________________
૩પ૦
વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “વિહાર' | ગાથા ૮૬
ગાથા :
अप्पडिबद्धो अ सया गुरूवएसेण सव्वभावेसु ।
मासाइविहारेणं विहरिज्ज जहोचिअं नियमा ॥८९६॥ અન્વયાર્થ:
ગુરૂવારે અને ગુરુના ઉપદેશથી સબૂમાવેસુ-સર્વ ભાવોમાં સયા=સદા પ્રતિબદ્ધો=અપ્રતિબદ્ધ (સાધુ) પાસાવિદ્યારેvi માસાદિના વિહાર વડે નિયમ-નિયમથી નોમં યથોચિત વિરિષ્ન-વિહરે. * “ગ' ભાવનાદ્વાર સાથે વિહારદ્વારનો સમુચ્ચય કરવા માટે છે. ગાથાર્થ :
અને ગુરુના ઉપદેશથી સર્વ ભાવોમાં સદા અપ્રતિબદ્ધ સાધુ માસાદિના વિહાર વડે નિયમથી યથોચિત વિહરે. ટીકાઃ
अप्रतिबद्धश्च सदा अभिष्वङ्गरहित इत्यर्थः गुरूपदेशेन हेतुभूतेन, क्वेत्याह-सर्वभावेषु-चेतनाचेतनेष्वप्रतिबद्धः, किमित्याह-मासादिविहारेण समयप्रसिद्धेन विहरेत्, यथोचितं संहननाद्यौचित्येन नियमात्-नियोगेन विहरेदिति गाथार्थः ॥८९६॥ * “ વિદ્યારે ''માં “મરિ' પદથી નવકભી વિહારને છોડીને અપવાદથી કરાતા ચૂનમાસ કે અધિકમાસના વિહારનું ગ્રહણ કરવાનું છે. * “સંદનના''માં “મરિ' શબ્દથી ક્ષીણ થયેલા જંઘાબળ અને નહીં ક્ષીણ થયેલા જંઘાબળનું ગ્રહણ છે.
ટીકાર્ય :
અને હેતુભૂત=અપ્રતિબદ્ધભાવના હેતુભૂત, એવા ગુરુના ઉપદેશથી ચેતન અને અચેતનરૂપ સર્વ ભાવોમાં સદા અપ્રતિબદ્ધ અભિવૃંગથી રહિત, એવા સાધુ, સમયમાં પ્રસિદ્ધ એવા માસાદિના વિહાર દ્વારા વિચરે. કઈ રીતે વિચરે ? તે બતાવે છે – નિયમથી–નિયોગથી, યથોચિત=સંહનાનાદિના ઔચિત્ય વડે, વિચરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી સાધુએ સદા ગુરુનો ઉપદેશ સાંભળવાનો છે, અને ગુરુનો ઉપદેશ હંમેશાં ચિત્તને નિરભિમ્પંગ બનાવનાર હોય છે, તેથી સાધુ ગુરુના ઉપદેશના અવલંબનથી સદા માટે ચેતન કે અચેતન વિષયક સર્વ ભાવોમાં અભિવૃંગ વગરના પરિણામવાળા હોય છે. આથી આવા સાધુ શાસ્ત્રમાં કહેલા માસાદિકલ્પ દ્વારા વિચરે છે અર્થાત્ આઠ મહિના જુદા જુદા સ્થાને એકેક માસ સ્થિર રહેવારૂપ આઠ કલ્પ અને ચોમાસાના ચાર મહિના એક સ્થાને સ્થિરવાસ કરવારૂપ એક કલ્પ; એમ સર્વ મળીને નવકલ્પી વિહાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org