________________
૨૪૨
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ'T ગાથા ૮૧૧
ભાવાર્થ :
ભિક્ષાગ્રહણકાળમાં અનાભોગાદિથી સાધુએ આધાકર્મદોષવાળી ગોચરી વહોરી હોય અને પાછળથી સાધુને “આ આધાકર્મદોષવાળી ગોચરી છે તેવો ખ્યાલ આવ્યો હોય, તો તે દોષિત આહારનો યોગ્ય વિધિથી પરિહાર કરે. આમ પાત્રમાં વહોરેલી આધાકર્મી ભિક્ષાને પરઠવવાથી પાત્ર દ્વારા પકાયના જીવોનું રક્ષણ થાય છે.
અહીં શંકા થાય કે સાધુએ ગ્રહણ કરેલી આધાકર્મી ભિક્ષામાં ષકાયની હિંસા તો ગ્રહણ કરતાં પહેલાં જ થઈ ચૂકેલી છે, છતાં તે ભિક્ષા પરઠવે તોપણ પકાયનું રક્ષણ કેવી રીતે થાય ? તેનો આશય એ છે કે મુખ્યત્વે સાધુને સંયમમાં અપ્રમાદભાવથી યત્ન કરવાનો હોય છે, અને અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા સાધુ પકાયનું રક્ષણ કરે છે, માટે અપ્રમાદભાવથી નદી ઊતરતા પણ સાધુ છકાયના રક્ષક છે, અને પ્રમાદભાવથી પડિલેહણ કરતા પણ સાધુ છકાયના હિંસક છે. આથી અપ્રમત્તતાથી ભિક્ષા ગ્રહણ કરતાં સાધુએ અનાભોગાદિથી આધાકર્મી ભિક્ષા વહોરી લીધી હોય અને પાછળથી દોષનો ખ્યાલ આવતાં ભિક્ષા પરઠવે, તો તે સાધુની અપ્રમત્તતાની વૃદ્ધિ થવાથી પકાયનું પાલન થાય.
વળી, સાધુએ અનાભોગાદિથી આધાકર્મી ભિક્ષા ગ્રહણ કરી ન હોય, પરંતુ કારણવિશેષથી આધાકર્મી ભિક્ષા ગ્રહણ કરી હોય, અને પાછળથી અન્ય નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ થઈ હોય, ત્યારે પણ પૂર્વે ગ્રહણ કરેલ આધાકર્મી ભિક્ષાનો શાસ્ત્રવિધિ પ્રમાણે સાધુ પરિહાર કરે, તો અપ્રમાદભાવની વૃદ્ધિ થાય અને પાત્રમાં ગ્રહણ કરેલ આધાકર્મી ભિક્ષાના પરિવાર દ્વારા પકાયનું રક્ષણ થાય.
વળી, ગોચરી પાત્રમાં ગ્રહણ કરવામાં ન આવે અને હાથમાં જ ગ્રહણ કરવામાં આવે તો હાથમાં લીધેલા આહારમાં રહેલ પ્રવાહી અંશ ભૂમિ પર ઢોળાય. માટે પાત્રમાં આહાર ગ્રહણ કરવાથી ભૂમિ પર આહાર ઢોળાવારૂપ પરિશાટનનો પરિહાર થવાથી પકાયનું પાલન થાય છે.
“મથાર્મપરિશતિનારિમાં આધાકર્મદોષના ઉપલક્ષણથી ગોચરીના ૪ર દોષોનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ૪૨ દોષોમાંથી કોઈપણ દોષવાળી ભિક્ષા અનાભોગાદિથી વહોરાઈ ગઈ હોય અને પાછળથી ખ્યાલ આવે તો, અથવા દોષવાળી ભિક્ષા સકારણ વહોરી હોય અને પાછળથી બીજી નિર્દોષ ભિક્ષા મળે તો, તે પાત્રમાં વહોરેલ ભિક્ષાના પરિહારથી પાત્ર દ્વારા પર્યાયનું રક્ષણ થાય છે; અને મારિ' પદથી અપ્રચ્છન્ન ભોજનનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરે તો સાધુ અપ્રચ્છન્ન ભોજનનો પરિહાર કરવા દ્વારા પર્કાયનું રક્ષણ કરી શકે; કેમ કે સાધુ પ્રચ્છન્ન ભોજન ન કરે તો સાધુનું ભોજન જોઈને કોઈ સંસારી જીવને સાધુના ભોજનની લાલસા થાય, તેથી તે માંગણી કરે, અને સાધુ ન આપે તો તે જીવને સાધુ પ્રત્યે દ્વેષ થાય અને તે જીવ દુર્લભબોધિ બને. આમ, અપ્રચ્છન્ન ભોજન દ્વારા અન્ય જીવોને પીડા કે સંક્લેશ થવાનો સંભવ છે. આથી પાત્રગ્રહણથી અપ્રચ્છન્ન ભોજનના પરિહાર દ્વારા પદ્ધયનું રક્ષણ થાય છે.
માંડલીમાં ભોજન કરવાથી જે ગુણો થાય છે, તે સર્વ ગુણો પાત્રગ્રહણમાં થાય છે. તે ગુણો આગળની ગાથામાં સ્વયં ગ્રંથકાર બતાવે છે. N૮૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org