________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ‘તપ' / ગાથા ૮૫૨-૮૫૩
આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે તપોપધાન આત્મકલ્યાણનું કારણ નથી, પરંતુ દેહને પીડા કરનાર છે. આથી આત્મકલ્યાણના અર્થી જીવે ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ; શરીરને પીડા કરનાર તપાદિમાં યત્ન કરવો જોઈએ નહીં. આ પ્રકારનો પર એવા બૌદ્ધમતનો અભિપ્રાય છે. ૫૮૫૨ અવતરણિકા :
अत्रोत्तरमाह
૨૦૮
અવતરણિકાર્ય
અહીં=પૂર્વગાથામાં બતાવેલ પરના અભિપ્રાયમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે –
ગાથા:
અન્વયાર્થ:
तुल्लमिअमणसणाओ न य तं सुहझाणबाहगं पि इहं । कायव्वं ति जिणाणा किंतु ससत्तीए जइअव्वं ॥८५३ ॥
ગળÇળાઓ-અનશનાદિમાં #આ=શુભાશયાદિ, તુńતુલ્ય છે, ૢ યઅને અહીં=ધર્મની પ્રવૃત્તિમાં, મુહજ્ઞાળવામાં પિ-શુભધ્યાનનું બાધક પણ તં-તે=અનશનાદિ તપ, ન જાયવ્યું=કરવા યોગ્ય નથી, તુિ= પરંતુ સત્તત્તી=સ્વશક્તિથી નગવંયત્ન કરવો જોઈએ, ત્તિ-એ પ્રકારની નિબાળા=જિનાજ્ઞા છે.
ગાથાર્થ:
અનશનાદિમાં શુભાશયાદિ તુલ્ય છે, અને ધર્મની પ્રવૃત્તિમાં શુભધ્યાનનું બાધક પણ અનશનાદિ તપ કરવું જોઈએ નહિ, પરંતુ સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ, એ પ્રકારની જિનાજ્ઞા છે.
* ‘“શુભાશયાવિ’’માં ‘વિ' પદથી કર્મબંધને અનુકૂળ એવી અશુભ પ્રવૃત્તિના નિરોધનું ગ્રહણ છે.
* “શુમધ્યાનવાધપિ’માં ‘પિ'થી એ કહેવું છે કે શુભધ્યાનનું અબાધક તપ તો કરવું જ જોઈએ, પરંતુ શુભધ્યાનનું બાધક તપ પણ કરવું જોઈએ, એમ નહિ.
ટીકા :
तुल्यमिदं = शुभाशयादि अनशनादौ तपसि न च तद्-अनशनादि शुभध्यानबाधकमपि अत्र - धर्मे कर्त्तव्यमिति जिनाज्ञा = जिनवचनं, किन्तु स्वशक्त्या यतितव्यमत्र जिनाज्ञेति गाथार्थः ॥ ८५३ ॥
ટીકાર્ય
અનશનાદિ તપમાં આ=શુભાશયાદિ, તુલ્ય છે—બ્રહ્મચર્યની સમાન છે; અને શુભધ્યાનનું બાધક પણ તે=અનશનાદિ, અહીં=ધર્મમાં, કર્તવ્ય છે, એ પ્રકારની જિનાજ્ઞા=જિનનું વચન, નથી, પરંતુ સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ એમાં જિનાજ્ઞા છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org