________________
૧૬૮
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “સંસર્ગ' | ગાથા ૦૩૪-૦૩૫ વળી, ભાવુક દ્રવ્યોથી વિપરીત એવા વૈડૂર્યમણિ, કાચમણિ વગેરે દ્રવ્યો અભાવુક છે, માટે કાચની સાથે ઘણો સમય રાખવા છતાં વૈડૂર્યમણિ અભાવુક હોવાથી કાચભાવને પામતો નથી, પરંતુ ભાવુક દ્રવ્યો અન્ય દ્રવ્યના ભાવને આપાદન કરે છે, અને સુસાધુ પણ પ્રાય: ભાવુક છે, તેથી પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ભાવને પામે છે, અને શુદ્ધ ચારિત્રીના સંસર્ગથી વિશેષ પ્રકારના સંયમના ભાવને પામે છે.
આથી ગાથા ૭૩૨-૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે વૈડૂર્યમણિ અને વાંસ સંસર્ગથી જેમ અન્યના ભાવને પામતા નથી, તેમ સુસાધુ પણ પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ભાવને પામશે નહિ; એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અનુચિત છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. I૭૩૪ અવતરણિકા : __स्यान्मतिः-जीवोऽप्येवंभूत एव भविष्यति, न पार्श्वस्थादिसंसर्गेण तद्भावं यास्यतीति, एतच्च असद्, યતઃ - અવતરણિતાર્થ :
ગાથા ૭૩૨-૭૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સંસર્ગ પ્રમાણ નથી, માટે સુસાધુ પાર્થસ્થાદિ સાથે રહે તો કોઈ દોષ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૭૩૪માં સ્થાપન કર્યું કે દ્રવ્યો બે પ્રકારનાં છેઃ ભાવુક અને અભાવુક. તેમાં વેડૂર્યમણિ અભાવુક હોવાથી તેને સંસર્ગથી કોઈ અસર થતી નથી, તોપણ ભાવુક દ્રવ્યોને સંસર્ગની અસર થતી હોવાથી સુસાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનું વર્જન કરવું જોઈએ.
ત્યાં પૂર્વપક્ષીને મતિ થાય કે જીવ પણ આવા પ્રકારનો જ થશે વેડૂર્યમણિ જેવો અભાવુક જ થશે, અને પાર્થસ્થાદિના સંસર્ગથી તેના=પ્રમાદના, ભાવને પામશે નહિ. એથી કરીને પાર્થસ્થાદિ સાથે રહેવામાં સાધુને કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે –
અને આ અસદુ છે, જે કારણથી, અર્થાતુ પૂર્વપક્ષીએ કહ્યું એ અસદ્દ કેમ છે? તેનું કારણ પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
ગાથા :
जीवो अणाइनिहणो तब्भावणभाविओ अ संसारे ।
खिप्पं सो भाविज्जइ मेलणदोसाणुभावेण ॥७३५॥ અન્વયાર્થ :
નીવો મUIનિફો જીવ અનાદિનિધન છે, સંસારે અને સંસારમાં તબ્બાવUTAવિમો તેની= પાર્થસ્થાદિથી આચરિત એવી પ્રમાદાદિની, ભાવનાથી ભાવિત છે. (તેથી) તો તે જીવ, મેનોસાપુમાવેન મિલન દોષના અનુભાવ વડે વિખં=શીધ્ર માવિજ્ઞ$ભાવિત થાય છે. ગાથાર્થ :
જીવ અનાદિનિધન છે અને સંસારમાં પાર્થસ્થાદિથી આચરિત એવી પ્રમાદાદિની ભાવનાથી ભાવિત છે. તે કારણથી જીવ સંસર્ગ દોષના પ્રભાવ વડે જલદી ભાવિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org