________________
૧૧૮
વતસ્થાપનાવસ્તક “યથા પનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૬૯૬-૯૭
ગાથાર્થ :
ગુરનો પરિવાર એ ગચ્છ છે, ગચ્છમાં રહેતા સાધુઓને વિનય કરવાથી વિપુલ નિર્જરા થાય છે અને સ્મારણા આદિ દ્વારા દોષોની પ્રાપ્તિ થતી નથી. ટીકા :
गुरुपरिवारः साधुवर्गो गच्छः, तत्र वसतां गच्छे निर्जरा विपुला भवति, कुत इत्याह-विनयात्, तथा स्मारणादिभिः करणभूतैः न दोषप्रतिपत्तिर्भवतीति गाथार्थः ॥६९६॥ ટીકાર્ય :
ગુરુનો પરિવાર સાધુનો વર્ગ, ગચ્છ છે. ત્યાં=ગચ્છમાં, વસતા સાધુઓને વિપુલ નિર્જરા થાય છે. કયા કારણથી વિપુલ નિર્જરા થાય છે? એથી કહે છે – વિનયથી, તથા કરણભૂત=દોષનિવર્તનના સાધનરૂપ, એવા સ્મારણા આદિ દ્વારા દોષોની પ્રતિપત્તિ=પ્રાપ્તિ, થતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગુરુનો પરિવાર એ ગચ્છ છે અને ગચ્છમાં રહેવાથી ગુણસંપન્ન સાધુઓનો વિનય કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે કરવાથી ઘણી નિર્જરા થાય છે, કેમ કે ગુણવાન સાધુમાં રહેલા ગુણો પ્રત્યે બહુમાન થવાથી વિનયની ઉચિત પ્રવૃત્તિઓ થાય છે, અને તે વિનયને કારણે તે તે ગુણો પ્રગટવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે, જેથી વિશેષ-વિશેષતર ગુણસંપત્તિ પ્રગટે છે.
વળી, ગચ્છમાં રહેવાથી ક્યારેક પ્રમાદવશ ઉચિત પ્રવૃત્તિઓનું વિસ્મરણ થયું હોય તો અન્ય સાધુઓ સ્મરણ કરાવે છે, પ્રમાદથી થતી વિપરીત પ્રવૃત્તિઓનું વારણ કરે છે અને ઉચિત્ત પ્રવૃત્તિમાં ચોદન કરે છે, અર્થાત્ ઉચિત પ્રવૃત્તિઓ કરવા પ્રેરણા કરે છે. આ રીતે કરણભૂત એવી મારણા વગરેથી શિષ્યમાં દોષોની પ્રાપ્તિ થતી નથી. ૬૯૬ll
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ગચ્છમાં રહેવાથી વિનયની પ્રતિપત્તિ અને સ્મારણાદિને કારણે દોષોની અપ્રતિપત્તિ થાય છે. એને જ બે ગાથામાં કહે છે –
ગાથા :
केसिंचि विणयकरणं अन्नेसिं कारणं अइपसत्थं । मासंतकुसलजोए सारपपवि होइ एपेव ५६९७४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org