________________
વ્રતસ્થાપનાવસ્તુક | ‘ટેમ્પો વાતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘કથિત’ | ગાથા ૬૫૬-૬૫૦
અતિચાર છે; કેમ કે પરિણામનો ભેદ છે–સૂક્ષ્મ અને બાદર અતિચારમાં મૃષાવાદ કરવા વિષયક પરિણામનો ભેદ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
મૃષાવાદવિરમણરૂપ બીજા મહાવ્રતમાં સૂક્ષ્મ અને બાદર, એમ બે પ્રકારે અતિચાર થઈ શકે છે. તેમાં પ્રચલાદિ વડે સૂક્ષ્મ અતિચાર થાય છે અર્થાત્ કોઈને બેઠાં-બેઠાં ઊંઘ આવતી હોય, અને તેને કોઈ પૂછે કે તું દિવસે ઊંઘે છે ? તો તે કહે કે હું દિવસે ઊંઘતો નથી, ત્યારે મૃષાવાદવિરમણવ્રતમાં સૂક્ષ્મ અતિચાર થાય છે; અને ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી જૂઠું બોલવું, તે મૃષાવાદવિરમણવ્રતમાં બાદર અતિચાર છે.
વળી, આ સૂક્ષ્મ અને બાદર અતિચારમાં પરિણામનો ભેદ જ નિયામક છે; કેમ કે સૂક્ષ્મ અતિચારમાં સાક્ષાત્ કોઈ કષાયથી પ્રેરિત ઉપયોગ હોતો નથી, ફક્ત અનાભોગથી અવિચારક રીતે ઊંઘતો હોવા છતાં ‘હું નથી ઊંઘતો’ એ પ્રમાણે અસત્ય વચનનો પ્રયોગ થઈ જાય છે. માટે તેવું ખોટું બોલવાથી સૂક્ષ્મ અતિચાર થાય છે; જ્યારે બાદર અતિચારમાં ક્રોધાદિ કોઈક કષાયને પરવશ થઈને મૃષાવચન બોલાય છે, આથી તેમાં કષાયનો પરિણામ વિશેષ છે. માટે તેનાથી થતો અતિચાર બાદર કહેવાય છે. II૬૫૬॥
અવતરણિકા :
હવે તૃતીય અદત્તાદાનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે
ગાથા :
-
अम्मि वि एमेव य दुविहो खलु एस होइ विनेओ । तणडगलछारमल्लग अविदिनं गिण्हओ पढमो ॥ ६५७॥
૧
અન્વયાર્થઃ
તમ્મિ વિ ય-અને તૃતીયમાં પણ=અદત્તાદાનના વિરમણરૂપ ત્રીજા વ્રતમાં પણ, મેવ=આ રીતે જ યુવિજ્ઞો વ્રતુ-ખરેખર બે પ્રકારે F=આ=અતિચાર, વિન્નેએ ો-વિજ્ઞેય થાય છે. (તેમાં) વિવિત્રં=નહીં અપાયેલ તળઙાતરમ -તૃણ, ડગલ, છાર, મલ્લકાદિ=ઘાસ, પથ્થર, રાખ, કોડિયું વગેરે, શિયો-ગ્રહણ કરતા એવાને પમો=પ્રથમ=સૂક્ષ્મ અતિચાર, થાય છે.
ગાથાર્થઃ
અદત્તાદાનવિરમણરૂપ ત્રીજા મહાવ્રતમાં પણ પૂર્વગાથામાં બતાવ્યા એ જ રીતે સૂક્ષ્મ-બાદરના ભેદથી ખરેખર બે પ્રકારે અતિચાર જાણવા. તે બે પ્રકારના અતિચારમાં, કોઈએ નહીં આપેલ એવા ઘાસ, પથ્થર, રાખ, કોડિયું વગેરે ગ્રહણ કરતા એવાને સૂક્ષ્મ અતિચાર થાય છે.
ટીકા
तृतीयेऽपि व्रते अदत्तादानविरतिरूपे एवमेव च सूक्ष्मबादरभेदेन द्विविधः खल्वेषः-अतिचारो भवति विज्ञेयः, तत्र तृणडगलच्छारमल्लादि अविदत्तमनाभोगेन गृह्णतः प्रथमः = सूक्ष्मोऽतिचार इति ગાથાર્થ: IIFII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org