________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આવશ્યકાદિ' દ્વાર | ગાથા ૫૨૨-૫૨૩
ભાવાર્થ:
સાધુમાં સમભાવરૂપ સામાયિકનો પરિણામ પ્રથમ ભૂમિકામાં સામાન્યથી હોય છે, અને તે સામાન્ય એવા સામાયિકના પરિણામમાં સુભટની જેમ મોહનો નાશ કરવાનો યત્ન હોય છે; તોપણ અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે સાધુને ક્યારેક ક્યારેક મોહના ઉન્મૂલન માટેનો યત્ન કરવામાં પ્રમાદ પણ આવે છે, જેથી સામાયિકમાં અતિચારો પણ થાય છે; પરંતુ સામાયિકનો અતિશય કરવા માટે અપ્રમાદભાવનો અતિશય કરવો આવશ્યક છે, અને તે અપ્રમાદભાવનો અતિશય કરવા માટે શાસ્ત્રમાં પચ્ચક્ખાણનું વિધાન છે.
વળી, સાધુ અનુભવથી વિચારે તોપણ તેને જણાય કે ચારિત્ર પરિણામવાળા સાધુ પચ્ચક્ખાણના બળથી અપ્રમાદની વૃદ્ધિ કરી શકે છે; કેમ કે સાધુ છ કારણોથી ભિક્ષાટન કરતા હોય તે વખતે ભિક્ષા ન મળે તો ક્ષુધાદિને કારણે વ્યાકુળતા થવાનો સંભવ છે; છતાં અભિગ્રહો ગ્રહણ કરીને સાધુ ભિક્ષાટન કરે છે ત્યારે ભિક્ષાની પ્રાપ્તિ ન થાય તોપણ અદીનભાવથી સમભાવમાં દૃઢ યત્ન કરે છે, તેથી અભિગ્રહોના બળથી તે સાધુમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે. માટે અપ્રમાદની વૃદ્ધિ અર્થે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં પચ્ચક્ખાણ વડે સાધુને કેમ કાર્ય નથી ? અર્થાત્ કાર્ય છે જ.
ન
આથી અત્યંત નિઃસ્પૃહી એવા ઢંઢણમુનિએ ભગવાન પાસેથી જાણ્યું કે અંતરાયકર્મને કારણે પોતાને ભિક્ષા મળતી નથી, ત્યારે તેમણે અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી સ્વબળથી મને ભિક્ષા ન મળે ત્યાં સુધી કોઈની લાવેલી ભિક્ષા મારે વાપરવી નહિ.” અને આવો અભિગ્રહ કરીને તેઓ રોજ ભિક્ષા માટે અટન કરે છે અને ભિક્ષા લીધા વગર અદીનભાવથી પાછા ફરે છે. આમ, અભિગ્રહમાં કરાતા સુદૃઢ યત્નના કારણે તેમનામાં રહેલો નિરભિષ્યંગભાવ દિવસે દિવસે પ્રકર્ષ પામતો જાય છે; અને જ્યારે કૃષ્ણમહારાજાના નમસ્કારથી પોતાને ભિક્ષામાં મોદકની પ્રાપ્તિ થયેલ છે એમ તેમણે જાણ્યું, ત્યારે નિર્દોષ એવા પણ તે મોદક, પોતાના અભિગ્રહ પ્રમાણે પોતે ગ્રહણ કરવા યોગ્ય નથી તેમ વિચારીને પરઠવે છે. તેથી આવા પ્રકારના અભિગ્રહના પાલનમાં પ્રકર્ષ પામેલો તેઓનો સામાયિકનો પરિણામ કેવલજ્ઞાનનું કારણ બને છે. ૫૨૨
અવતરણિકા :
सामायिकवधकमेतदिति केचित्, तदपोहायाह
અવતરણિકાર્ય :
આ સામાયિકનું વધક છે=પચ્ચક્ખાણમાં અપવાદોનું આશ્રયણ સામાયિકના પરિણામનો નાશ કરનાર છે, એ પ્રમાણે કેટલાક મતવાળા કહે છે. તેના અપોહ માટે–તે મતના નિરાકરણ માટે, કહે છે
ગાથા:
'तस्स उ पवेसनिग्गमवारणजोगेसु जह उ अववाया । मूलाबाहाइ तहा नवकाराइंमि आगारा ॥५२३॥
૧૬૫
૧. પ્રસ્તુત ત્રણ ગાથાઓ પર પાંચમા પંચાશકમાં અવતરણિકા અને ટીકા આ પ્રમાણે છે
ननु यदि सुभटभावतुल्यत्वात् सामायिके नाऽऽकारा भवन्ति तदा सामायिकवतो नमस्कारसहितादावपि ते न युक्ताः, सुभटभावतुल्य भावबाधकत्वात् तेषां, इत्याशङ्कयाह
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org