________________
પક
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૪પ થી ૪૮ આકાશાદિની સાથે હેતુનો વ્યભિચાર થતો નથી અને “મા ”માં “મઃિ પદથી વાયુનું ગ્રહણ કરવાનું છે.
આશય એ છે કે પાણીમાં ચેતના દેખાતી નથી માટે અનુમાન કરવામાં આવે છે કે જેમ ખોદેલા ખાડામાં ક્યારેક દેડકાઓ સ્વાભાવિક ઉત્પન્ન થાય છે, તેમ ક્યારેક ખોદેલા ખાડામાં પાણી પણ સ્વાભાવિક ઉત્પન્ન થાય છે. આમ, પાણીમાં અને દેડકામાં સાધ્ય અને હેતુ સમાન છે, માટે દેડકાના દૃષ્ટાંતમાં સાધ્ય સાથે હેતુની વ્યાપ્તિની પ્રાપ્તિ હોવાથી પાણીમાં ચેતના છે, તેવું અનુમાન થાય છે.
વળી, જો હેતુમાં “ક્વચિતુ” વિશેષણ ન મૂક્યું હોય તો ખોદેલ ભૂમિમાં દેડકાની જેમ ખાલી જગ્યારૂપ આકાશ અને વાયુ પણ સ્વાભાવિક હોય છે, પરંતુ તેમાં ચેતનાનો અભાવ હોવાથી હેતુની સાધ્યાભાવ સાથે પણ વ્યાપ્તિ થાય, માટે હેતુમાં વ્યભિચાર પ્રાપ્ત થાય; જ્યારે “ક્વચિત્' વિશેષણ મૂકવાથી હેતુમાં વ્યભિચાર પ્રાપ્ત થઈ શકે નહિ; કેમ કે ખોદેલ ભૂમિમાં ખાલી જગ્યા રૂપ આકાશ અને વાયુ સ્વાભાવિક રીતે હંમેશાં જ રહેલા હોય છે, પરંતુ દેડકાની જેમ ક્યારેક સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે એવું નથી. આથી આકાશ અને વાયુમાં હેતુની પ્રાપ્તિ નહીં થવાથી ચેતનારૂપ સાધ્ય સાથે ક્વચિત્ ખાતભૂમિસ્વાભાવિકસંબૂતરૂપ હેતુનો વ્યભિચાર પ્રાપ્ત થશે નહીં.
વળી, પાણીમાં ચેતનાને સિદ્ધ કરવા માટે બીજું અનુમાન આપતાં કહે છે કે આકાશમાં ઉત્પન્ન થયેલું પાણી ચેતન છે; કેમ કે આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થયેલા પાણીનો સંપાત થાય છે.
આશય એ છે કે આકાશમાં ઉત્પન્ન થયેલા પાણીમાં ચેતનાની સિદ્ધિ થવાથી અને પાણીમાં પણ ચૈતન્યનો નિર્ણય થઈ શકે. માટે અંતરિક્ષમાં પેદા થયેલા પાણીમાં ચેતનાની સિદ્ધિ કરવા માટે અનુમાન કરવામાં આવે છે કે જેમ માછલાં આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થઈને નીચે પડે છે, તેમ આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થઈને પાણી પણ નીચે પડે છે; અને માછલામાં જેમ ચેતના છે તેમ આકાશમાંથી પડતા પાણીમાં પણ ચેતના સિદ્ધ થાય છે, અને આકાશમાં ઉત્પન્ન થયેલ પાણીમાં ચેતના સિદ્ધ થવાથી સર્વ ઠેકાણે રહેલ પાણીમાં પણ ચેતનાની સિદ્ધિ થાય છે. ટીકા : ___ तथा सचेतनं तेजः, यथायोग्याहारोपादानेन वृद्धिविशेषतद्विकारवत्त्वात्, पुरुषवत् । ટીકાર્ય :
અને તેજ અગ્નિ, સચેતન છે; કેમ કે યથાયોગ્ય આહારના ઉપાદાન દ્વારા=પ્રહણ દ્વારા, વૃદ્ધિવિશેષ રૂપ તેનું તેજનું, વિકારવાનપણું છે, પુરુષની જેમ. ભાવાર્થ :
તેઉકાયમાં જીવત્વસાધક અનુમાનપ્રમાણમાં “તેજ પક્ષ છે, “ચેતના સાધ્ય છે. “યથાયોગ્ય આહારનું ઉપાદાન' હેતુ છે અને પુરુષનું દૃષ્ટાંત છે. જેમ યથાયોગ્ય આહારના ગ્રહણથી પુરુષના શરીરમાં વૃદ્ધિવિશેષરૂપ વિકાર દેખાય છે, તેમ યથાયોગ્ય ઇંધનાદિરૂપ આહાર નાખવાથી અગ્નિમાં વૃદ્ધિવિશેષરૂપ વિકાર દેખાય છે. આ રીતે યથાયોગ્ય આહાર દ્વારા વૃદ્ધિવિશેષરૂપ વિકારના બળથી અગ્નિમાં ચૈતન્યનું અનુમાન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org