અનુભાષક સાધુને આશાતના તો નથી થતી, પરંતુ જિનાજ્ઞાનું પાલન કરતા હોવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૫૧૦૧૩/૧૦૧૪
અવતરણિકા : एतदेव भावयति
-
અવતરણિકાર્ય
આને જ ભાવન કરે છે, અર્થાત્ પૂર્વની બે ગાથામાં કહ્યું કે ગુરુના વ્યાખ્યાન પછી અનુભાષક સાધુ પાસે વ્યાખ્યાન સાંભળતી વખતે, વય અને પર્યાયથી લઘુ પણ સૂત્રાર્થ ધારવામાં પટુ અને વ્યાખ્યાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org