________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૧૩-૧૦૧૪ અન્વયાર્થ:
વં આ રીતે=પૂર્વગાથામાં કહ્યું એ રીતે, માસાયUT વિ ન=આશાતના પણ થતી નથી, નહીં જે કારણથી નિવિય માસfi=જિનવચનના ભાષકને પડુબૈ=આશ્રયીને વંવા=વંદનક છે. (જિનવચનના ભાષક સાધુને આશ્રયીને વંદન સ્વીકારવાથી આશાતના કેમ થતી નથી? તેથી કહે છે –) તેur Tour પિકતે ગુણથી જ તે ભાષણ કરવારૂપ ગુણથી જ, સો વેવ રાયપામો તે જ રાત્નિક છે=અનુભાષક સાધુ જ રત્નત્રયી વડે અધિક છે.
ગાથાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ રીતે આશાતના પણ થતી નથી; જે કારણથી જિનવચનના ભાષકને આશ્રયીને વંદન છે, તે અનુભાષણ કરવારૂપ ગુણથી જ અનુભાષક સાધુ જ રત્નાધિક છે.
ટીકા : ___ आशातनाऽपि नैवं भवति, प्रतीत्य जिनवचनभाषकं यस्माद् वन्दनकं तद्, रत्नाधिकस्तेन गुणेनाऽपि भाषणलक्षणेन स एवेति गाथार्थः ॥१०१४॥ * “માથUા વિ''માં “પિ'થી એ જણાવવું છે કે સંયમપર્યાયથી પોતાના કરતા નાના એવા અનુભાષક સાધુને વંદન કરવાથી વંદન કરનારા એવા પર્યાયથી જ્યેષ્ઠ સાધુને અનુચિત પ્રવૃત્તિ તો થતી નથી, પરંતુ રત્નાધિક સાધુનું વંદન સ્વીકારનારા તે પર્યાયથી લઘુ અનુભાષક સાધુને આશાતના પણ થતી નથી. * “Tોr f”માં “પિ' વ કાર અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુભાષક સાધુ સંયમપર્યાયરૂપ ગુણથી જ્યેષ્ઠ ન હોય, તોપણ ભાષણરૂપ ગુણથી જ તે જ્યેષ્ઠ છે. ટીકાર્ય :
આ રીતે=પર્યાયથી મોટા સાધુ પોતાના કરતા પર્યાયથી લઘુ એવા વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુને વંદન કરે એ રીતે, આશાતના પણ થતી નથી; જે કારણથી જિનવચનના ભાષકને આશ્રયીને તે વંદન
ત્યાં શંકા થાય કે જિનવચનના ભાષક સાધુને આશ્રયીને વંદન સ્વીકારવાથી આશાતના કેમ થતી નથી? એથી કહે છે –
ભાષણલક્ષણવાળા તે ગુણથી જ તે જ=અનુભાષક સાધુ જ, રત્નાધિક છે=રત્નત્રયી વડે અધિક છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - સાધુ વયથી અને સંયમજીવનના પર્યાયથી નાના હોય, છતાં ગુરુ દ્વારા કહેવાતા સૂત્રના અર્થોને ધારણ કરવામાં સમર્થ અને વ્યાખ્યાન કરવાની લબ્ધિવાળા જે કોઈ હોય, તે જ સાધુને વ્યાખ્યાનનું અનુભાષણ કરતી વખતે વંદન કરવાના વિષયમાં જયેષ્ઠ તરીકે ગ્રહણ કરવાના છે, પરંતુ વ્યાખ્યાનની લબ્ધિ વગરના સાધુને નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org