________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘તપ' | ગાથા ૮૫૮
ભાવાર્થ:
૨૦૦
અનશનાદિ તપ શુભ ભાવનું કારણ છે, એમ પૂર્વમાં સ્થાપન કરેલ કથન દ્વારા કેટલાક બૌદ્ધોનું કથન નિરાકરણ પામે છે, આ પ્રકારનું પૂર્વગાથાનું કથન સામાન્યથી હતું. હવે વિશેષથી બતાવવા માટે તપ દુ:ખનું કારણ નથી કે કર્મવિપાકનું ફળ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ છે, તે અનુભવથી બતાવતાં કહે છે -
ભગવાનની આજ્ઞાનુસાર કરાયેલ તપ માત્ર બાહ્ય આચરણારૂપ નથી, પરંતુ અણાહારી ભાવનાથી આત્માને ભાવિત કરવાના યત્નને ઉપદંભક એવી ક્રિયારૂપ છે; અને જિનવચનથી ભાવિતમતિવાળો જીવ પોતાના આત્માને અણાહારી ભાવનાથી ભાવિત કરવા માટે સદા ઉદ્યમશીલ, હોય છે, આથી તેવો જીવ પોતાના અણાહારી ભાવને પુષ્ટ કરવા અર્થે અણાહારી ભાવને પોષક એવી ક્રિયારૂપે તપમાં પણ યત્ન કરે છે. વળી ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવરૂપ જીવનું શુદ્ધ સ્વરૂપ એ જ ભાવતપ છે, તેથી અનશનાદિ તપ જીવના તે સ્વરૂપને આવિર્ભાવ કરવામાં પ્રબળ નિમિત્ત બને છે. વળી જેમ શુભ ધ્યાનથી જીવનું સ્વરૂપ આવિર્ભાવ કરવા માટે, શુભ ધ્યાનની મુદ્રા અને શુભ ધ્યાનને અનુરૂપ એવું બાહ્ય વાતાવરણ ઉપષ્ટભક છે, તેમ સર્વત્ર નિર્લેપભાવની વૃદ્ધિ કરવા માટે આત્માને અણાહારી સ્વરૂપથી ભાવિત કરવામાં બાહ્ય એવું અનશનાદિ તપ પણ ઉપદંભક છે, અને અણાહારીભાવની વૃદ્ધિ કરે એવા પ્રકારનું તપ કરવાનું જિનાગમમાં કહેલ છે. માટે આત્માના અણાહારીભાવની વૃદ્ધિનો ઉપાય હોવાથી તપ દુઃખનો હેતુ નથી. આથી અનશનાદિ દુઃખરૂપ છે, એ પ્રકારનું બાલોનું કથન નિરાકૃત થાય છે.
વળી, અનશનાદિ તપ કર્મના વિપાકરૂપ હોવાથી તપને કર્મની જેમ મોક્ષ પ્રત્યે કારણ કહી શકાય, પરંતુ તપને ધ્યાનની જેમ કારણ કહી શકાય નહિ, એ પ્રકારે પૂર્વગાથામાં બતાવેલ બાલોના અન્ય કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
-
અનશનાદિ તપ કર્મવિપાકનું સર્વથા ફળ નથી; કેમ કે જિનવચનાનુસાર તપ કરનાર જીવને તપ કરવારૂપ ક્રિયાકાળમાં પોતાના અણાહારીભાવનો સાક્ષાત્કાર થાય છે. આથી આત્મભાવને સાક્ષાત્કાર કરવાનું કારણ હોય તેવી ક્રિયાને કર્મવિપાકનું ફળ કહી શકાય નહિ. વળી જે રીતે ધ્યાન આત્માના શુદ્ધ ભાવનો સાક્ષાત્કાર કરનાર છે, તે રીતે તપ પણ આત્માના શુદ્ધ ભાવનો સાક્ષાત્કાર કરનાર છે, માટે અનશનાદિ તપ સર્વથા કર્મવિપાકનું ફળ નથી.
અહીં ‘સર્વથા’ શબ્દનો અન્વય ન તુચ્છું અને મ્મવિવાો વિ ળ એ બંને સાથે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તપ સર્વથા દુઃખનો હેતુ નથી અને સર્વથા કર્મવિપાકનું ફળ પણ નથી. માટે કથંચિદ્ દુઃખનો હેતુ છે અને કચિત્ કવિપાકનું ફળ પણ છે. તે આ પ્રમાણે –
=
અનશનાદિ તપ આત્મભાવનો સાક્ષાત્કાર કરાવનાર હોવા છતાં કંઈક અંશે ક્ષુધાવેદનારૂપ દુઃખનો અનુભવ કરાવનાર પણ છે, તેથી તપ કથંચિદ્ દુઃખનું કારણ છે; અને ક્યારેક ક્ષુધાવેદનીયરૂપ અશાતાવેદનીયના ઉદયના ફળસ્વરૂપ પણ છે, તેથી તપ કથંચિત્ કર્મવિપાકનું ફળ છે; તોપણ અનશનાદિ તપ સર્વથા દુઃખનો હેતુ નથી કે કર્મવિપાકનું ફળ નથી, પરંતુ જીવને નિર્લેપભાવનો સાક્ષાત્કાર કરાવનાર પણ છે. માટે અનશનાદિ તપ શુભ ધ્યાનની જેમ મોક્ષનું કારણ છે. ૮૫૮॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org