________________
૮૯
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૨-૧૦૦૩ છે. (૪) આચાર્યને=વ્યાખ્યાન કરનાર ગુરુને, કૃતિકર્મ વંદન, કરાય છે. (૫) અનુયોગ અર્થે કાયોત્સર્ગ કરાય છે. (૬) જ્યેષ્ઠના વિષયવાળું વંદન થાય છે. અહીં=વ્યાખ્યાનના વિષયમાં, ભાષમાણ=ગુરુનું વ્યાખ્યાન સ્પષ્ટ કરતા સાધુ, જ્યેષ્ઠ થાય છે; પરંતુ પર્યાયથી નહીં=સંયમજીવનનો ઘણો પર્યાય હોવામાત્રથી સાધુ જ્યેષ્ઠ થતા નથી. તે કારણથી તેને જ=ગુરુનું વ્યાખ્યાન સ્પષ્ટ કરતા સાધુને જ, વંદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
વ્યાખ્યાન સાંભળવાની ઇચ્છાવાળા શિષ્યો પ્રથમ, જે સ્થાનમાં ગુરુ-આચાર્ય વ્યાખ્યાન કરવા બેસતા હોય તે સ્થાનમાં દંડાસણથી વસતિનું પ્રમાર્જન કરે, જેથી અહિંસાવ્રતનું પાલન થાય. ત્યારપછી તે સ્થાનમાં આચાર્યનું અને સ્થાપનાચાર્યનું આસન સ્થાપન કરે, તેમાં આચાર્યના આસન કરતાં સ્થાપનાચાર્યનું આસન થોડું ઊંચું સ્થાપે. ત્યારપછી તે ઊંચા આસન ઉપર સ્થાપનાચાર્યરૂપ અક્ષોનું સ્થાપન કરે. ત્યારબાદ આચાર્ય પોતાના આસન ઉપર બિરાજમાન થાય ત્યારે વ્યાખ્યાન સાંભળનારા સર્વ સાધુઓ આચાર્યને વંદન કરે અને પછી વ્યાખ્યાન સાંભળવાના નિમિત્તે કાઉસ્સગ્ન કરે, જેથી વિશુદ્ધ થયેલ ચિત્ત તે સાધુઓને શાસ્ત્રના અર્થો સમ્યક્ પરિણમન પમાડે. ત્યારપછી સર્વ સાધુઓ જયેષ્ઠ સાધુને વંદન કરે.
અહીં ‘યેષ્ઠ' શબ્દથી આચાર્યએ કરેલ સૂત્રોના અર્થોના વ્યાખ્યાનને સમજાવવાની પટ્પ્રજ્ઞાવાળા સાધુનું ગ્રહણ કરવાનું છે. તેથી પટ્પ્રજ્ઞાવાળો શિષ્ય ગુરુએ કહેલા ગંભીર અર્થોનું અવધારણ કરીને વ્યાખ્યાનની સમાપ્તિમાં ફરીથી સર્વ સાધુઓને તે અર્થો સમજાવે, જેથી વ્યાખ્યાન દરમિયાન ગંભીર અર્થોનું અવધારણ ન થયું હોય તેવા સાધુઓને પણ અનુભાષક એવા જયેષ્ઠ સાધુના વચનથી અવધારણ થઈ જાય. આથી આવા જ્ઞાનપર્યાયથી જયેષ્ઠ અનુભાષક સાધુને તેના કરતાં સંયમપર્યાયથી જયેષ્ઠ સાધુઓ પણ વંદન કરે. I/૧૦૦૨
અવતરણિકા :
व्यासार्थं त्वाह -
અવતરણિકાર્ય :
વળી વ્યાસથી અર્થને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં વ્યાખ્યાનકરણમાં વિધિ કહી તે વિધિને વિસ્તારથી બતાવે છે –
ગાથા :
ठाणं पमज्जिऊणं दोन्नि निसिज्जाओ होंति कायव्वा ।
एक्का गुरुणो भणिआ बीआ पुण होइ अक्खाणं ॥१००३॥ અન્વયાર્થ :
તાજ પબ્લિક સ્થાનને પ્રમાર્જીને રોગ્નિ નિતિજ્ઞોકબે નિષદ્યાઓ શ્રાવ્યા રતિ-કર્તવ્ય થાય છે. પERI મુuો મfor=એક ગુરુની કહેવાઈ છે, વીમા પુ રોટ્ટ=વળી બીજી અક્ષોની હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org