________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૬૪-૮૫, ૮૬૬
૩oo.
ટીકાઈ:
વળી મોક્ષના વાદી એવા સર્વ જ યતિઓને પ્રાયઃ પ્રાયશ્ચિત્તાદિરૂપ અત્યંતર તપ સ્વરૂપથી સિદ્ધ છે. વળી આનું અત્યંતર તપનું, અકરણ સર્વ જ યતિઓને સર્વ ભાવથી પ્રતિષિદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
તપઢારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે કર્મક્ષયને ઇચ્છનારા બુદ્ધિમાન પુરુષે બાહ્ય એવો અનશનાદિ તપ કરવો જોઈએ. આ કથન ગ્રંથકારશ્રી બાહ્ય તપને આશ્રયીને કરેલ વિચારણાના સારાંશરૂપે કહે છે. વળી અત્યંતર તપ મોક્ષને માનનારા સર્વ યતિઓ સ્વીકારે છે, તે જણાવવા માટે ગ્રંથકાર કહે છે –
મોક્ષને માનનારા એવા સર્વ સંન્યાસીઓ પ્રાયશ્ચિત્તાદિ છે ભેદવાળું અત્યંતર તપ, જોકે “તપ” શબ્દથી માનતા નથી, તોપણ મોક્ષ મેળવવા અર્થે કર્તવ્યરૂપે માને છે. તે દર્શાવવા માટે કહ્યું છે કે સર્વ જ મોક્ષવાદીઓને અભ્યતર તપ સ્વરૂપથી સિદ્ધ છે.
વળી, આ તપનું અકરણ સર્વ ભાવથી સર્વ મોક્ષવાદીઓને પ્રતિષિદ્ધ છે. એથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના અર્થી જીવે છયે પ્રકારનો અત્યંતર તપ સર્વ અંશોથી સેવવાનો છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ છયે અત્યંતર તપમાંથી કોઈપણ તપ સમ્યગુ સેવવામાં ન આવે તો મોક્ષમાર્ગનું સેવન પૂર્ણ રીતે થઈ શકે નહિ, અને યતિ તો મોક્ષ મેળવવા અર્થે મોક્ષમાર્ગમાં પૂર્ણ શક્તિથી ઉદ્યમ કરનારા હોય છે. તેથી છયે પ્રકારના અત્યંતર તપમાં યતિ સર્વાશથી પ્રયત્ન ન કરે તો તેના યતિપણામાં ખામી પ્રાપ્ત થાય.
અહીં ‘પ્રાયઃ' શબ્દ દ્વારા એ જણાવવું છે કે સંયમજીવનમાં સ્કૂલના પામતા યતિના આચરણમાં છયે પ્રકારના અત્યંતર તપમાંથી કોઈક અંશે ત્રુટી હોઈ શકે; પરંતુ મોક્ષમાર્ગમાં અસ્મલિત રીતે યત્ન કરતા યતિના આચરણમાં આ તપના સર્વ અંશો વણાયેલ જ હોય.
વળી, પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપના અધ્યવસાયો સર્વ દર્શનોને મોક્ષના ઉપાયરૂપે માન્ય હોવાને કારણે જ તેઓ પ્રાયશ્ચિત્તાદિ કૃત્યોને કર્તવ્ય તરીકે સ્વીકારે છે, પરંતુ તેઓ તારૂપે સ્વીકારતા નથી; જ્યારે નિર્જરાનો ઉપાય હોવાને કારણે જૈનદર્શન છયે પ્રકારના પ્રાયશ્ચિત્તાદિ કૃત્યોનો અભ્યતર તારૂપે ઉલ્લેખ કરે છે, છતાં ઉપવાસાદિ બાહ્ય તપનો તો સર્વ દર્શન તારૂપે ઉલ્લેખ કરે છે. al૮૬૪/૮૬પા
અવતરણિકા:
उक्तं तपोद्वारं, विचारद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા હતા, તેમાંથી સાતમા ઉપાયરૂપ તપદ્વાર ગાથા ૮૪૧થી માંડીને ૮૬૫માં કહેવાયું. હવે વ્રતપાલનના આઠમા ઉપાયરૂપ વિચારધારને આશ્રયીને ગાથા ૮૬૬થી ૮૭૫ સુધી ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org