________________
૧૩૦
વ્રતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યન' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૫ * “સંતારરિમોન"માં ‘મર' શબ્દથી પાટ-પાટલા, બાજોઠ વગેરેનો સંગ્રહ છે. * “કોપરુદ્ધમાવેfપ'માં ‘પિ'થી એ કહેવું છે કે ઓઘથી શુદ્ધપણું નહીં હોતે છતે તો વસતિનો ઉપભોગ ના થાય, પરંતુ ઓઘથી શુદ્ધપણું હોતે છતે પણ વસતિનો યથાકથંચિત્ ઉપભોગ ન થાય. * “વસત્યાતિધ્વપિ''માં મારિ પદથી સંસર્ગ, ભક્તાદિ શેષ વ્રતપાલનના ઉપાયોનો સંગ્રહ છે, અને 'પ' શબ્દથી : એ સમુચ્ચય કરવો છે કે આ રીતે ગુરુકુલવાસથી ગચ્છવાસને સ્વતંત્ર ગ્રહણ કરવામાં તો, સાલ્ય યોજ્યું, પરંતુ વસતિ આદિમાં પણ ગુરુકુલવાસથી વસતિ આદિને સ્વતંત્ર ગ્રહણ કરવામાં પણ, સાલ્ય યોજવું. ટીકાર્થ :
આ રીતે વસતિ આદિ દ્વારોમાં પણ સાફલ્ય યોજવું, આ પ્રકારે યોગ છે=મૂળગાથાના અંતે રહેલ સીપાર્લ્ડ - મૂળનાથના એજ પદ રહેલ નોટ્ટા સાથે યોજન છે.
હવે વસતિ દ્વારને પૃથ– ગ્રહણ કરવાનું સાફલ્ય સ્પષ્ટ કરે છે –
ઓઘથી શુદ્ધનો ભાવ હોતે છતે પણ સામાન્યથી શુદ્ધપણું હોતે છતે પણ, વસતિનું સાફલ્ય કેવી રીતે છે? એથી કહે છે– સદા સ્થવિર વડે અપાયેલ સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનું સાફલ્ય છે, પરંતુ યથાકથંચિ નહીં ગમે તે રીતે સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનું સાફલ્ય થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - ગુરુકુલવાસથી ગચ્છવાસ જુદો નહીં હોવા છતાં જુદો ગ્રહણ કરવાનું પ્રયોજન ગાથા ૭૦૩માં બતાવ્યું. એ રીતે ગુરુકુલવાસધારના ગ્રહણથી સુંદર વસતિ આદિ દ્વારોની પ્રાપ્તિ થઈ જાય છે, તોપણ જેમ ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ– ગ્રહણ કરવાનું પ્રયોજન વિશેષ છે, તેમ વસતિ આદિ દ્વારોને પણ પૃથગૂ ગ્રહણ કરવાનું પ્રયોજન વિશેષ છે, તે જોડી લેવું. એ પ્રકારનો ગ્રંથકારે અતિદેશ કર્યો હોવા છતાં વસતિ દ્વારમાં પૃથર્ ગ્રહણના પ્રયોજનને યોજીને જણાવતાં કહે છે –
સુગુરુની સાથે વસવાથી સામાન્ય રીતે શુદ્ધ વસતિની પ્રાપ્તિ થઈ જાય છે, તો પણ સાધુએ હંમેશાં ગીતાર્થે આપેલા સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનો ઉપભોગ કરવો જોઈએ, પરંતુ જે તે રીતે નહીં, એ સૂચન કરવા માટે વસતિદ્વારને ગુરુકુલવાસદ્ધારથી પૃથ ગ્રહણ કરેલ છે.
આશય એ છે કે કલ્યાણના અર્થી સાધુ ગુરુકુલવાસમાં રહેતા હોવાથી તેઓને શુદ્ધ વસતિની જ પ્રાપ્તિ થાય છે, કેમ કે ગીતાર્થ ગુરુ સંયમની વૃદ્ધિનું કારણ હોય તેવી જ નિર્દોષ વસતિનો સ્વીકાર કરે છે, તોપણ ગચ્છમાં રહેલા ગીતાર્થ કે ગણચિંતક સાધુઓ દરેક સાધુને તેની ભૂમિકા મુજબ ઉચિત સ્થાન આપે છે, જેથી ગ્લાન, વૃદ્ધ, શૈક્ષ વગેરે સાધુઓ પોતાની શારીરિક સ્થિતિ પ્રમાણે ઉચિત સ્થાનને પ્રાપ્ત કરીને સંયમની આરાધના કરી શકે અને તે શુદ્ધ વસતિ ગચ્છની ગુણવૃદ્ધિનું કારણ બને. છતાં જો સાધુ ગીતાર્થ દ્વારા અપાતી વસતિમાં સારુ સ્થાન લેવા પ્રયત્ન કરે અથવા ગીતાર્થે આપેલ વસતિ સંયમની આરાધનામાં ઉપયોગી થાય તે રીતે ન વાપરે; પરંતુ પ્રમાદથી વાપરે, તો તે વસતિનો ભોગ ગચ્છની ગુણવૃદ્ધિનું કારણ બને નહિ, ઊલટું પ્રમાદના પોષણનું અને સહવર્તી સાધુઓની આરાધનામાં અંતરાયનું કારણ બને છે.
આથી ગીતાર્થે આપેલ સ્થાનમાં રહીને, સંયમને અનુકૂળ ઉચિત ક્રિયાઓ કરવા દ્વારા કલ્યાણના અર્થી સાધુએ વસતિનો ઉપભોગ કરવો જોઈએ, પરંતુ જેમ તેમ ઉપભોગ કરવો જોઈએ નહીં, એ જણાવવા અર્થે ગુરુદ્વાર કરતાં વસતિદ્વારનું પૃથગુ ગ્રહણ કરેલ છે. I૭૦પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org