________________
વતસ્થાપનાવસ્તકI'યથા પાતયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૦-૮૧
- ૩૦૧
સામાન્યથી સર્વ જ કર્મવિપાક” એ કથન દ્વારા એ જણાવવું છે કે સામાન્યથી સર્વ જ કર્મના વિપાક મોક્ષનું કારણ નથી, એમ નહિ; પરંતુ કેટલાક કર્મવિપાક સંસારનું કારણ છે અને કેટલાક કર્મવિપાક મોક્ષનું કારણ છે; કેમ કે કેટલાક ક્લિષ્ટ કર્મના વિપાક જીવને ક્લેશ કરાવનાર છે, માટે તેવા કર્મવિપાક મોક્ષનું કારણ નથી; અને કેટલાંક કુશલાનુબંધી ક્લિષ્ટ કર્મો જીવને ક્લેશ કરાવનાર નથી, પરંતુ જીવમાં વિવેક પ્રગટાવનાર છે. માટે તેવા કર્મવિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. વળી કેટલાંક નિરનુબંધ કર્મો પોતાનો વિપાક બતાવીને નિર્જરણ પામે છે, માટે તેવા કર્મવિપાક નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે.
પારમ્પયદિ ભેદથી” એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે કેટલાંક કર્મો પરંપરાદિ પ્રકારે સંસારનું કારણ છે. જેમ સાધ્વાચાર પાળનાર પણ ઉત્સુત્ર ભાષણ કરનાર સાધુ દેવગતિ પ્રાપ્ત કરે, પરંતુ તે સાધુની દેવગતિની પ્રાપ્તિ પરંપરાએ સંસારના પરિભ્રમણનું કારણ બને છે, તેમ મોહનીયકર્મનો ઉદય પણ પરંપરાએ કર્મબંધ કરાવીને સંસારનું કારણ બને છે, જયારે કેટલાંક કુશલાનુબંધી કર્મો જીવને સુદેવત્વાદિની પ્રાપ્તિ કરાવવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે, અને કેટલાંક નિરનુબંધ કર્મો જીવને કર્મની નિર્જરા કરાવવા દ્વારા મોક્ષનું કારણ બને છે. આ રીતે કુશલાનુબંધીકમ પરંપરાના ભેદથી અને નિરનુબંધકર્મ નિર્જરાના ભેદથી મોક્ષનું કારણ છે, એમ “પારસ્પવિમેન''માં ‘મા’ પદથી નિર્જરારૂપ ભેદનો સંગ્રહ કરવાનો છે. HI૮૬oll
અવતરણિકા :
एतदेव स्पष्टयन्नाह -
અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધ કર્મનો વિપાક સિદ્ધાંતમાં મોક્ષનું કારણ ઇચ્છાય છે. એને જ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
जे केइ महापुरिसा धम्माराहणसहा इहं लोए ।
कुसलाणुबंधिकम्मोदयाइओ ते विनिद्दिट्ठा ॥८६१॥ અન્વયાર્થ:
ૐ નો આ લોકમાં ને જે કોઈ મહાપુરિસા મહાપુરુષો છે, તે તેઓ સત્તાપુર્વાધિમ્મોફિમોકુશલાનુબંધી કર્મના ઉદયાદિથી થરાદાસહ ધર્મના આરાધનમાં સહ=સમર્થ, વિનિદિ વિનિર્દિષ્ટ છે.
ગાથાર્થ :
આ લોકમાં જે કોઈ મહાપુરુષો છે, તેઓ કુશલાનુબંધી કર્મના ઉદયાદિથી ધર્મની આરાધનામાં સમર્થ દર્શાવાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org