________________
વ્રતસ્થાપનાવસ્તુક/‘ાથા રાતિવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “દિશા” ગાથા ૬૦૨-૬૦૩ र्ज्ञानादिभिस्तस्य गच्छस्य च, अपसरणे पृष्ठतः सो वाऽन्यो वा ज्ञानादिभिः क्षीयत इति गाथार्थः ॥६७२॥ * “જ્ઞાનાયિ:'માં મારિ પદથી તપ અને સંયમનું ગ્રહણ છે. ટીકાર્થ:
કંઈક નમેલા છતા, વિરતિના પરિણામને કારણે સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો ભમે છે–પ્રદક્ષિણા ફરે છે. પોતાનાથી જ અભિસરણમાં, તેનીeતે શેક્ષની, અને ગચ્છની જ્ઞાનાદિ વડે વૃદ્ધિ થાય; પાછળથી અપસરણમાં તે અથવા અન્ય જ્ઞાનાદિ વડે ક્ષય પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કર્યા પછી શૈક્ષ વંદનપૂર્વક કાયોત્સર્ગ કરે, ત્યાર પછી કંઈક નમેલા શરીરવાળા, વિરતિના પરિણામને કારણે સુવિશુદ્ધ ભાવથી યુક્ત એવા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે.
આ કથનથી એ ઘોતિત થાય છે કે વ્રતો ઉચ્ચરાવતી વખતે સામાયિકના પરિણામથી અતિરિક્ત એવો વ્રતોના પરિણામરૂપ વિરતિનો પરિણામ શૈક્ષોમાં પ્રગટે છે, તે વ્રતોના પરિણામને કારણે શુદ્ધ ભાવનાથી યુક્ત એવા કંઈક નમેલા ગાત્રવાળા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે, અને તે વખતે શૈક્ષો જો સ્વાભાવિક જ પાછા પગલે ન જતાં સન્મુખ પગલે જતા હોય, તો તે શૈક્ષની અને તેના ગચ્છની જ્ઞાનાદિથી વૃદ્ધિ થશે, તેવો નિર્ણય થાય; અને જો શૈક્ષો કંઈક અલનાપૂર્વક પરાઠુખ પગલે ચાલતા હોય, તો તેના અથવા તેના ગચ્છના કોઈક સાધુના જ્ઞાનાદિ ક્ષય પામશે, તેવો નિર્ણય થાય; અને આ પ્રકારની પરીક્ષા તેવા પ્રકારના નિમિત્તના યોગથી થાય છે. ૬૭૨ા
અવતરણિકા :
ગાથા ૬૬૭માં સંક્ષેપથી કહ્યું હતું કે સાધુની બે પ્રકારની અને સાધ્વીની ત્રણ પ્રકારની દિશા હોય છે. તેથી હવે તે દિશા બતાવે છે –
ગાથા :
दुविहा साहूण दिसा तिविहा पुण साहुणीण विण्णेआ ।
होइ ससत्तीए तवो आयंबिलनिव्विगाईआ ॥६७३॥ અન્વયાર્થ:
સાદૂT સાધુઓને સુવિહા=બે પ્રકારની સાદુઇ પુ િવળી સાધ્વીઓને તિવિહાં ત્રણ પ્રકારની હિસી દિશા વિનેગા-જાણવી. (ત્યારપછી) સતી સ્વશક્તિથી સાવિત્નનિત્રિરંગ આંબિલ, નિવી આદિ તવો તપ દોડું હોય છે. ગાથાર્થ :
સાધુઓને બે પ્રકારની દિશા, વળી સાધ્વીઓને ત્રણ પ્રકારની દિશા જાણવી. ત્યાર પછી સ્વશક્તિથી આંબિલ, નિવી આદિ તપ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org