________________
૧૦૦ .
વતસ્થાપનાવસ્તુફ| યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૦-૬૮૮ દોષો થાય છે. રૂકમિડવળી ઇતરમાં ભગવાનની આજ્ઞાના આરાધનમાં, નિયોરો-નિયોગથી=નક્કી, ગુનો ગુણ થાય છે. ગાથાર્થ :
જે કારણથી ગુરુ વગેરેમાં ચત્ન કરવો જોઈએ, એ ભગવાનની આજ્ઞા છે, એથી જિનાજ્ઞાના ભંગમાં ખરેખર દોષો થાય છે, વળી જિનાજ્ઞાના પાલનમાં નિયમથી ગુણ થાય છે. ટીકા :
गुर्वादिषु यतितव्यं शोभनेषु एषा आज्ञेति भगवतो येन हेतुना तद्भङ्गे खलु दोषा: अशोभनसेवनया, इतरस्मिन्नाराधने गुणो नियोगेन-अवश्यन्तयेति गाथार्थः ॥६८७॥
ટીકાર્ય :
જે હેતુથી=જે કારણથી, શોભન ગુરુ આદિમાં યત્ન કરવો જોઈએ એ ભગવાનની આજ્ઞા છે, એથી અશોભનની અશોભન ગુરુ આદિની, સેવનાથી તેના ભંગમાં ભગવાનની આજ્ઞાના વિરાધનમાં, ખરેખર દોષો થાય છે. ઈતરમાં-આરાધનમાં ભગવાનની આજ્ઞાના આરાધનમાં, નિયોગથી=અવશ્યપણાથી, ગુણ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સંસારથી વિરક્ત થયેલા યોગ્ય શિષ્ય સુંદર ગુરુ વગેરે ૧૧ સ્થાનોનો આશ્રય કરવો જોઈએ”, એ પ્રકારની ભગવાનની આજ્ઞા હોવાથી, જે આરાધક પણ સાધુ સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરતા નથી અને અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરે છે, તે આરાધક પણ સાધુ જિનાજ્ઞાનો ભંગ કરતા હોવાથી દોષોને જ પ્રાપ્ત કરે છે; અને જે સાધુ સુંદર ગુરુ આદિમાં યત્ન કરે છે, તે સાધુ જિનાજ્ઞાનું પાલન કરતા હોવાથી નિયમથી લાભ પ્રાપ્ત કરે છે.
આથી જ અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરનાર આરાધક પણ શિષ્યનું જિનાજ્ઞાની વિરાધના થવાથી ભાવવિત્ત ક્ષય પામે છે, અને સુંદર ગુરુ આદિમાં યત્ન કરનાર આરાધક શિષ્યનું જિનાજ્ઞાની આરાધના થવાથી ભાવવિત્ત અવશ્ય વૃદ્ધિ પામે છે. માટે દૃષ્ટાંતમાં અનેકાંત હોવા છતાં અર્થાત્ પૂર્વે દાંત આપેલ તેમાં ક્યારેક પુણ્યશાળી જીવને ૧૧ વિપરીત કારણો સેવ્યાં હોય તોપણ અનર્થ નથી થતો અને ક્યારેક પુણ્યરહિત જીવને ૧૧ સમ્યમ્ કારણો સેવ્યાં હોય તોપણ અનર્થ થાય છે તે રૂપ અનેકાંત હોવા છતાં, દાન્તિકમાં અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરનારને એકાંતે ભાવવિત્તના નાશની પ્રાપ્તિ થાય છે, તે રૂપ એકાંત છે. એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું પૂર્વગાથા સાથે યોજન છે. I૬૮૭
અવતરણિકા :
निगमयन्नाह -
અવતરણિતાર્થ :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયો બતાવ્યા. ત્યારબાદ ગાથા ૬૭૯થી ૬૮૭ સુધી વ્રતપાલનના ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org