________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૬, ૧૦૦૦-૧૦૦૮
ભાવાર્થ:
ગુરુને વંદન કર્યા પછી સર્વ સાધુઓ વ્યાખ્યાનના પ્રારંભ માટે કાયોત્સર્ગ કરે છે, જે મંગલાચરણરૂપ છે. કાયોત્સર્ગ કર્યા પછી સર્વ સાધુઓ ફરીથી ગુરુને જ વંદન કરે છે; પરંતુ બીજા કેટલાક આચાર્યો કહે છે કે કાયોત્સર્ગ કર્યા પછી સર્વ સાધુઓ જ્યેષ્ઠાર્યને=અનુભાષક સાધુને વંદન કરે છે. આ અન્ય આચાર્યનો મત જણાવવા અર્થે ગાથા ૧૦૦૨ના પૂર્વાર્ધના અંતે વંવળ નિરીૢ પદ મૂકેલ છે, જેનું તાત્પર્ય પ્રસ્તુત ગાથામાં ખોલેલ છે.
આ રીતે ગુરુને કે અન્ય મત પ્રમાણે જ્યેષ્ઠાર્યને વંદન કર્યા પછી, ગુરુનો અવગ્રહ છોડીને બહુ નજીક નહીં કે બહુ દૂર નહીં બેઠેલા સાધુઓ, ઉપયુક્ત થઈને ગુરુવચનને ગ્રહણ કરવાના પરિણામવાળા થાય છે.
||૧૦૦૬॥
અવતરણિકા :
श्रवणविधिमाह -
૯૩
અવતરણિકાર્ય
સાંભળવાની વિધિને કહે છે, અર્થાત્ ગાથા ૧૦૦૨થી ૧૦૦૬માં વ્યાખ્યાન સાંભળતાં પહેલાં કરવાની ઉચિત વિધિ બતાવી, હવે ગુરુ વ્યાખ્યાન આપવા માટે આસન ઉપર બેસે ત્યારે ગુરુવચન સાંભળવામાં તત્પર શિષ્યો કઈ વિધિથી વ્યાખ્યાન સાંભળે ? તે પ્રસ્તુત બે ગાથામાં બતાવે છે –
ગાથા:
અન્વયાર્થઃ
निद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेअव्वं ॥१००७॥ अहिकंखंतेहिं सुभासिआई वयणाइं अत्थमहुराई । विम्हि मुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ १००८ ॥
નિાવિહારિવજ્ઞિતૢિ-નિદ્રા-વિકથાથી પરિવર્જિત, ગુત્તેöિ-ગુપ્ત, પંજ્ઞનિકડેનિં-કૃતવાળા પ્રાંજલિ=બે હાથ જોડ્યા છે જેમણે એવા, અસ્થમદ્ઘારૂં સુમસિગારૂં વયળાનું મહિ અંતેહિં અર્થમધુર એવાં સુભાષિત વચનોને અભિકાંક્ષતા, વિગિમુદ્દેહિં-વિસ્મિત મુખવાળા, સિ་િહર્ષાગત=હર્ષને પ્રાપ્ત, હરિસં નળàત્ત્તિ-હર્ષને ઉત્પન્ન કરતા, વત્તે‡િ ઉપયુક્ત એવા સાધુઓએ મત્તિવદુમાળપુત્રં=ભક્તિ-બહુમાનપૂર્વક મુળેઞવ્યં-સાંભળવું જોઈએ.
ગાથાર્થ:
નિદ્રા-વિકથાથી રહિત, ગુપ્ત, જોડેલી અંજલિવાળા, અર્થથી મધુર એવાં સુભાષિત વચનોનો અભિલાષ કરતા, આશ્ચર્ય પામેલ મુખવાળા, હર્ષિત થયેલા, ગુરુને હર્ષ પેદા કરતા, ઉપયુક્ત શિષ્યોએ ભક્તિ-બહુમાનપૂર્વક વ્યાખ્યાન સાંભળવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org