________________
૧૮
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ” દ્વાર/ ગાથા ૪૧૨-૧૩
ટીકાર્થ:
તિર્યંચો દપ્ત-અપ્ત હોય છે. દેખ એટલે દર્પિત=મદવાળા, વળી અદેખ એટલે ઇતર=મદ વગરના. અન્ય આચાર્યો દુષ્ટ-ઇતર=દેખ એટલે દુષ્ટ, અને અદેખ એટલે અદુષ્ટ, એમ કહે છે. અને આ=દેખ-અપ્તિ તિર્યંચો જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ હોય છે. એડક, ભૂંડ વગેરે જઘન્ય તિર્યંચો છે; હાથી, બળદ વગેરે ઉત્કૃષ્ટ તિર્યંચો છે; અને ઊંટ વગેરે મધ્યમ તિર્યો છે. આ રીતે જsઉપરમાં દપ્ત-અદેખ, જઘન્યાદિ ભેદોવાળા પુરુષતિર્યંચો બતાવ્યા એ રીતે જ, તિર્યંચના સંબંધવાળા સ્ત્રી અને નપુંસક જાણવા, ફક્ત તિર્યંચ સંબંધી સ્ત્રી અને નપુંસક જુગુપ્સિત અને અજુગુપ્સિત હોય છે. તેમાં એલક, ખર આદિરૂપ સ્ત્રી-નપુંસક જુગુણિત છે અર્થાત્ એલકસ્ત્રી-એલકનપુંસક અને ખરસ્ત્રી-ખરનપુંસક આદિ જુગુણિત તિર્યંચો છે, અને ગાય આદિરૂપ સ્ત્રી-નપુંસક અજુગુણિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે ભૂમિમાં તિર્યંચો ફરતાં હોય, તે ભૂમિ તિર્યંચ આપાતવાળી કહેવાય. તેમાંથી જે પશુઓ ઉન્મત્ત થઈને જેમ તેમ દોડાદોડ કરનારાં હોય, તેઓ દપ્તતિર્યંચ કહેવાય. અને જે પશુઓ પોતાના આહારાદિ માટે સહજ રીતે ફરતાં હોય પરંતુ મદોન્મત્ત ન હોય તેવાં પશુઓ અપ્તતિર્યંચ કહેવાય. અને બંનેના આપાતવાળી ભૂમિ દપ્તતિચારપક્ષપાતવાળી અને અદેખતિર્યંચપરપક્ષપાતવાળી કહેવાય.
આ બંને પ્રકારનાં પશુના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. તેમાંથી જે ભૂમિમાં હાથી, બળદ વગેરે ફરતાં હોય, તે ઉત્કૃષ્ટતિર્યંચપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય, જે ભૂમિમાં બકરાં, ભૂંડ વગેરે ફરતાં હોય તે જઘન્યતિર્યચપરપક્ષપાતવાળી ભૂમિ કહેવાય, જે ભૂમિમાં ઊંટ વગેરે પશુ ફરતાં હોય તે મધ્યમતિર્યંચપરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય.
આ પ્રકારે વિભાગ કરવાનું પ્રયોજન એ છે કે ઉત્કૃષ્ટ પશુવાળી ભૂમિમાં મળત્યાગ કરવા માટે જવાથી આત્મોપઘાતાદિનો સંભવ રહે. માટે કઈ ભૂમિમાં જવું અને કઈ ભૂમિનું વર્જન કરવું, તે સર્વનો વિચાર કરવા માટે આ ભેદોનું વર્ણન છે.
એ રીતે સ્ત્રીતિર્યંચ અને નપુંસકતિર્યંચના અવર-જવરવાળી ભૂમિ હોય અથવા જુગુણિત એવા ગધેડા વગેરેના અવર-જવરવાળી ભૂમિ હોય કે અજુગુપ્સિત એવા ગાય વગેરેના અવર-જવરવાળી ભૂમિ હોય, તો તે સર્વનો ઉચિત વિચાર કરીને સાધુએ શુદ્ધભૂમિમાં મળત્યાગ કરવા માટે જવું જોઈએ. ll૪૧રા અવતરણિકા:
इत्थं स्थण्डिलमभिधाय गमनविधिमाह -
અવતરણિતાર્થ :
ગાથા ૪૦૬ માં ચંડિલના મૂળભેદરૂપ અનાપાત-અસંલોકાદિને આશ્રયીને ચતુર્ભગી બતાવી. ત્યારપછી આપાતવાળા ઈંડિલના સ્વપક્ષ-પરપક્ષને આશ્રયીને ભેદો બતાવ્યા. એ રીતે સ્પંડિલને કહીને હવે તે સ્પંડિલને વિષે ગમનની વિધિને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org