________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર ગાથા ૧૦૦૧-૧૦૦૨
ભાવાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું કે વિષમ કાળમાં પણ વ્યાખ્યાન કરવામાં વિપર્યય કરવાથી દોષો થાય છે, તેથી દુઃષમા નામના પાંચમા આરામાં પણ ગીતાર્થ આચાર્યએ અમૂઢલક્ષવાળા થઈને અર્થાત્ શિષ્યોની યોગ્યતાનો વિચાર કરવામાં શક્તિના પ્રકર્ષથી યત્ન કરીને, તેમની યોગ્યતાને અનુરૂપ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ વિષમ કાળનું શરણું લઈને શાસ્ત્રીય પદાર્થોનું જેમ તેમ પ્રરૂપણ કરવું જોઈએ નહીં, જેથી ભગવાને બતાવેલ વ્યાખ્યાન વિષયક વિધિનું સમ્યક્ પાલન થઈ શકે. વળી ઉ૫૨માં બતાવ્યું એવું વ્યાખ્યાન કરવાના વિષયમાં હવેની ગાથાઓમાં બતાવાશે એ વિધિ છે. ૧૦૦૧
ગાથા:
:
मज्जण निसिज्ज अक्खा किइकम्मुस्सग्ग वंदणं जिट्ठे । संतो होइ जिट्ठो न उ पज्जाएण तो वंदे ॥१००२॥
અન્યચાર્થ:
મળ્વળ નિમિષ્ન=માર્જન, નિષદ્યા (કરાય છે.) અલ્લ્લા-અક્ષો (લવાય છે.) વિજ્ઞમ્મૂ-કૃતિકર્મ, સ્લન=કાયોત્સર્ગ, નિકે વંÍ=જ્યેષ્ઠવિષયક વંદન (કરાય છે.) માસંતો-બોલતા એવા=ગુરુ દ્વારા અપાયેલ વ્યાખ્યાનને કહેતા એવા સાધુ, નિટ્ટો જ્યેષ્ઠ હો=થાય છે, પન્નાĪ ૩ ન=પરંતુ પર્યાયથી નહીં. તો-તે કારણથી વંવે-વંદે=જ્યેષ્ઠને જ વંદન કરે.
ગાથાર્થ:
પ્રમાર્જન કરાય છે, બે નિષધા કરાય છે, તે નિષધા પર સ્થાપનાચાર્ય સ્થપાય છે, ગુરુને વંદન કરાય છે, કાયોત્સર્ગ કરાય છે, પછી જ્યેષ્ઠ સાધુને વંદન કરાય છે. અહીં ગુરુનું વ્યાખ્યાન કહેતા અનુભાષક સાધુ મોટા છે, પરંતુ સંયમપર્યાયથી અધિક સાધુ મોટા નથી. તે કારણથી અનુભાષક સાધુને જ વંદન કરે.
ટીકા
Jain Education International
८७
मार्जनं व्याख्यास्थानस्य, निषद्या गुर्वादेः, अक्षा:- चन्दनका उपनीयन्ते, कृतिकर्म्म-वन्दनमाचार्याय, कायोत्सर्गेऽनुयोगार्थं, वन्दनं ज्येष्ठविषयम्, इह भाषमाणो भवति ज्येष्ठः, न तु पर्यायेण, ततो वन्देत તમેવેતિ ગાથાર્થ: ૬૦૦૨૫
* ‘‘તુવે’’માં ‘આર્િ' પદથી અક્ષનું ગ્રહણ છે.
ટીકાર્ય
(૧) વ્યાખ્યાના સ્થાનનું માર્જન કરાય છે અર્થાત્ ગુરુ જે સ્થાનમાં સૂત્રના અર્થોનું વ્યાખ્યાન કરવાના હોય તે સ્થાનમાં શિષ્યો કાજો લે છે. (૨) ગુરુ આદિની નિષદ્યા કરાય છે અર્થાત્ કાજો લીધા પછી શિષ્યો ગુરુનું અને સ્થાપનાચાર્યજીનું એમ બે આસન પાથરે છે. (૩) અક્ષો=ચંદનકો, લવાય છે અર્થાત્ સ્થાપનાચાર્યજીનું આસન પાથર્યા પછી શિષ્યો સ્થાપનાચાર્યજીને તે સ્થાનમાં લાવીને આસન ઉપર સ્થાપે
For Personal & Private Use Only
www.jalnelibrary.org