________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ભક્ત' | ગાથા ૦૪૦-૦૪૮
ભાવાર્થ :
સાધુઓ અંધકારવાળા ઘરમાંથી ભિક્ષા વહોરતા નથી, એમ જાણીને કોઈ ગૃહસ્થ પોતાના અંધકારવાળા ઘરમાં પ્રકાશ આવે તે માટે ગોખલો કરાવે, અથવા તો ઘરમાં દીવો સળગતો રાખે, અથવા મણિ, રત્ન વગેરે ભીંતમાં જડે, તો તે ઘરની ભિક્ષા પ્રાદુષ્કરણ દોષવાળી બને; પરંતુ જો ગૃહસ્થે પોતાના માટે ગોખલો વગેરે કરાવેલ હોય, તો તે ઘરની ભિક્ષા પ્રાદુષ્કરણ દોષવાળી બનતી નથી.
વળી, સાધુ માટે કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો તે વસ્તુ ક્રીતદોષવાળી કહેવાય. ક્રીતના બે ભેદ છે ઃ દ્રવ્યક્રીત અને ભાવક્રીત. પૈસા વગેરે દ્રવ્ય આપીને સાધુ માટે ખરીદવામાં આવેલ વસ્તુ દ્રવ્યક્રીતદોષવાળી કહેવાય, અને પૈસાદિ દ્રવ્ય આપ્યા વગર પોતાની કુશળતા વગેરે ભાવો અન્યને બતાવવા દ્વારા સાધુ માટે મેળવેલી વસ્તુ ભાવક્રીતદોષવાળી કહેવાય. ॥૭૪૭॥
અવતરણિકા :
(૯-૧૦) પ્રામિત્યદોષ અને પરાવર્તિતદોષનું સ્વરૂપ દર્શાવે છે -
—
ગાથા :
पामिच्चं जं साहूणऽट्ठा उच्छिदिउं दिआवेइ ।
पल्लट्टिडं च गोरवमाई परिअट्टिअं भणिअं ॥७४८॥
૧૮૩
અન્વયાર્થ :
નં=જે સાહૂળÇા=સાધુઓના અર્થે િિવડં-ઉછીનું લાવીને વિઞવે=આપે છે, (તે ભક્ત) મિત્રં= પ્રામિત્ય, ગોવમારૂં ચ-અને ગૌરવાદિને કારણે પટ્ટિક-પરાવર્તીને (આપે તે ભક્ત) સિટ્ટિયં-પરાવર્તિત મળિયં-કહેવાયું છે.
ગાથાર્થ :
જે આહાર સાધુઓ માટે ઉધાર લાવીને આપે છે, તે આહાર પ્રામિત્ય દોષવાળો છે, અને ગૌરવાદિને કારણે બીજા પાસેથી બદલાવીને જે આહાર સાધુને આપે છે, તે આહાર પરાવર્તિત દોષવાળો છે.
ટીકા :
प्रामित्यं नाम यत् साधूनामर्थे उच्छिद्यान्यतः दियावेइ त्ति ददाति । परावर्तितुं (? परावृत्त्य) च गौरवादिभिः कोद्रवौदनादिना शाल्योदनादि यद् ददाति, तत्परावर्त्तितं भणितमिति गाथार्थः ॥ ७४८॥
નોંધ :
(૧) મૂળગાથામાં પટ્ટિૐ શબ્દ સંબંધક ભૂતકૃદંતના અર્થમાં છે, તેથી ટીકામાં પરાવત્તિતું ને સ્થાને પાવૃત્ત્વ હોય
તેમ ભાસે છે.
Jain Education International
* ‘‘ગૌરવા’િ’માં ‘આર્િ' પદથી સાધુ પ્રત્યે પૂર્વના કોઈપણ પ્રકારના સંસારી સંબંધને કારણે પ્રીતિ, સ્નેહ વગેરે વર્તતા હોય, તેનું ગ્રહણ કરવાનું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org