________________
૮૮
વતસ્થાપનાવસ્તક “યથા વતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “નિવેદન’-“આશીર્વચન’ | ગાથા ૬૦૧-૦૨
ભાવાર્થ :
શિષ્યની વાતોમાં ઉપસ્થાપના કરતી વખતે પ્રથમ ગુરુ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે છે, ત્યારપછી શિષ્યને ત્રણ વાર વ્રતો આપે છે, અને ત્યારબાદ કરવાની વિધિ પ્રવજ્યાદાન વખતે જે પ્રકારે કરવામાં આવે છે, તે પ્રકારે જ અહીં જાણવી. છતાં તેમાંથી અહીં કંઈક વિશેષ વિધિ બતાવે છે –
ગુરુએ કાયોત્સર્ગ કર્યા પછી શિષ્ય નવકારપૂર્વક પ્રદક્ષિણા આપે અને વ્રતસ્થાપના પછી કહેવાના અવસર પ્રમાણે ગુરુને નિવેદન કરે કે “તમે મારામાં મહાવ્રતોનું આરોપણ કર્યું, હું અનુશાસનને ઇચ્છું છું.” આ રીતે નિવેદન કરવા દ્વારા શિષ્ય ગુણવાન ગુરુના પારતંત્રને સ્વીકારે છે. ગુરુ પણ તેને આશીર્વચન આપે કે “તું ઘણા ગુણો વડે વૃદ્ધિ પામ.”
જોકે આ વિધિ પ્રવ્રયાદાન વખતે બતાવેલી વિધિમાં અંતર્ભાવ પામે છે, છતાં અહીં ફરી બતાવવાનો આશય એ છે કે પ્રવજ્યાદાન કરતી વખતે શિષ્યની પરીક્ષા કરવાની નથી, જયારે વ્રતસ્થાપના કરતી વખતે પ્રદક્ષિણા આપતા શૈક્ષની પરીક્ષા કરવાની છે. માટે પ્રવ્રજ્યાદાનની વિધિ અંતર્ગત જ વ્રતસ્થાપનાની આ પ્રદક્ષિણા વગેરેની વિધિ છે, તોપણ ગ્રંથકારે તેનો ફરી ઉલ્લેખ કરેલ છે, અને આ અન્ય પરીક્ષા આગળની ગાથામાં સ્વયં ગ્રંથકાર દર્શાવશે. N૬૭૧
અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે પ્રદક્ષિણાપૂર્વક નિવેદન કરતી વખતે શૈક્ષોની અન્ય પરીક્ષા થાય છે. તેથી હવે તે અન્ય પરીક્ષા દર્શાવે છે –
ગાથા :
ईसिं अवणयगत्ता भमंति सुविसुद्धभावणाजुत्ता ।
अहिसरणम्मि अ वुड्डी ओसरणे सो व अन्नो वा ॥६७२॥ અન્વયાર્થ:
-ઈષદ્ કવાયત્તા=અવનત ગાત્રવાળા, સુવિશુદ્ધમાવUTગુત્તા સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો મતિ ભમે છે–પ્રદક્ષિણા આપે છે. દિ૨મિકઅભિસરણમાં=સ્વયં આગળ જવામાં, (તેની અને ગચ્છની જ્ઞાનાદિ વડે) પુટ્ટી વૃદ્ધિ થાય, મોરને મેં અને અપસરણમાં=પાછળ ખસવામાં, સો ૩ મત્રો, વાતે અથવા અન્ય (જ્ઞાનાદિ વડે ક્ષય પામે.)
ગાથાર્થ :
કંઈક નમેલા શરીરવાળા, સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે. સ્વયં આગળ જવામાં તેની અને ગચ્છની જ્ઞાનાદિ વડે વૃદ્ધિ થાય, પાછળ ખસવામાં તે અથવા અન્ય જ્ઞાનાદિ વડે ક્ષય પામે.
ટીકા :
ईषदवनताः सन्तो भ्रमन्ति सुविशुद्धभावनायुक्ताः विरतिपरिणामेन, अभिसरणे स्वत एव वृद्धि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org