________________
વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : 'તપ’ | ગાથા ૮૫૨
ગાથા:
અન્વયાર્થ:
सिअ णो सुहासयाओ सुअवउत्तस्स मुणिअतत्तस्स । बंभंमि होइ पीडा संवेगाओ अ भिक्खुस्स ॥८५२ ॥
૨૦૦
સિત્ર-થાય=પૂર્વપક્ષીને આ પ્રમાણે શંકા થાય. સુોવત્ત-શ્રુતમાં ઉપયુક્ત, મુળિગતત્તસ્મ-જ્ઞાત તત્ત્વવાળા મિવદ્યુમ્ન-ભિક્ષુને સુહાસયાઓ-શુભ આશયને કારણે સંવેળાઓ અ=અને સંવેગને કારણે વંમિ-બ્રહ્મમાં=બ્રહ્મચર્યમાં, પીડા-પીડા ો હો-થતી નથી.
ગાથાર્થઃ
પૂર્વપક્ષીને આ પ્રમાણે શંકા થાય કે શ્રુતમાં ઉપયુક્ત, જાણેલ તત્ત્વવાળા ભિક્ષુને શુભ આશયને કારણે અને સંવેગ હોવાને કારણે બ્રહ્મચર્યમાં પીડા થતી નથી.
ટીકા :
"
स्यादेतत् न शुभाशयात् कारणात् चारित्रलाभेन श्रुतोपयुक्तस्य सतः मुणिततत्त्वस्य - ज्ञातपरमार्थस्य ब्रह्म इति ब्रह्मचर्ये भवति पीडा नेति वर्त्तते, तथा संवेगाच्च कारणात् मोक्षानुरागेण भिक्षोरिति ગાથાર્થ: Iટકા
ટીકાર્ય
આ થાય=પૂર્વપક્ષીની માન્યતા પ્રમાણે આ થાય. શું થાય ? તે બતાવે છે – ચારિત્રના લાભથી શુભ આશયને કારણે, અને તે રીતે મોક્ષના અનુરાગથી સંવેગને કારણે, શ્રુતમાં ઉપયુક્ત છતા, મુણિતતત્ત્વવાળા= જ્ઞાતપરમાર્થવાળા=જાણેલ છે શ્રુતનો પરમાર્થ જેમણે એવા, ભિક્ષુને—સાધુને, બ્રહ્મમાં=બ્રહ્મચર્યમાં, પીડા થતી નથી. ‘ન’ એ પ્રકારે વર્તે છે=ગાથાના પ્રારંભમાં રહેલ ો ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ દોરૂ પછી અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
પૂર્વપક્ષી કહે છે કે સાધુને ચારિત્રનો લાભ હોવાને કારણે સંયમના પરિણામરૂપ શુભાશય વર્તે છે, અને શ્રુતના ઉપયોગવાળા હોવાને કારણે તેઓની મતિ શ્રુતથી ભાવિત વર્તે છે. વળી વિષયોના ૫૨માર્થને જાણતા હોવાથી તેઓને વિષયસેવનની ક્રિયા તુચ્છ અને અસાર લાગે છે, અને મોક્ષ સિવાય અન્ય પદાર્થની તેઓને ઇચ્છા થતી નથી. માટે સાધુઓને બ્રહ્મચર્યપાલનમાં પીડા થતી નથી.
પૂર્વપક્ષીના આ કથનનું તાત્પર્ય એ છે કે સંસારી જીવોને અબ્રહ્મનું આકર્ષણ હોવાને કારણે બ્રહ્મચર્યમાં પીડા થાય છે, જ્યારે મુનિને તો શ્રુતના ઉપયોગથી આનંદ વર્તતો હોવાથી ચારિત્રનો પરિણામ હોય છે. તેથી મુનિ સંવૃત ગાત્રવાળા હોય છે અને સંસારના ભોગોનું સ્વરૂપ સારી રીતે જાણતા હોવાથી સંસારના ભોગોથી વિમુખ હોય છે. માટે આવા મુનિને બ્રહ્મચર્યમાં કોઈ પીડા થતી નથી. માટે બ્રહ્મચર્ય દેહને ઇષદ્ પીડા કરનારું છે એમ કહેવું ઉચિત નથી, અને બ્રહ્મચર્યના દૃષ્ટાંતથી તપ કર્તવ્ય છે તેમ કહેવું ઉચિત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org