________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ગચ્છ' | ગાથા ૯૦
અન્વયાર્થ :
વિકેટલાકનું વિપયર-વિનયનું કરણ, યહિં રVાં અન્યોને કારણ=અન્ય સાધુઓ પાસે વિનયનું કરાવણ, મરૂપત્યં અતિ પ્રશસ્ત છે. અમેä આ રીતે જ=વિનયનું કરણ અને કરાવણ છે એ રીતે જ, નાસંતવૃત્તનો નાશ પામતા કુશલ યોગવિષયક સામવિસ્મારણ પણ દોડું થાય છે.
ગાથાર્થ :
કેટલાક સાધુઓ વિનય કરે, બીજા સાધુઓ પાસે વિનય કરાવે, એ અતિ પ્રશસ્ત છે. એ રીતે જ નાશ પામતા કુશલ યોગવિષયક મારણા પણ થાય છે. ટીકા :
केषाञ्चिद्विनयकरणं (?सु) चरितानाम्, अन्येषां कारणं विनयस्य शिक्षकाणाम्, अतिप्रशस्तमेतत्, तथा नश्यत्कुशलयोग इति एतद्विषयं स्मारणमपि भवति, एवमेव केषाञ्चिक्रियते केचित्कुर्वन्तीति गाथार्थः ॥६९७॥ * “મારીમપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગચ્છમાં વિનયનું કરણ-કરાવણ તો થાય છે, પરંતુ સ્મારણ પણ થાય છે.
ટીકાર્ય :
કેટલાકનું સુચરિતોના વિનયનું કરણ=કેટલાક સાધુઓનું સુંદર ચરિતવાળા સાધુઓના વિનયનું કરવું, અન્યોને શિક્ષકોને, વિનયનું કારણ, અર્થાત્ પોતાનાથી અન્ય એવા શૈક્ષો પાસે સુચરિતવાળા સાધુઓનો વિનય કરાવવો; એ પોતે વિનય કરવો અને અન્ય પાસે વિનય કરાવવો એ, અતિપ્રશસ્ત છે.
અને નાશ પામતા કુશલ યોગવિષયક=આના વિષયવાળું, સ્મારણ પણ થાય છે આ રીતે જ કેટલાકનું કરાય છે કેટલાક સાધુઓનું સ્મરણ કરાય છે, કેટલાક કરે છે કેટલાક સાધુઓ સ્મારણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગચ્છમાં રહેલા કેટલાક સાધુ ચારિત્રસંપન્ન સાધુઓનો વિનય કરે છે અને શૈક્ષો પાસે વિનય કરાવે છે, આ રીત વિનય કરવો અને બીજા પાસે કરાવવો, એ બંને અતિપ્રશસ્ત છે.
આશય એ છે કે પોતાનાથી અધિક ગુણવાન સાધુનો વિનય કરવાથી પોતાનામાં રહેલ ગુણો અધિકઅધિકતર વધે છે, અને નવદીક્ષિત સાધુઓ પાસે વિનય કરાવવામાં પોતે નિમિત્ત બનવાથી વિનય કરાવનારને તો નિર્જરા પ્રાપ્ત થાય છે, પરંતુ વિનયરૂપ ઉચિત ક્રિયા કરવાથી શૈક્ષોને પણ નિર્જરા પ્રાપ્ત થાય છે. પરંતુ “આ મારી ભક્તિ કરે,” એવા આશયથી કે બીજાની પાસે પોતાની વૈયાવચ્ચ કરાવવાના આશયથી, શૈક્ષાદિ પાસે વિનય કરાવે, તો સાધુને કર્મબંધ થાય છે; અને નિરપેક્ષ ભાવથી અન્યના ગુણની વૃદ્ધિ માટે શૈક્ષો પાસે વિનય કરાવે તો શૈક્ષોમાં પ્રગટતા વિનયગુણમાં પોતે નિમિત્ત કારણ બનવાથી પોતાને કર્મની નિર્જરા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org