________________
૨૩૫
વ્રતસ્થાપનાવસ્તુક |“યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ' / ગાથા ૮૦૪
તેનાથી-હેમંતઋતુમાં ત્રણ પડતા હોય તો પૃથ્વીની રજ વગેરેથી, પડલાના ભેદનો સંભવ છે–ત્રણ પગલા ભેદીને પૃથ્વીની રજ વગેરે અંદર પાત્રા સુધી જવાનો સંભવ છે.
કૃતિ' હેમંતઋતુમાં ચાર પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિમાં છે. પગ્ન...બેયોન્ સર્વ જ વર્ષમાં પાંચ પગલાઓ હોય છે, કેમ કે કાળનું અત્યંત સ્નિગ્ધપણું હોવાને કારણે અતિચિર વડે લાંબા કાળ વડે, રજ વગેરેની પરિણતિ થાય છે.
અતિસ્નિગ્ધ કાળ હોવાથી લાંબા કાળે પૃથ્વીની રજ વગેરે અચિત્ત થાય છે, એટલા માત્રથી ત્રણ કે ચાર પડલાઓને સ્થાને પાંચ પડલાઓ શા માટે ? તેથી હેતુ આપે છે –
તેનાથી=રજ વગેરેની અપરિણતિ હોવાથી, પડલાના ભેદનો યોગ છે, અર્થાતુ પૃથ્વીની રજ વગેરેમાં રહેલો ભેજ ચાર પડલાને ભેદીને પાત્રાને સ્પર્શે છે.
‘તિ' વર્ષાઋતુમાં પાંચ પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિ અર્થક છે.
કચ્છ....દિઃ આ=ઉપરમાં બતાવેલ ત્રણ-ચાર-પાંચ પડલાઓ, ઉત્કૃષ્ટ છે; અને તેના સ્વરૂપની અપેક્ષાથી પડલાની સંખ્યાની અપેક્ષાએ નહીં પરંતુ પડલાના સ્વરૂપની અપેક્ષાએ, અહીંsઉપર બતાવેલ ત્રણ-ચાર-પાંચ પડલામાં, ઉત્કૃષ્ટત્વનો પરિગ્રહ છે. તે જ સ્પષ્ટ કરે છે –
અત્યન્ત ભવન્તિ અત્યંત શોભન પડલાઓ આવા પ્રકારના હોય છે અર્થાત્ જીવરક્ષા માટે અત્યંત ઉપકારક થાય તેવા પડલાઓ ગાથા ૮૦૩માં બતાવ્યા એવા પ્રકારના સ્વરૂપવાળા હોય છે.
મત:...થાર્થ: આનાથી ઊર્ધ્વ મધ્યમને હું કહીશ=સ્વરૂપથી મધ્યમ પગલાઓ જેટલા હોય છે તેટલાને હું કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * જીવરક્ષા માટે ઉપયોગી હોય એટલી જાડાઈવાળા પડલા ઉત્કૃષ્ટ કહેવાય, અને તેનાથી ન્યૂન જાડાઈવાળા પગલા મધ્યમ, અને તે મધ્યમથી પણ ન્યૂન જાડાઈવાળા પડલા જઘન્ય કહેવાય.
ભાવાર્થ :
ગાથા ૮૦૩માં દર્શાવ્યા તેવા સ્વરૂપવાળા પડલા સામાન્યથી હોય છે; અને તેવા જાડા પડેલા હોય તો, સાધુ ઉનાળામાં ત્રણ પડલા રાખે છે; કેમ કે ઉનાળાનો કાળ રૂક્ષ હોવાથી પૃથ્વીની રજ વગેરે જલદી અચિત્ત થાય છે. તેથી સચિત્ત પૃથ્વીની રજ વગેરે ત્રણ પડલાને ભેદીને પાત્રો સુધી પહોંચી શકતી નથી; પરંતુ ત્રણથી ઓછા પડલા રાખવામાં આવે તો સચિત્ત રજ વગેરે પડલાને ભેદીને ઝોળીની અંદર રહેલ પાત્રાને લાગે છે, જેથી પાત્રા લેતી વખતે તે રજના જીવોને કિલામણા થવાનો સંભવ છે.
વળી, ઉનાળા કરતાં હેમંતઋતુનો કાળ સ્નિગ્ધ હોવાને કારણે સાધુ હેમંતઋતુમાં ચાર પડલા રાખે છે; કેમ કે ત્રણ પડલા રાખવામાં આવે તો સચિત્ત પૃથ્વીરજ વગેરેનો ભેજ ઝોળીની અંદર રહેલ પાત્રાને સ્પર્શે, પરંતુ ચાર પડેલા હોય તો પડલા ઉપર લાગેલ રજ સ્વભાવથી જ તે તે પડલા સાથે વિમર્દ પામીને અંદરના ચોથા પગલા સુધીમાં અચિત્ત થઈ જાય, જેથી અંદર રહેલ પાત્રાને તે સચિત્ત રજ લાગે નહિ
વળી, સાધુઓ ચોમાસામાં પાંચ પડલા રાખે છે; કેમ કે હેમંતઋતુ કરતાં વર્ષાઋતુનો કાળ અતિ સ્નિગ્ધ હોવાથી સચિત્ત રજ વગેરે લાંબાકાળે અચિત્ત થાય છે. આથી પાંચથી ઓછા પડેલા હોય તો સચિત્ત પૃથ્વીની રજ વગેરે પડલાને ભેદીને પાત્રાને લાગી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org