________________
૩૫૮
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વિહાર' | ગાથા ૯૦૧ * “તચાપ" ‘પ'થી એ કહેવું છે કે નિયતવાસનું કારણ ન હોય તો તો સાધુએ દ્રવ્યથી નવકલ્પી વિહાર કરવો જોઈએ, પરંતુ નિયતવાસ કરવાનું કારણ વિધમાન હોય છતાં મોહોદય થાય તો આ પણ વિધિના પ્રતિષેધથી સાધુએ વિહાર કરવો જોઈએ. * “વ્યતોગપિ" સંયમવૃદ્ધિના હેતુથી નિયતવાસ કર્યો હોય, તોપણ સાધુને ભાવથી તો વિહાર કરવાનો જ છે, પરંતુ મોહોદય થયે છતે દ્રવ્યથી પણ વિહાર કરવાનો છે, એમ અહીં ‘પિ'થી સમુચ્ચય કરવાનો છે.
ટીકાર્યઃ
યતિને ભિક્ષુને, મોહનો ઉદય થયે છતે અર્થાતુ અપવાદથી એક ક્ષેત્રમાં સ્થિરવાસ કરવાથી ક્ષેત્રાદિની અનુકૂળતાને કારણે રાગનો ઉદય થયે છતે, આ પણ વિધિના પ્રતિષેધથી=અપવાદથી પ્રાપ્ત થયેલ એવી સ્થિરવાસની વિધિના પણ નિષેધથી, નિયમ વડે અવશ્યપણા વડે, દ્રવ્યથી પણ=કાયવિહારથી પણ, વિહારના
ખ્યાપનના અર્થવાળું અર્થાત્ અપવાદથી પણ સ્થિરવાસને બદલે વિહાર કરવો જોઈએ એ પ્રકારે સૂચન કરવાના પ્રયોજનવાળું, આ અધિકારમાં વ્રતપાલનના ઉપાયના અધિકારમાં, વિહારનું ગ્રહણ આચાર્ય વડે કરાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - ગાથા ૮૯૮માં કહ્યું કે મોહના જય માટે સાધુને ધ્રુવ વિહાર કહેવાયો છે, ગાથા ૮૯૯માં બતાવ્યું કે સંયમવૃદ્ધિ માટે સાધુ કદાચ સ્થિરવાસ કરે તો પણ ભાવથી તો ક્યારેય ગીતાર્થોને સ્થિરવાસ હોતો નથી, અને ગાથા ૯૦૦માં સ્થિરવાસમાં પણ કરવા યોગ્ય માસકલ્પની વિધિ બતાવી. એ રીતે એક નગરમાં ગોચરાદિભૂમિના પરાવર્તન દ્વારા કે સંથારાના પરાવર્તન દ્વારા સાધુએ માસકલ્પની વિધિ સાચવવી જોઈએ; આમ છતાં એક ક્ષેત્રમાં દ્રવ્યથી પણ રહેવાથી ક્ષેત્રનો, શ્રાવકનો કે અનુકૂળતાનો પ્રતિબંધ થવારૂપ મોહનો ઉદય થતો હોય, તો સાધુએ પૂર્વગાથામાં બતાવેલ વિધિના પણ પ્રતિષેધથી અવશ્ય વિહાર કરવો જોઈએ, પરંતુ એક સ્થાનમાં રહેવું જોઈએ નહિ, એમ જણાવવા માટે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિહારદ્વારનું ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ ગ્રહણ કરેલ છે.
આશય એ છે કે સંયમવૃદ્ધિ માટે જેમ ગુરુકુલવાસ આવશ્યક છે, તેમ મહોદયના નિવારણ માટે માસિકલ્પ પણ આવશ્યક છે; છતાં કોઈ વિશેષ લાભ જણાય, તો સાધુ નગર આદિમાં એક માસથી અધિક સ્થિરતા પણ કરે, તેમ જ સંયમની વૃદ્ધિ થતી જણાય, તો એક નગર આદિમાં એક માસથી અધિક ચાતુર્માસ પણ રહે. આ નિયમ અનુસાર, વિશેષ લાભ જણાતો હોવાથી કોઈ સાધુએ દ્રવ્યથી એક નગરમાં સ્થિરવાસ કર્યો હોય અને મોહના ઉદયનો સંભવ દેખાય તો, તે સાધુએ દ્રવ્યથી પણ વિહાર કરવો જોઈએ, પરંતુ “આપણે ગુરુકુલવાસમાં છીએ અને આપણાથી કારણે સ્થિરવાસ પણ કરાય,” એમ વિચારીને દ્રવ્યથી એક સ્થાને રહીને અને સંસ્કારકપરાવર્તનાદિ કરીને ભાવથી માસકલ્પ કરવો ઉચિત નથી. આ પ્રકારનો સ્વતંત્ર બોધ કરાવવા માટે પ્રસ્તુતમાં ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ રૂપે વિહારદ્વાર બતાવેલ છે. l૯૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org