________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૪-૦૫
૧૯૯
ગાથાર્થ :
માત્રકમાં રહેલા અયોગ્ય આહારને પૃથ્વી આદિ છકાય ઉપર નાખીને અન્ય આહાર તે માત્રકમાં લઈને આપે, તો તે આહાર સંહતદોષવાળો કહેવાય; દાન લેવા પ્રત્યે અયોગ્ય એવા બાલ વગેરે પાસેથી લીધેલો આહાર દાયકદોષવાળો કહેવાય; બીજ વગેરેથી યુક્ત આહાર ઉન્મિશ્ર દોષવાળો કહેવાય.
ટીકા :
मात्रकगतमयोग्यं कुथितरसादि पृथिव्यादिषु कायेषु क्षिप्त्वा ददातीत्येतत्संहृतं । दायका बालादयो= बालवृद्धादयः अयोग्या दानग्रहणं प्रति । बीजाद्युन्मिभं-बीजकन्दादियुक्तमुन्मिश्रमुच्यत इति गाथार्थः ॥७६४॥
ટીકાર્ય :
માત્રકગત અયોગ્યન=કોહવાયેલ રસ વગેરેને, પૃથિવી વગેરે કાયો ઉપર નાંખીને આપે છે, એ સંહત છે અર્થાત્ ગૃહસ્થના ભાજનમાં રહેલ સાધુને આપવા માટે અયોગ્ય એવા બેસ્વાદ વગેરે આહારને સચિત્ત પૃથ્વીકાય આદિ છકાય ઉપર નાખીને તે ભાઇનમાં નવો આહાર લઈને સાધુને વહોરાવે તો તે સંહત દોષ છે.
દાનના ગ્રહણ પ્રત્યે બાલાદિ=બાલ-વૃદ્ધાદિ, અયોગ્ય હોય, એ દાયક છે; બીજાદિવાળું ઉન્મિશ્ર છેઃ બીજ-કંદાદિથી યુક્ત એવું ભક્ત ઉન્મિશ્ર કહેવાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૬૪ ગાથા :
अपरिणयं दव्वं चिअ भावो वा दोण्ह दाण एगस्स ।
लित्तं वसाइणा छद्दिअं तु परिसाडणावंतं ॥७६५॥ અન્વયાર્થ :
બં વિગ મપરિવં દ્રવ્ય જ અપરિણત હોય, હોદ વ ાન પુરૂં માવો અથવા બેના દાનમાં એકનો ભાવ (અપરિણત) હોય, (એ અપરિણત છે;) વરૂપ ત્રિરંગવસાદિ વડે લેપાયેલું હોય, (એ લિપ્ત છે;) પરિક્ષા પાવંતં તુ છાિં વળી પરિશાતનાવાળું છર્દિત છે.
ગાથાર્થ :
દ્રવ્ય જ અપરિણત હોય, અથવા બે સંબંધી દાનના વિષયમાં એક દાતાનો ભાવ અપરિણત હોય, તો તે આહાર અપરિણતદોષવાળો કહેવાય; ચરબી વગેરે વડે લેપાયેલ આહાર લિપ્તદોષવાળો કહેવાય; વળી ઢોળતાં-ઢોળતાં અપાયેલો આહાર છર્દિતદોષવાળો કહેવાય.
ટીકા :
अपरिणतं द्रव्यमेव सजीवमित्यर्थः, भावो वा द्वयोः सम्बन्धिनो दाने एकस्य दातुरपरिणतः, दानं समक्षयोरेवेत्यनिसृष्टाद्भेदः । लिप्तं वसादिना गर्हितद्रव्येण । छर्दितं तु परिशातनावद्देयमिति माथार्थः ॥७६५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org