________________
વતસ્થાપનાવસ્તુકો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪૫ થી ૬૪૮
UU
ભાવાર્થ:
પૃથ્વીકાયમાં જીવત્વસાધક અનુમાન પ્રમાણમાં ‘વિદ્રમાદિ પક્ષ છે, “ચેતના' સાધ્ય છે અને “સ્વાશ્રયસ્થ પૃથ્વીના વિકારો' હેતુઅર્થક વિશેષણ છે, માટે હેતુ હોવા છતાં પ્રથમ વિભક્તિમાં છે, અને “મસાના વિકારરૂપ અંકુર'નું દષ્ટાંત છે. આથી અનુમાન આ પ્રમાણે પ્રાપ્ત થાય કે વિદ્યુમ, લવણાદિ સજીવ છે; કેમ કે વિદ્રમાદિ પોતાના આશ્રયભૂત ભૂતલમાં રહેલા હોય ત્યારે તેઓ પૃથ્વીના વિકારરૂપ છે અર્થાત્ જમીનમાં રહેલ વિદ્વમાદિની વૃદ્ધિ થાય છે; અને તેમાં જ યુક્તિ આપે છે કે વિદ્વમાદિ જ્યારે પોતાના આશ્રયભૂત પૃથ્વીમાં રહ્યા હોય છે, ત્યારે પોતાના જેવી જ જાતિવાળા નવા અંકુરોની ઉત્પત્તિ કરે છે અર્થાત્ વિદ્ગમાદિમાં નવા વિદ્રમાદિના જ અંકુરા ફૂટીને ક્રમસર વૃદ્ધિ પામે છે; અને તેમાં દષ્ટાંત આપે છે : જેમ શરીરમાં ઉત્પન્ન થયેલ મસા, નખ વગેરે કાપી નાખ્યા પછી, દેહ સાથે જોડાયેલા મસા વગેરેના અંકુરા ફરી વૃદ્ધિ પામે છે, તેથી દેહ સાથે જોડાયેલા મસા-નખ સજીવ છે, તેમ વિદ્રમાદિ સજીવ છે.
વળી વિદ્રુમ, લવણ, ઉપલાદિ સિવાયના અભ્રપટલાદિ પણ ચેતન છે; કેમ કે તેઓ પણ પોતાના આશ્રયમાં રહેલા હોય ત્યારે પૃથ્વીના વિકારરૂપ છે. તેમાં દષ્ટાંત આપે છે કે પૂર્વમાં અનુમાનપ્રમાણથી સિદ્ધ થયેલ વિદ્રમાદિ જેમ સચેતન છે, તેમ અભ્રપટલાદિ પણ સચેતન છે.
જોકે વિશ્ર્વમાદિમાં ‘આ’ પદથી અભ્રપટલાદિનું ગ્રહણ થઈ શકત; કેમ કે પૃથ્વીવિકારત્વરૂપ હેતુ બંનેમાં સમાન છે, તોપણ વિદ્રમાદિમાં મસા વગેરેના દૃષ્ટાંતથી જીવત્વની સિદ્ધિ કરીને વિદ્વમાદિમાં જીવત્વની સિદ્ધિના બળથી અભ્રપટલાદિને સ્વતંત્ર સચેતન સ્થાપન કરવાથી વિશેષ બોધ થાય છે, એ જણાવવાનો આશય છે; બાકી વિદ્ગમાદિથી અભ્રપટલાદિમાં સ્વતંત્ર જીવત્વની સિદ્ધિ કરવાનું અન્ય કોઈ પ્રયોજન નથી. ફક્ત વિદ્રમાદિ રૂપ પ્રથમ અનુમાન પ્રમાણમાં દષ્ટાંત પ્રત્યક્ષથી સિદ્ધ છે, જ્યારે અભ્રપટલાદિરૂપ દ્વિતીય અનુમાન પ્રમાણમાં દૃષ્ટાંત અનુમાનથી સિદ્ધ છે. આ સિવાય બંને અનુમાનપ્રયોગમાં કોઈ ભેદ નથી. ટીકા?
तथा चेतना आपः, क्वचित्खातभूमिस्वाभाविकसम्भवाद्द१रवत्, क्वचिदिति विशेषणान्नाऽऽकाशा दिभिरनैकान्तिकः, अथवा द्वितीयं प्रमाणं, सचेतना अन्तरिक्षभवा आपः, स्वाभाविकव्योमसम्भूतसम्पातत्वात्, मत्स्यवत् । ટીકાર્ય :
અને પાણી ચેતન છે, કેમ કે ક્યારેક ખોદેલ ભૂમિમાંથી સ્વાભાવિક ઉત્પન્ન થાય છે, દેડકાની જેમ. ‘વિત્' એ પ્રકારના વિશેષણથી હેતુ આકાશાદિ સાથે અનૈકાંતિક નથી; અથવા દ્વિતીય પ્રમાણ=પાણીમાં જીવત્વસાધક બીજું પ્રમાણ છે : અંતરિક્ષમાં ભવ=આકાશમાં ઉત્પન્ન થયેલ, એવું પાણી સચેતન છે; કેમ કે સ્વાભાવિક આકાશમાં ઉત્પન્ન થયેલા પાણીનું સંપાતપણું છે, માછલાની જેમ. ભાવાર્થ :
અપકાયમાં જીવત્વસાધક અનુમાન પ્રમાણમાં “પાણી” પક્ષ છે, “ચેતના” સાધ્ય છે, “ક્વચિત્ ખાત ભૂમિમાં સ્વાભાવિક સંભવ' હેતુ છે અને “દેડકા'નું દષ્ટાંત છે. હેતુમાં “ક્વચિત’ એમ વિશેષણ મૂકવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org