________________
=પરિશિષ્ટ
પ્રસ્તુત ભાગમાં ગાથા ૩૯૯-૪૦૦માં સાધુને મળ-મૂત્રાદિ પરઠવવા યોગ્ય શુદ્ધ ભૂમિનાં ૧૦ વિશેષણો બતાવેલ છે, અને તે ૧૦ વિશેષણોને આશ્રયીને ૧૦૨૪ ભાંગા બનાવવાની ગાથા ૪૦૧થી ૪૦૫માં ત્રણ પદ્ધતિ બતાવી છે; પરંતુ તે પદ્ધતિ પ્રમાણે પણ ૧૦૨૪ ભાંગાને પૃથરૂપે રચવા કંઈક દુષ્કર છે. તેથી તે સર્વ ભાંગાઓનો જિજ્ઞાસુને સ્પષ્ટ બોધ થાય તે માટે અહીં શુદ્ધ ૧૦ વિશેષણો સાથે તેના વિરોધી એવા અશુદ્ધ ૧૦ વિશેષણોનો સંયોગ કરવા દ્વારા ૧૦૨૪ ભાંગાઓનો વિસ્તાર કરીને બતાવેલ છે.
તેમાં એક સંયોગી ભાંગા, બે સંયોગી ભાંગા એમ ક્રમસર દશેય અશુદ્ધ વિશેષણોના પરસ્પર સંયોગો કરવામાં આવે તો દશેય સંયોગોના અનુક્રમે ૧૦, ૪૫, ૧૨૦, ૨૧૦, ૨૫૨, ૨૧૦, ૧૨૦, ૪૫, ૧૦, ૧: આ પ્રમાણે ભાંગા થાય છે, અને તે ભાંગાની કુલ સંખ્યા ગણવામાં આવે તો કુલ ૧૦૨૩ ભાંગા થાય છે, જે ભાંગા અશુદ્ધ છે. તેથી તે ૧૦૨૩ ભાંગાવાળા સ્પંડિલમાં સાધુને ઉત્સર્ગથી મળાદિ વોસિરાવાનો નિષેધ છે અને તે ૧૦૨૩ ભાંગામાં શુદ્ધ ૧ ભાંગો મેળવતાં ૧૦૨૪ ભાંગા થાય છે, અને શુદ્ધ એવા તે ૧૦૨૪મા શુદ્ધ ભાંગાવાળા સ્પંડિલમાં જ સાધુને ઉત્સર્ગથી મળાદિ વોસિરાવાની વિધિ છે. તેથી તે ૧૦૨૩ અશુદ્ધ ભાંગા કયા છે? અને ૧૦૨૪માં શુદ્ધ ભાંગો કયો છે? તેનું વિશદ જ્ઞાન કરાવવા માટે પ્રસ્તુત અધિકારમાં ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ દર્શાવેલ છે. - ત્યાં ૧૦૨૨ ભાંગા એક, બે વગેરે અશુદ્ધ વિશેષણોવાળા હોવાથી ઓછા-વધતા અંશે અશુદ્ધ છે, પરંતુ ત્યારપછી બતાવેલ ૧૦૨૩મો ૧૦ સંયોગી ૧ ભાંગો સંપૂર્ણ અશુદ્ધ છે, અને અંતે બતાવેલ ૧૦૨૪મો ભાંગો એક પણ અશુદ્ધ વિશેષણ વગરનો હોવાથી સંપૂર્ણ શુદ્ધ છે. તે ૧૦૨૪ ભાંગાનું સ્વરૂપ જણાવ્યું છે તેમાં મૂકેલા સંક્ષિપ્ત શબ્દોનું પૂર્ણ સ્વરૂપ આ પ્રમાણે જાણવું શુદ્ધ સ્પંડિલનાં વિશેષણો
અશુદ્ધ ડિલનાં વિશેષણો ૧. અના. અસં. = અનાપાત-અસંલોકવાળું સ્પંડિલ ૧. આ.સં. = આપાત-સંલોકવાળું અંડિલ ૨. અનુપ. = અનુપઘાતવાળું સ્પંડિલ
૨. ઉપ. = ઉપઘાતવાળું સ્પંડિલ ૩. સમ = સમ સ્પંડિલ
૩. વિષમ = વિષમ સ્પંડિલ ૪. અશુષિર = અશુષિર સ્પંડિલ
૪. શુષિર = શુષિર સ્પંડિલ ૫. અચિર. = અચિરકાલકત સ્પંડિલ
૫. ચિર. = ચિરકાલકત ચંડિલ ૬. વિસ્તીર્ણ = વિસ્તીર્ણ ચંડિલ
૬. અવિસ્તીર્ણ = અવિસ્તીર્ણ થંડિલ ૭. દૂરાવ. દૂરાવગાઢ અંડિલ
અધૂરાવ. = અધૂરાવગાઢ અંડિલ ૮. અના. = અનાસન્ન ગ્રંડિલ
૮. આસન્ન = આસન્ન Úડિલ ૯. બિલ વ. = બિલવર્જિત સ્પંડિલ
૯. બિલ સ. = બિલસહિત સ્થંડિલ ૧૦. ત્રસ. વ. = ત્રસપ્રાણબીજવર્જિત અંડિલ ૧૦. ત્રસ. સ. = ત્રસપ્રાણબીજસહિત સ્થંડિલ
પ્રસ્તુત ભાંગાઓમાં જે વિશેષણોની નીચે ‘–' આ પ્રમાણે લીટી દોરવામાં આવી છે, તે વિશેષણો અશુદ્ધ સ્પંડિલનાં છે, અને સ્પંડિલનાં તે અશુદ્ધ વિશેષણોને કારણે તે ભાંગાઓ પણ અશુદ્ધ બને છે, તેમ જ તે તે સંયોગી ભાંગાઓમાં તે તે અશુદ્ધ વિશેષણોના સંયોગો થયા છે, એમ જણાવવા માટે અશુદ્ધ વિશેષણોની નીચે લીટી કરેલ છે. તેથી જિજ્ઞાસુએ તે પ્રમાણે અર્થ સમજવા પ્રયત્ન કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org