________________
૧૫૮
વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૦૨૬-૦૨૦
ટીકાર્થ :
જે પ્રમાણે આ સાધુઓનો સ્વાધ્યાયનો ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ, વિશદ=મોટો, ગ્રાહક, સુસ્વરવાળો સ્વર મનને હરનારો છે, ગીતનો સ્વર કેવો હોય ? શોભનતર હોય, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ : - સ્ત્રીવાળી વસતિમાં સાધુ રહ્યા હોય ત્યારે, કોઈ સુંદર કંઠવાળા સાધુનો સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ ઉચ્ચારણવાળો હોય, મોટો હોય, અર્થને ગ્રહણ કરનાર હોય અર્થાત્ જે બોલતાં તેનો યથાર્થ અર્થ સરળતાથી ગ્રહણ થતો હોય, માલકોશ વગેરે રાગથી અનુરંજિત સુસ્વર હોય, તો આવા સુંદર સ્વરથી યુક્ત સ્વાધ્યાયનો અવાજ સાંભળીને કોઈ સ્ત્રીને વિચાર આવે કે આ સાધુના સ્વાધ્યાયનો સ્વર આટલો સુંદર છે, તો સંગીતનો સ્વર કેટલો સુંદર હશે ! આમ, સાધુ પ્રત્યે સ્ત્રીને રાગભાવ થવામાં સાધુ નિમિત્ત બને છે. આથી સાધુએ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવું જોઈએ નહિ. વિશેષાર્થ :
કોઈને પીડા કરવી, કોઈનો પ્રાણનાશ કરવો કે કોઈને કષાયનો ઉદ્રક કરાવવો, તે સર્વને શાસ્ત્રકારો હિંસા કહે છે. આથી સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેતા સાધુ કદાચ તત્ત્વથી ભાવિત હોય, તો તેમને સ્ત્રીને જોઈને કંઈ પરિણામ ન થાય, છતાં સાધુને જોઈને સ્ત્રીને રાગરૂપ કષાય ઉત્પન્ન થાય, તેમાં સાધુ નિમિત્તકારણ બનવાથી સાધુને હિંસાની પ્રાપ્તિ થાય છે. માટે અન્યના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત ન બને તદર્થે પોતાનાથી શક્ય પ્રયત્ન ન કરે તો, સાધુને કર્મબંધ થાય. II૭૨૬ll
અવતરણિકા :
ગાથા ૭૨૦થી સ્ત્રીવર્જિત વસતિનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો, હવે તેનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
एवं परोप्परं मोहणिज्जदुव्विजयकम्मदोसेणं ।
होइ दढं पडिबंधो तम्हा तं वज्जए ठाणं ॥७२७॥ અન્વયાર્થ :
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, મોળિmવિનયવમેવો દુઃખે કરીને જીતી શકાય એવા મોહનીયકર્મના દોષ વડે પોખ પરસ્પરને સ્ત્રીને અને સ્ત્રીસંસક્ત વસતિમાં રહેનાર સાધુને, વહેં-દઢ પડવંથો પ્રતિબંધ દોટ્ટ થાય છે, તહાં તે કારણથી તંત્રતે સ્ત્રી પ્રતિબદ્ધ, હાઈ સ્થાનને (સાધુ) વMU=વર્જ. ગાથાર્થ :
ગાથા ૦૨૨થી ૦૨૬માં વર્ણન કર્યું એ રીતે દુઃખે કરીને જીતી શકાય એવા મોહનીસકર્મના દોષ વડે સ્ત્રીને અને સ્ત્રીસંસક્ત વસતિમાં રહેનાર સાધુને દઢ પ્રતિબંધ થાય છે, તે કારણથી સ્ત્રી પ્રતિબદ્ધ સ્થાનને સાધુ છોડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org