________________
૩૫૬
વતસ્થાપનાવસ્તુકાયથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “વિહાર' | ગાથા ૯૦૦
ગાથાર્થ :
વળી વિહારના અધિકારમાં માસાદિમાં ગોચરાદિ ભૂમિનું પરાવર્તન યથાસંભવ છે, સંથારાના પરાવર્તનમાં નિયમથી જ વિધિ કહેવાઈ છે. ટીકા?
गोचरादीनामिति गोचरबहिर्भूम्यादीनाम् अत्र-विहाराधिकारे परावर्त्तनं तु केषांचित्कदाचिदौचित्येन मासादौ-ऋतुबद्धे मासे वर्षासु च चतुर्पु, यथासम्भवं सत्सु गोचरादिष्वित्यर्थः, नियोगो-नियम एव संस्तारक इति संस्तारकपरावर्त्तने विधिर्भणितः इह तीर्थकरादिभिरिति गाथार्थः ॥९००॥ * “જોઘરવપૂંથાતીના'માં “મરિ' પદથી ગોચરભૂમિમાં જ પોતે જ્યાં રહ્યા હોય તેનાથી અન્ય વસતિનું ગ્રહણ છે. ટીકાર્ચઃ
વળી કેટલાક સાધુઓને ક્યારેક ઔચિત્યને કારણે અહીં વિહારના અધિકારમાં, માસાદિમાં=ઋતુબદ્ધમાં માસમાં અને વર્ષામાં ચારમાં=શેષ કાળમાં એક મહિનામાં અને વર્ષાકાળમાં ચાર મહિનાઓમાં, ગોચરાદિનું ગોચર-બહિભૂમિ આદિનું, પરાવર્તન યથાસંભવ છે=ગોચર આદિહોતે છતે છે, અહીં વિહારના અધિકારમાં, સંસ્મારકમાં=સંથારાના પરાવર્તનમાં, નિયોગવાળો-નિયમવાળો જ, વિધિ તીર્થંકરાદિ વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સંયમવૃદ્ધિના કોઈક કારણથી સાધુને ક્યારેક દ્રવ્યથી નિયતવાસ કરવો પડે તોપણ વિહારના વિષયમાં શાસ્ત્રોક્ત વિધિ છે કે (૧) જે નગરમાં પોતે રહેલ હોય તે નગરની ગોચરભૂમિ અને બહિર્ભુમિનું પરાવર્તન કરીને પણ સાધુ માસિકલ્પનું પાલન કરે; અને (૨) જે નગરમાં ગોચરભૂમિથી અન્ય બહિર્ભુમિ પ્રાપ્ત ન થઈ શકતી હોય, તે નગરમાં સાધુને સંથારાનું પરાવર્તન કરવાની વિધિ તો નિયમથી જ ભગવાને કહી છે.
આશય એ છે કે કોઈ કારણ ન હોય તો મહિનો પૂરો થતાં સાધુ અવશ્ય વિહાર કરે, પરંતુ તે જ સ્થાનમાં ત્રીસ દિવસનું ઉલ્લંઘન કરીને રહે નહિ; અને જો કારણ વગર સાધુ ત્રીસ દિવસનું ઉલ્લંઘન કરીને તે જ સ્થાનમાં રહે તો તેને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય.
વળી, (૧) ક્યારેક સંયમવૃદ્ધિના કોઈક કારણથી સાધુને એક નગરમાં જ મહિનાથી અધિક રહેવું પડે તેમ હોય, તો ગોચરભૂમિમાંથી બહિર્ભુમિમાં સ્થાનાંતર કરીને પણ સાધુ માસકલ્પની વિધિ સાચવે. અહીં ગોચરભૂમિ એટલે પોતાની વસતિની આજુબાજુના સ્થાનમાં સાધુ જયાં ગોચરી વહોરવા માટે જતા હોય તેવી ભૂમિ; અને તે નગરમાં રહેલી પોતાની વસતિથી અને ગોચરભૂમિથી અન્ય જે ભૂમિ હોય તેને બહિભૂમિ કહેવાય.
વળી, (૨) ક્યારેક કોઈક નગરમાં ગોચરભૂમિથી અન્ય બહિર્ભુમિ ન હોય અને કોઈક કારણથી સાધુને તે જ નગરમાં મહિનાથી અધિક રહેવું પડે તેમ હોય, તો પોતે જે જગ્યાએ રહેલ છે તેનાથી અન્ય જગ્યાએ સ્થાનાંતર કરીને પણ સાધુ માસિકલ્પની વિધિ સાચવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org