________________
૧૦૪
વતસ્થાપનાવસ્તકI'યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫, ૮૬ નાનો પણ અતિચાર મહા અનર્થનું કારણ બને છે, તેથી મારે મન-વચન-કાયાના યોગો લેશ પણ વ્રતથી વિરુદ્ધ પ્રવર્તાવવા નથી, જેથી હું શીધ્ર સંસારથી પાર પામી શકું;” આવા સુવિચારોથી અપ્રમત્તતાની વૃદ્ધિ થવાથી સાધુનો નિર્લેપદશારૂપ સંયમનો પરિણામ ઉત્તરોત્તર પ્રકર્ષને પામે છે.
(૯) જે પ્રકારે ઘર, ધન, દેહ વગેરેનો વિનાશ કરે તેવા કામ, ક્રોધાદિના અનુચિત અધ્યવસાયો નહીં કરનાર સગૃહસ્થના ઐશ્વર્યાદિનું રક્ષણ થાય છે, તે જ પ્રકારે સાધુએ આત્માને ભાવિત કરવા માટે સદા યત્ન કરવો જોઈએ; અને જીવના અનાદિભવઅભ્યસ્ત પ્રમાદના સ્વભાવથી પોતાને જે જે પ્રકારના રાગાદિ ભાવો થતા હોય તે તે રાગાદિ ભાવોની વિરુદ્ધ ભાવનાઓ સૂત્રોનુસાર કરવી જોઈએ, જેથી અનાદિકાળના પ્રમાદના સંસ્કારો નાશ પામવાથી નિરાકુળપણે સંયમવૃદ્ધિ માટે યત્ન થઈ શકે.
(૧૦) જે રીતે યોગ્ય સ્થાનોમાં જ ગમનાગમન કરનાર વ્યક્તિના ધનનો લૂંટારાદિથી નાશ થતો નથી, તે રીતે સાધુએ સર્વત્ર અપ્રતિબદ્ધ માનસને જીવંત રાખવા માટે શાસ્ત્રાનુસાર નવકલ્પી વિહાર કરવો જોઈએ, જેથી સંયમને અનુપકારી એવા દીર્ધ વિહારથી સૂત્રપોરિસી-અર્થપોરિસી કે શાસ્ત્રાભ્યાસનો નાશ ન થાય, તેમ જ નિરર્થક અતિગમનને કારણે હિંસાનો પ્રસંગ પણ ન આવે અને એક સ્થાને રહીને ક્ષેત્રનો અને તે ક્ષેત્રમાં રહેતા લોકોનો પણ પ્રતિબંધ ન થાય.
(૧૧) જે પ્રમાણે દેશ-કાળને વિરુદ્ધ કથા નહીં કરનાર ઐશ્વર્યવાનનું ઐશ્વર્ય રાજાદિનો ઉપદ્રવ નહીં થવાથી સુરક્ષિત રહે છે, તે પ્રમાણે સાધુએ સંયમની વૃદ્ધિ માટે પૂર્વના અપ્રમત્ત મુનિઓની કથા સાંભળવી જોઈએ અને વિચારવું જોઈએ કે “પૂર્વે દશાર્ણભદ્ર-સ્થૂલભદ્ર વગેરે મહામુનિઓ થઈ ગયા, જેઓએ પોતે ગ્રહણ કરેલ વ્રતોને અપ્રમાદભાવે વહન કરીને પોતાનું જીવન સફળ કર્યું, અને હું પણ તે જ કુળમાં છું, તેથી ઉત્તમ કુળને અનુરૂપ અપ્રમાદભાવમાં મારે પણ યત્ન કરવો જોઈએ.” આમ, યતિકથામાં યત્ન કરવાથી ઉત્તમ પુરુષોને અનુરૂપ પોતાનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેથી સંયમયોગોમાં સુદઢ યત્ન કરી શકવાથી પોતે લીધેલ સંયમ ક્રમસર વૃદ્ધિ પામે છે. ૬૭૯થી ૬૮પા.
અવતરણિકા :
एवमेवेत्युक्तं, तदपवादमाह -
અવતરણિતાર્થ :
ગાથા ૬૮૪માં અવમેવ' એ પ્રમાણે કહેવાયું તેમાં અપવાદને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૬૭૯થી ૬૮૩ સુધીમાં ૧૧ કારણો બતાવવા દ્વારા સ્થાપન કર્યું કે અશોભન ૧૧ હેતુઓથી વિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ હેતુઓથી વિત્ત વૃદ્ધિ પામે છે. તે રૂપ દષ્ટાંતનું દાન્તિકમાં યોજના કરતાં ગ્રંથકારે ગાથા ૬૮૪માં કહ્યું કે “આ રીતે જ ભાવવિત્તરૂપ ચારિત્ર પણ જાણવું'. હવે એ કથનમાં અપવાદને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org