________________
પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર/ ગાથા ૩૯૯-૪૦૦, ૪૦૧
ગાથાર્થ :
પરના અનાપાતવાળી, પરના અસંલોકવાળી, ઉપઘાત વગરની, વિષમતાથી રહિત, વળી પોલાણ વગરની અને નજીકના સમયમાં શુદ્ધ કરેલી, મોટી, ઘણા ઊંડાણવાળી, બગીચા વગેરે નજીકમાં ન હોય તેવી, બિલોથી રહિત, ત્રસ અને સ્થાવર જીવોથી રહિત એવી શુદ્ધ ભૂમિમાં સાધુ મળ, મૂત્ર વગેરે વોસિરાવે. ટીકાઃ ___ अनापातवत् प्राकृतशैल्या मतुब्लोपाद् अनापातं तत्र एवमसंलोकवदसंलोकं तत्राऽनापातेऽसंलोके च, परस्येत्युभयत्र सम्बध्यते, तथा अनुपघातिनि आत्मोपघातादिरहिते, सम इति वैषम्यवर्जिते, अशुषिरे चाऽपि अपोले चाऽपि, अचिरकालकृते च-स्वल्पकालनिविष्ट इति गाथार्थः ॥३९९॥
विस्तीर्णे महति, दूरावगाढे-गम्भीरे, नासन्ने नातिसमीपस्थे आरामादेरिति गम्यते, बिलज्जिते= दर्यादिरहिते, त्रसप्राणिबीजरहिते-स्थावरजङ्गमजन्तुशून्ये, उच्चारादीन् उच्चारप्रश्रवणश्लेष्मादीन् व्युत्सृजेत्=परित्यजेदिति गाथार्थः ॥४००॥ ટીકાઈઃ
પ્રાકૃતશૈલી વડે મતના લોપથી=મૂળગાથામાં માવાયેમસંતો છે ત્યાં પ્રાકૃતશૈલી વડે મત મિત] પ્રત્યયનો લોપ થવાથી, અનાપાતવાળું એ અનાપાત, ત્યાં અનાપાતમાં; અને એ રીતે અસંલોકવાળું એ અસંલોક, ત્યાં અસંલોકમાં; પરચ એ પ્રકારના શબ્દનો ઉભય સ્થાને સંબંધ કરાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પરના આપાત વગરના અંડિલમાં અને પરના આલોક વગરના સ્પંડિલમાં; અને અનુપઘાતવાળા= આત્મઉપઘાતાદિથી રહિત, સમ=વૈષમ્યથી વર્જિત, વળી અશુષિર=અપોલ પોલાણ વગરના, અને અચિરકાલમાં કરાયેલ=અલ્પકાળથી સ્થપાયેલ, વિસ્તરેલા=મોટા, દૂર અવગાઢવાળા=ગંભીર, આસન્ન ન હોય એવા=બગીચા આદિની અતિ નજીકમાં રહેલ ન હોય એવા, બિલથી વર્જિત=દર આદિથી રહિત, ત્રસપ્રાણી અને બીજથી રહિત સ્થાવર અને જંગમ જંતુઓથી શૂન્ય એવા, સ્પંડિલમાં સાધુ ઉચ્ચરાદિનેaઉચ્ચાર, પ્રશ્રવણ, શ્લેષ્માદિને, વોસિરાવ=પરિત્યજે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: - સાધુને ઉચ્ચારાદિ પરઠવવા માટેની શુદ્ધભૂમિનાં ૧૦ વિશેષણો પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે, જે ૧૦ વિશેષણોનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં બતાવવાના છે, અને તે ૧૦ વિશેષણોથી વિશિષ્ટ એવી શુદ્ધભૂમિને ‘પ્રથમ સ્થંડિલ' કહેવાય છે, જેમાં ઉચ્ચારાદિ પરઠવવાથી સંયમની પૂર્ણ શુદ્ધિ જળવાય છે. l૩૯૯૪૦૮ll અવતરણિકા:
પૂર્વગાથામાં શુદ્ધભૂમિનાં દશ વિશેષણો બતાવ્યાં. તે દશ વિશેષણોવાળી શુદ્ધભૂમિને સર્વશ્રેષ્ઠ સ્થંડિલ કહેવાય. હવે તે દશ વિશેષણોમાંથી એક-બે વગેરે વિશેષણો વગરના સ્પંડિલના વિકલ્પો પાડીએ તો કેટલા વિકલ્પો થાય? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org