________________
૧૬૯
વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' / ગાથા ૭૩૫-૦૩૬ ટીકા :
जीव:-प्राग्निरूपितशब्दार्थः, स ह्यनादिनिधन: अनाद्यपर्यन्त इत्यर्थः, तद्भावनाभावितश्च-पार्श्वस्थाद्याचरितप्रमादादिभावनाभावितश्च संसारे-तिर्यग्नरनारकामरभवानुभूतिलक्षणे, ततश्च तद्भावनाभावितत्वात् क्षिप्रं-शीघ्रं स भाव्यते-प्रमादादिभावनया आत्मीक्रियते मीलनदोषानुभावेन संसर्गदोषानुभावेनेति પથાર્થઃ ૭રૂપો
નોંધ :
(૧) “પાર્થસ્થાદ્યારિતપ્રવામિાવિનામવિત:' પદમાં પ્રથમ “મારિ' પદથી અવસન્નાદિ મુસાધુઓનું અને સંસારી જીવોનું ગ્રહણ કરવાનું છે, અને દ્વિતીય ‘મા’ વદથી કષાયોનું ગ્રહણ કરવાનું છે.
(૨) “મનાિિનધનઃ” એટલે ગઢિપ્રારંભ, નિધન અંત; જેને પ્રારંભ અને અંત નથી તે અનાદિનિધન અર્થાત અનાદિ અનંત.
ટીકાર્ય :
નીવ....નક્ષો પહેલાં નિરૂપાયેલ શબ્દાર્થવાળો જીવ છે અર્થાત્ ગાથા ૪૭૯માં કહેવાયેલ પ્રમાદબદુલરૂપ શબ્દના અર્થવાળો જીવ છે. વળી તે=જીવ, અનાદિનિધન છે=અનાદિઅપર્યત છે; અને તિર્યંચ, નર, નારક અને અમરના ભવની અનુભૂતિના લક્ષણવાળા=અનુભવસ્વરૂપ એવા, સંસારમાં તેની ભાવનાઓથી ભાવિત છે=પાર્થસ્થાદિ વડે આચરાયેલ પ્રમાદાદિની ભાવનાઓથી ભાવિત છે.
તત ...થાર્થ અને તેથી તેની=પ્રમાદાદિની, ભાવનાઓથી ભાવિતપણું હોવાને કારણે તે=જીવ. મિલનદોષના અનુભાવ વડે સંસર્ગદોષના અનુભાવ વડે, શીધ્રભાવિત થાય છે–પ્રમાદાદિની ભાવનારૂપે આત્મીકરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જીવ શાશ્વત છે અને અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ ચાર ગતિને છોડીને અન્યત્ર ક્યાંય રહ્યો નથી; અને ચારેય ગતિમાં ભમતો જીવ પાર્થસ્થાદિ અને સંસારી જીવો જે પ્રમાદ અને કષાયો કરે છે, તેની ભાવનાઓથી ભાવિત થયેલો છે. તેથી સંસારથી ભય પામીને મોક્ષની પ્રાપ્તિ અર્થે સંયમ ગ્રહણ ર્યા પછી પણ જો સાધુ પાર્શ્વસ્થ આદિનો સંસર્ગ કરે, તો તે સંસર્ગના દોષથી સુસાધુ પણ પ્રમાદાદિની ભાવનાથી ભાવિત થાય છે. જેમ દારૂના વ્યસનીને દારૂનું દર્શન કે દારૂના નામનું સ્મરણ પણ દારૂ પીવાનો અભિલાષ પેદા કરે છે, તેથી દારૂનું વ્યસન છોડવા માટે તેણે જે રીતે દારૂના સંસર્ગથી દૂર રહેવું પડે, તો જ તે દારૂના વ્યસનનો ત્યાગ કરી શકે; તે રીતે પ્રમાદાદિનો ત્યાગ કરવા માટે પાર્થસ્થાદિ કુસાધુઓના સંસર્ગથી દૂર રહેવું પડે, તો જ અનાદિભવથી અભ્યસ્ત એવા પ્રમાદાદિનો ત્યાગ થઈ શકે. I૭૩પા
અવતરણિકા :
अथ भवतो दृष्टान्तमात्रेण परितोषः, ततो मद्विवक्षितार्थप्रतिपादकोऽपि दृष्टान्तोऽस्त्येव, शृणु - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે જીવદ્રવ્ય પ્રમાદાદિની ભાવનાથી ભાવિત હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org