________________
વ્રતસ્થાપનાવસ્તુકારથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વિહાર' / ગાથા ૮૯૮
૩૫૩
ગાથાર્થ :
પૂર્વમાં કહ્યું એ રીતે પણ, ગુરના વિહારથી ઉપસ્થાપિત સાધુનો વિહાર સિદ્ધ જ છે, તો વિહારદ્વાર ગુરુકુલવાસહારથી પૃથ> રૂપે કયા કારણથી કહેવાયો ? તેના સમાધાનરૂપે કહે છે – જે કારણથી મોહના જય માટે ઉપસ્થાપિત સાધુનો વિહાર નક્કી છે.
ટીકાઃ ____नन्वेवमपि गुरुविहारात् सकाशाद्विहार: सिद्ध एव एतस्य-उपस्थापितसाधोः, भेदेन किमिति भणितो विहार: ? इत्याशङ्क्याह-मोहजयार्थं चारित्रविजजयाय ध्रुवो येन कारणेन तस्य विहार इति गाथार्थः ૮૧૮
ટીકાર્ય :
નગુ થી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે પણ માસાદિવિહારથી વિચરવું જોઈએ એમ કહ્યું એ રીતે પણ, ગુરુનાવિહારથી આનો ઉપસ્થાપિત સાધુનો, વિહાર સિદ્ધ જ છે; તો કયા કારણથી ભેદ વડેeગુરુકુલવાસથી પૃથર્ રૂપે, વિહાર કહેવાયો છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે – જે કારણથી મોહના જય અર્થે= ચારિત્રના વિદનના જય માટે, તેનો=ઉપસ્થાપિત સાધુનો, વિહાર ધ્રુવ છે=નક્કી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ગ્રંથકારે પૂર્વે વ્રતપાલનનો બીજો ઉપાય “ગુરુકુલવાસ' બતાવ્યો અને હવે દશમો ઉપાય “વિહાર' બતાવે છે. તેથી કોઈને શંકા થાય કે “સાધુએ સંયમવૃદ્ધિ માટે ગુરુકુલવાસ સેવવો જોઈએ,” એ કથનથી નવકલ્પી વિહારની પણ પ્રાપ્તિ થઈ જ જાય છે; કેમ કે વડીદીક્ષા દ્વારા વ્રતોમાં ઉપસ્થાપના કરાયેલ સાધુ હંમેશાં ગુરુ સાથે વિચરતા હોય છે. આથી ગુરુકુલવાસમાં વિહારની પ્રાપ્તિ થઈ જતી હોવાથી વિહારદ્વારને સ્વતંત્ર બતાવવાની જરૂર રહેતી નથી. આ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકાર કહે છે –
સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ માસાદિ વિહાર ન કરે તો એક સ્થાનમાં રહેવાથી સાધુને ક્ષેત્રનો કે શ્રાવકાદિનો પ્રતિબંધ થવાની સંભાવના રહે, જેથી ચારિત્રમાં વિઘ્ન ઉપસ્થિત થાય. માટે ચારિત્રમાં આવતા વિપ્નના જય માટે સાધુએ એક સ્થાનમાં રહેવું જોઈએ નહીં.
આ પ્રકારનો વિશેષ બોધ કરાવવા માટે, ગુરુના વિહારથી ઉપસ્થાપિત સાધુના નવકલ્પી વિહારની પ્રાપ્તિ હોવા છતાં, વિહારદ્વારને ગુરુકુલવાસદ્ધાર કરતાં પૃથમ્ રૂપે ગ્રહણ કરેલ છે અર્થાત્ સંયમની વૃદ્ધિ માટે જેમ ગુરુકુલવાસ ઉપકારક છે, તેમ નવકલ્પી વિહાર પણ ક્ષેત્રાદિના પ્રતિબંધના જય માટે અત્યંત ઉપકારક છે, એમ નવદીક્ષિતને ઉપસ્થિત કરાવવા માટે વિહારદ્વારને ગુરુકુલવાસ દ્વારથી જુદું બતાવેલ છે, જેથી તેના પરમાર્થનો વિચાર કરીને સાધુ ક્ષેત્રાદિના પ્રતિબંધને દૂર કરવા માટે અત્યંત યત્ન કરે. ૮૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org