________________
૯૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૦-૧૦૦૮
ટીકાઃ
निद्राविकथापरिवर्जितैः सद्भिः बाह्यचेष्टया, तथा गुप्तैः संवृत्तैः बाह्यचेष्टयैव, कृतप्राञ्जलिभिः, अनेन प्रकारेण भक्तिबहुमानपूर्वं गुरौ उपयुक्तैः सूत्रार्थे श्रोतव्यमिति गाथार्थः ॥१००७॥ ટીકાર્થ :
બાહ્ય ચેષ્ટા વડે નિદ્રા-વિકથાથી પરિવર્જિત છતા, અને ગુપ્ત=બાહ્યચેષ્ટા વડે જ સંવૃત્ત, કરાયેલ છે પ્રાંજલિ જેમના વડે એવા, આ પ્રકારથી નિદ્રા-વિકથાથી પરિવર્જિતાદિ પ્રકારથી, ગુરુમાં ઉપયુક્ત એવા સાધુઓએ, સૂત્રાર્થવિષયક વ્યાખ્યાન ભક્તિ-બહુમાનપૂર્વક સાંભળવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા :
તથા –
વળી કઈ રીતે સાંભળવું જોઈએ? તેનો તથાથી સમુચ્ચય કરે છે – ટીકા :
अभिकाङ्क्षद्भिः=अभिलषद्भिः सुभाषितानि गुरोः सम्बन्धीनि वचनानि अर्थमधुराणि-परलोकानुगुणार्थानि विस्मितमुखैः शोभनार्थोपलब्ध्याऽऽगतहर्षेः रोमोद्मादिना हर्षं जनयद्भिपयुक्ततया गुरोरिति गाथार्थः ॥१००८॥ ટીકાર્ય
અર્થમધુર=પરલોકને અનુગુણ છે અર્થ જેમાં એવા=પરલોકમાં ઉપકારક છે અર્થ જેમાં એવાં, ગુરુના સંબંધવાળાં સુભાષિત વચનોને અભિકાંક્ષતા=અભિલષતા, શોભન અર્થની ઉપલબ્ધિ થવાથી વિસ્મિત મુખવાળા, રોમના ઉદ્ગમાદિ દ્વારા આવેલ હર્ષવાળા, ઉપયુક્તપણા વડે ગુરુના હર્ષને પેદા કરતા એવા સાધુઓએ, ભક્તિ-બહુમાનપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ, એમ પૂર્વગાથા સાથે અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
વ્યાખ્યાન સાંભળતી વખતે સાધુઓએ નિદ્રા ન આવે તે રીતે સ્થિર આસને બેસવું જોઈએ અને વ્યાખ્યાન સિવાયની અન્ય કોઈ વાત ન કરવી જોઈએ; કેમ કે બાહ્ય ચેષ્ટાથી નિદ્રા-વિકથાનું વર્જન કરવામાં ન આવે તો, વ્યાખ્યાન પ્રત્યે અનાદર થવાથી ક્લિષ્ટ એવાં જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે.
વળી, મન-વચન-કાયાથી અને ઇન્દ્રિયોથી સંવૃત્ત થઈને સાધુઓએ વ્યાખ્યાન સાંભળવું જોઈએ; કેમ કે મન-વચન-કાયાના યોગો અને ઇન્દ્રિયો સંવૃત્ત ન હોય તો, અવિરતિની ચેષ્ટા હોવાને કારણે શાસ્ત્રના અર્થો સમ્યગૂ પરિણમન પામતા નથી, અને ઇન્દ્રિયોની ચંચળતાને કારણે અર્થોનું તાત્પર્ય ગ્રહણ કરવા માટે ઉપયોગ સુદઢ પ્રવર્તી શકતો નથી. આથી સાધુઓએ સંવૃત્ત થઈને વ્યાખ્યાન શ્રવણ કરવું જોઈએ.
વળી, વ્યાખ્યાન સાંભળતી વખતે ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનની અભિવ્યક્તિ અર્થે બે હાથ જોડીને ઉપયોગપૂર્વક બેસવું જોઈએ, જેથી સૂત્રના અર્થોનો યથાર્થ બોધ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org