________________
૩૦૨
વતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૧-૮૬૨
ટીકા?
ये केचन सामान्येन महापुरुषा-बलदेवतीर्थकरादयः, किम्भूता इत्याह-धर्माराधनसहा: चारित्राराधनसमर्थाः, इह लोके जम्बूद्वीपादौ, ते किमित्याह-कुशलानुबन्धिकर्मोदयादितः कुशलानुबन्धिनिरनुबन्धिकम्र्मोदयादित्यर्थः, ते विनिर्दिष्टाः समय इति गाथार्थः ॥८६१॥ ટીકાર્યઃ
જંબૂઢીપાદિ આ લોકમાં સામાન્યથી જે કોઈ બળદેવ, તીર્થકરાદિ મહાપુરુષો છે, મહાપુરુષો કેવા પ્રકારના છે? એથી કહે છે – ધર્મના આરાધનમાં સહચારિત્રના આરાધનામાં સમર્થ, એવા તેઓ=મહાપુરુષો, સમયમાં શાસ્ત્રમાં, વિનિર્દિષ્ટ છે. તેઓ=મહાપુરુષો, શેનાથી?=ધર્મારાધનમાં સમર્થ શેનાથી વિનિર્દિષ્ટ છે? એથી કહે છે – કુશલાનુબંધી કર્મના ઉદયાદિથી કુશલાનુબંધવાળા અને નિરનુબંધવાળા કર્મના ઉદયથી, ધર્મારાધનમાં સમર્થ વિનિર્દિષ્ટ છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જંબૂદ્વીપ વગેરેમાં કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મના ઉદયથી જે કોઈ બળદેવ, તીર્થંકરાદિ ઉત્તમ પુરુષો થયા છે, તેઓ ચારિત્રધર્મની આરાધના કરવામાં સમર્થ બન્યા છે, આ પ્રકારે શાસ્ત્રમાં દર્શાવેલ છે. એથી નક્કી થાય કે કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મોનો વિપાક જીવને બળદેવ-તીર્થકરાદિ જેવા મહાપુરુષો બનાવે છે, અને તે કર્મોના બળથી તે મહાપુરુષો ચારિત્રધર્મની આરાધના કરવા સમર્થ બને છે, અને ચારિત્રધર્મની આરાધના દ્વારા તેઓ મોક્ષરૂપ ફળ મેળવે છે. આથી કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મોનો વિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. '૮૬૧ અવતરણિકા:
एतदेव व्यतिरेकेणाह - અવતરણિતાર્થ :
આને જ=શુભસંબંધી કર્મવિપાક મોક્ષાંગ છે એને જ, વ્યતિરેકથી કહે છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધ કર્મના ઉદયથી મહાપુરુષો ચારિત્રની આરાધનામાં સમર્થ બને છે. એ કથનને જ વ્યતિરેકથી બતાવવા માટે, શુદ્ર જીવો ચારિત્રમાં ક્યારેય અત્યંત પ્રવર્તતા નથી, એમ જણાવવા દ્વારા, શુભસંબંધી કર્મવિપાકવાળા જીવો જ ચારિત્રધર્મની આરાધના કરી શકે છે, એ વાતને ગ્રંથકાર દઢ કરે છે –
ગાથા :
न कयाइ खुद्दसत्ता किलिट्ठकम्मोदयाओ संभूआ । विसकंटगाइतुल्ला धम्मम्मि दढं पयर्टेति ॥८६२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org