________________
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૩-૮૦૪
૨૩૩
અન્વયાર્થ :
હિં જેઓ વડે અંતરિક અંતરિત વરૂ સવિતાસૂર્ય, આ રીતે દેખાય નહીં, તારિકતેવા પ્રકારના યત્નાક્નોવાં કદલીના ગર્ભની ઉપમાવાળા, નંદુII લઘુક હલકા, (કાળની અપેક્ષાએ) તિUિT = પંઘ વ સત્ત વ=ત્રણ કે પાંચ કે સાત પડતા પડલાઓ હોય છે.
ગાથાર્થ :
જે પગલાઓ વડે અંતરિત સૂર્ય દેખાય નહીં તેવા પ્રકારના, કદલીના ગર્ભની ઉપમાવાળા, હલકા, કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત પગલાઓ હોય છે. ટીકા : __ यैः सविता-आदित्यः न दृश्यते अन्तरितः, सामान्येन तादृशानि भवन्ति स्वरूपेण पटलानि, तानि च त्रीणि वा पञ्च वा सप्त वा कालापेक्षया, कदलीगर्भोपमानि-मसृणश्लक्ष्णानि लघूनि-हुलुकानीति गाथार्थः ॥८०३॥ ટીકાર્ય :
જે પગલાઓ વડે અંતરિત સવિતા=આદિત્ય-સૂર્ય, દેખાતો નથી, સામાન્યથી સ્વરૂપથી તેવા પ્રકારના પડલાઓ હોય છે; અને તેઓ=ને પડલાઓ, કદલીના ગર્ભની ઉપમાવાળા=કોમળ અને સુંવાળાં, લઘુ હલકા, કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સામાન્ય રીતે પડલા તેટલા જાડા હોવા જોઈએ કે સૂર્યની સામે રાખવામાં આવે તો પડલામાંથી સૂર્ય દેખાય નહીં; વળી તે પડલા કદલીવૃક્ષના ગર્ભ સમાન કોમળ અને સુંવાળાં હોવા જોઈએ, અને વજનમાં હલકા હોવા જોઈએ. વળી આ પડલા ઋતુ પ્રમાણે ત્રણ, પાંચ અથવા સાત રાખવાના હોય છે, જે સ્વયં ગ્રંથકાર આગળમાં વર્ણવશે. ૮૦૩
અવતરણિકા :
તદેવ અષ્ટયતિ – અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત પડેલા હોય છે. તેથી કયા કાળમાં કેટલા પડેલા હોવા જોઈએ, એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
गिम्हासु तिन्नि पडला चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए एत्तो पुण मज्झिमे वोच्छं ॥८०४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org