________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫
૧૦૩
(૮) સુવિચાર (૯) શુભ અધ્યવસાન (૧૦) યોગ્ય સ્થાનમાં વિહાર (૧૧) અવિરુદ્ધ કથા
શોભન વિચાર શોભન ભાવના નવકલ્પી વિહાર શોભન યતિકથા
ભાવાર્થ :
(૧) જે રીતે સુસ્વામીના સાંનિધ્યમાં રહેતા વિત્તપતિના વિત્તનું લૂંટારા આદિથી રક્ષણ થાય છે, તે રીતે સાધુએ સંયમ ગ્રહણ કરીને ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવું જોઈએ, જેથી ગુરુનું સમ્ય અનુશાસન મળવાથી સાધુના સંયમનું રક્ષણ અને વૃદ્ધિ થાય.
(૨) જેમ સારા લોકોની મધ્યમાં રહેતા ધનવાનનું ધન રક્ષિત રહે છે, તેમ સાધુએ સુગચ્છમાં રહેવું જોઈએ, જેથી સમ્ય સારણા-વારણાદિ થવાથી પોતાના પ્રમાદનું વર્જન થાય અને અન્ય સાધુઓને પણ સારણાદિ કરીને પોતે અન્યની સંયમવૃદ્ધિનું કારણ બને. આમ, સુગચ્છમાં રહેવાથી ફળરૂપે ભાવચારિત્રની વૃદ્ધિ થાય છે.
(૩) જે રીતે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ સારાં લક્ષણોથી યુક્ત ઘરમાં રહેવાથી અર્થવાનનો અર્થ વૃદ્ધિ પામે છે, તે રીતે સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે આધાકર્માદિ દોષોથી રહિત એવી શોભન અને સ્ત્રી આદિના સંસર્ગથી રહિત વસતિમાં રહેવું જોઈએ, જેથી આરંભદોષનો પરિહાર થવાથી અને બ્રહ્મચર્યનું સમ્યગ્ધાલન થવાથી નિરાકુળ રીતે સંયમમાં યત્ન થઈ શકે.
(૪) જેવી રીતે સજ્જન માણસોની સંગતિથી ધનવાનનું ધન નાશ પામતું નથી, તેવી રીતે સાધુએ પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, અને અપ્રમત્ત સાધુ સાથે સંગ કરવો જોઈએ જેથી પોતાનામાં અપ્રમાદની વૃદ્ધિ થાય.
(૫) જેમ શરીરનું પોષણ કરે તેટલો જ ઉચિત આહાર કરનાર વ્યક્તિની દેહરૂપ સંપત્તિ સ્વસ્થ રહે છે, તેમ સાધુએ સંયમના દેહનું પાલન થાય તેટલો જ અને નિર્દોષ આહાર વાપરવો જોઈએ, જેથી નિર્લેપ ભાવ જીવંત રહે અને વૃદ્ધિ પામે.
(૬) જે રીતે શરીરરક્ષાના કારણભૂત વસ્ત્રાદિ ધારણ કરનારના શરીરનું રક્ષણ થાય છે, તે રીતે સાધુએ સંયમને ઉપખંભક હોય તેવાં જ, નિર્દોષ અને તેટલાં જ ઉપકરણો ધારણ કરવાં જોઈએ, જેથી અપરિગ્રહવ્રતનું રક્ષણ થાય અને સર્વત્ર નિર્મમભાવરૂપ સંયમ વૃદ્ધિ પામે.
(૭) જેવી રીતે અજીર્ણમાં આહારનો ત્યાગ કરનાર અને સુધા પ્રમાણે જ ઉચિત આહાર કરનાર વિવેકીનો દેહ પુષ્ટ બને છે, તેવી રીતે સાધુએ શક્તિને ગોપવ્યા વગર, અન્ય યોગોનો નાશ ન થાય તે રીતે તપમાં યત્ન કરવો જોઈએ, જેથી દેહની પુષ્ટિ કરવારૂપ મમત્વ ઘટે અને અણાહારી ભાવનો પરિણામ જીવંત રહેવાથી સાધુનો સંયમરૂપી દેહ પુષ્ટ બને.
(૮) જે પ્રમાણે રાજા, મંત્રી વગેરેને અનુકૂળ વર્તવાનો વિચાર કરનાર શ્રેષ્ઠી સુરાજયમાં સુરક્ષિત રીતે રહી શકે છે, તે પ્રમાણે સંયમ ગ્રહણ કરીને સાધુએ સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ કે “ગ્રહણ કરેલ વ્રતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org