________________
વતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : “પતિ’ | ગાથા ૨૬-૨૦
* ૨૨
ટીકાર્ય :
આ પૂર્વપક્ષીએ પૂર્વની બે ગાથાઓમાં કહ્યું એ, સત્ય છે. અહીં “સત્ય” શબ્દ પૂર્વપક્ષીના કથનના અર્ધ સ્વીકારમાં છે. તેથી કોઈક નયને આશ્રયીને જ સત્ય છે, સર્વથા નહીં, અને તે નય સ્પષ્ટ કરે છે –
નિશ્ચયથી–નિશ્ચયનયને આશ્રયીને, તે પુત્રને વ્રતસ્થાપનાની અનુજ્ઞા આપવી તે, સુંદર પણ વસ્તુમાં તે હોતે છતે યથોદિતરૂપવાળું સામાયિક હોતે છતે, જીવ અપ્રજ્ઞાપનીય થતો નથી. વળી વ્યવહારથી=વ્યવહારનયના મતથી, સામાયિક અશુદ્ધ હોતે છતે કર્મના ઉદયના વશથી અશુભ કર્મના વિપાકથી, જીવ અપ્રજ્ઞાપનીય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સમભાવરૂપ સામાયિક હોય તો જીવ અપ્રજ્ઞાપનય ન હોય, અને જીવ અપ્રજ્ઞાપનીય ન હોય તો ગુરુના કહેવાથી અવશ્ય પુત્રને વ્રતસ્થાપનાની રજા આપે; જયારે ગુરુના કહેવા છતાં પણ જે પિતા પુત્રને વ્રતસ્થાપનાની રજા આપતા ન હોય, તે પિતામાં સમભાવનો પરિણામ નથી; અને સામાયિકરૂપ પહેલું ચારિત્ર જેનામાં નથી, તેને બીજું ચારિત્ર કઈ રીતે આપી શકાય ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે –
તારી વાત સાચી છે, નિશ્ચયનયથી સામાયિકવાળો જીવ અપ્રજ્ઞાપનીય ન હોય; કેમ કે સામાયિક સર્વત્ર સમભાવરૂપ છે. તેથી સમભાવવાળા જીવન પર્યાયથી પોતે મોટો થાય કે અન્ય મોટો થાય, તેમાં કોઈ ભેદ પડતો નથી. માટે પુત્ર મોટો થતો હોય તોપણ સમભાવવાળા પિતા અવશ્ય રજા આપે; અને કદાચ પોતાને વિશેષ નિર્ણય ન હોય તોપણ ગુણવાન ગુરુ જ્યારે પુત્રને વ્રતસ્થાપના કરવા માટે રજા આપવાની કહે, ત્યારે ગુરુવચનથી પિતા જાણતા હોય કે મારા પુત્રને મહાવ્રતોરૂપ મોટું ગુણસામ્રાજય મળશે, તે વસ્તુ તો સુંદર છે, અને સમભાવના પરિણામવાળો જીવ સુંદર વસ્તુમાં નિષેધ કરે નહિ; કેમ કે સમભાવવાળા જીવને ગુણોનો પક્ષપાત હોય છે. આથી પોતાના પુત્રને વિશેષ ગુણો પ્રાપ્ત થતા હોય તો સમભાવવાળા પિતાને નિષેધ કરવાનો પરિણામ થાય નહિ. માટે પિતા અવશ્ય રજા આપે; પરંતુ રજા ન આપે તે પિતા કષાયને પરવશ હોવાથી નિશ્ચયનયથી સમભાવમાં નથી; તોપણ સંસાર છોડીને કેવલ આત્મહિત માટે સંયમમાં પ્રવૃત્ત હોય, અને ક્વચિત્ અલ્પ કષાયને વશ થઈને પોતે પુત્ર કરતાં નાનો થઈ જાય તે સહન થતું ન હોય, તો પિતા પુત્રને ઉપસ્થાપના માટે રજા ન આપે ત્યારે, વ્યવહારનયથી સામાયિક કંઈક અશુદ્ધ થાય છે; છતાં પિતામાં સર્વથા સામાયિકનો અભાવ નથી, તેથી તેના પિતાની વ્રતસ્થાપના કરવાની પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યોએ અનુજ્ઞા આપી છે. ૬િ૨૬ll અવતરણિકા:
एतदेव समर्थयति - અવતરણિતાર્થ :
આને જ સમર્થન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે વ્યવહારનયના મતથી અશુદ્ધ સામાયિક હોતે છતે જીવ અશુભ કર્મના ઉદયથી અપ્રજ્ઞાપનીય થાય છે. એનું જ સમર્થન કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org