________________
૧૦૬
વ્રત સ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વારગાથા ૧૮૬-૬૮૦ નિયમ નથી; પરંતુ ભાગ્ય અતિઅનુકૂળ હોય તો અશોભન કારણોનો આશ્રય કરનારનું પણ વિત્ત વૃદ્ધિ પામે છે, અને ભાગ્ય અતિપ્રતિકૂળ હોય તો શોભન કારણોનો આશ્રય કરનારનું પણ વિત્ત ક્ષય પામે છે. આથી દ્રવ્યવિત્તના ચય-અપચયમાં વિકલ્પ પણ છે.
જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રે તેવો વિકલ્પ નથી; કેમ કે વિધિપૂર્વક આરાધના કરવામાં તત્પર સુશિષ્ય સુંદર ગુરુ, ગચ્છ વગેરેનું આશ્રયણ કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થવાને કારણે અવશ્ય તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર વૃદ્ધિ પામે છે, અને વિધિપૂર્વક આરાધના કરવામાં તત્પર પણ સુશિષ્ય અસુંદર ગુરુ, ગચ્છ વગેરેનું આશ્રમણ કરે તો ભગવાનની આજ્ઞાનું વિરાધન થવાને કારણે અવશ્ય તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર નાશ પણ પામે છે.
આને જ સ્પષ્ટ કરે છે, અર્થાત્ આનાથી એ ફલિત થાય કે દૃષ્ટાંતમાં અનેકાંત છેઃવિકલ્પ પણ છે, અને દાન્તિકમાં એકાંત છે અવિકલ્પ જ છે. આશય એ છે કે સુંદર સ્વામી વગેરેનો આશ્રય કરનાર વ્યક્તિ બહુલતાએ ધનની વૃદ્ધિ કરી શકે છે, તોપણ ભાગ્ય અતિવિપરીત હોય તો તે સુંદર સ્વામી આદિમાં યત્ન કરતા પણ વ્યક્તિના ધનનો નાશ થાય; અને અસુંદર સ્વામી વગેરેનો આશ્રય કરનાર વ્યક્તિ બહુલતાએ ધનનો નાશ કરે છે, તોપણ પુણ્ય અતિપ્રબળ સહકારી હોય તો તે અસુંદર સ્વામી આદિમાં યત્ન કરતા પણ વ્યક્તિના ધનની વૃદ્ધિ થાય છે. તેથી દષ્ટાંતમાં વિકલ્પ પણ છે.
જયારે વિધિપૂર્વક આરાધનામાં તત્પર સુશિષ્ય, સુંદર ગુરુ વગેરે ૧૧ ઉપાયોનું આશ્રયણ કરે તો તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર અવશ્ય વૃદ્ધિ પામે છે, અને અસુંદર ગુરુ, વગેરે ૧૧ ઉપાયોનું આશ્રયણ કરે તો તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર અવશ્ય નાશ પામે છે. તેથી દાન્તિકમાં વિકલ્પ નથી જ. માટે અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે દષ્ટાંતના રાષ્ટ્રન્સિક સાથે યોજનમાં અનેકાંતરૂપ આટલો અપવાદ છે અર્થાત્ દૃષ્ટાંત અને દાણંન્તિક ભાવનો સર્વથા એકાંત નથી, પરંતુ કંઈક ભેદ છે, એ રૂપ અનેકાંતસ્વરૂપ અપવાદ છે. ૬૮૬ll અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અશોભન ગુરુ આદિમાં યત્ન કરવાથી જ્ઞાની વિરાધના થવાને કારણે ભાવવિત્તનો ક્ષય થાય છે, અને શોભન ગુરુ આદિમાં યત્ન કરવાથી આજ્ઞાની આરાધના થવાને કારણે ભાવવિત્તની વૃદ્ધિ થાય છે. એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
गुरुमाइसु जइअव्वं एसा आण त्ति भगवओ जेणं ।
तब्भंगे खलु दोसा इअरंमि गुणो उ नियोगेण ॥६८७॥ અન્વયાર્થ :
ને જે કારણથી ગુરુમઝુમુ-ગુરુ આદિમાં નફ૩āયત્ન કરવો જોઈએ, પુસા માવો મUT=એ ભગવાનની આજ્ઞા છે,ત્તિ એથી તમે તેના ભંગમાં=ભગવાનની આજ્ઞાના વિરોધનમાં, રોસ વૃનુ ખરેખર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org