________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા’ / ગાથા ૨૬૧-૨૬૨
આ પ્રકારે=જે પ્રકારે ઉપધિવિપર્યાસના વિષયમાં અપવાદ છે એ પ્રકારે, ગુરુની ઉપધિનું પડિલેહણ કરવા માટે આભિગ્રહિક હોતે છતે=આભિગ્રહિકની સંપદાવાળા ગુરુ પ્રભવતે છતે=ગુરુની ઉપધિનું પડિલેહણ કરવાનો અભિગ્રહ ધારણ કરનારા સાધુઓવાળા ગુરુ હોતે છતે, ગુરુને પૂછીને જ ઇતરવિષયક=અન્ય પચ્ચક્ખાણવાળા વગેરેની, ઉપધિનું પ્રત્યુપેક્ષણ કરે.
૫૨
અન્યથા વિતથ થાય છે—વિતથ પ્રત્યેપેક્ષણ થાય છે, અર્થાત્ અપવાદના સ્થાન વગર પણ સાધુ પુરુષનો કે ઉપધિનો વિપર્યાસ કરે તો, તેનું પ્રત્યુપેક્ષણ વિપરીત થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું તે પ્રમાણે ગુરુની ઉપધિ છોડીને ક્ષપકાદિની ઉપધિનું પ્રથમ પડિલેહણ કરવામાં આવે તો પુરુષવિપર્યાસરૂપ દોષ પ્રાપ્ત થાય; તેમ જ પ્રથમ બહુકર્મવાળા અને અલ્પપરિકર્મવાળા વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કર્યા પછી યથાકૃત વસ્ત્ર-પાત્રનું પડિલેહણ કરવામાં આવે તો ઉપધિવિપર્યાસરૂપ દોષ થાય. તે રીતે સવારના પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રનું પડિલેહણ કર્યા પછી પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ ક૨વામાં આવે અને સાંજના પાત્રપડિલેહણમાં પ્રથમ પાત્રનાં વસ્ત્રોનું પડિલેહણ કર્યા પછી પાત્રનું પડિલેહણ ક૨વામાં આવે તો ઉપધિવિપર્યાસરૂપ દોષ થાય. આમ, પુરુષવિપર્યાસ અને ત્રણેય પ્રકારનો ઉપધિવિપર્યાસ કરવો જોઈએ નહિ.
આમ છતાં, સાધુ પડિલેહણ કરતા હોય ત્યારે ત્યાં કોઈ ગૃહસ્થ બેઠેલ હોય, અને તેના દેખતાં કોઈ સારી ઉપધિનું પડિલેહણ કરવામાં આવે તો તે ગૃહસ્થને તે સારી વસ્તુને ગ્રહણ કરવાનો પરિણામ થાય તેમ હોય તો, અપવાદથી સાધુ ઉપધિનો વિપર્યાસ કરે, જેથી સાધુની સારી વસ્તુઓ ચોરના જોવામાં ન આવવાથી તેને તે વસ્તુના ગ્રહણનો પરિણામ થાય નહિ; અને જો તેવા સમયે ઉપધિનું પડિલેહણ વિપર્યાસથી કરવામાં ન આવે અને તે ચોર વગેરેના દેખતાં જો સારાં વસ્ત્ર કે પાત્રનું પડિલેહણ કરવામાં આવે તો સાધુની તે સારી વસ્તુ લેવાનો ચોર વગેરેને પરિણામ થાય, અથવા ચોરના ઉપદ્રવને કારણે સાધુને પણ સંક્લેશ થવાનો સંભવ રહે.
વળી, જ્યારે આભિગ્રહિક સાધુઓની સંપદા ગુરુ પાસે વિદ્યમાન હોય ત્યારે, ગુરુની ઉપધિનું પડિલેહણ આભિગ્રહિક સાધુઓ કરે છે. તેથી શિષ્ય ગુરુને પૂછીને, ગુરુ સિવાય અન્ય ક્ષપકાદિ સાધુઓની ઉપધિનું પડિલેહણ કરે, તે અપવાદથી પુરુષનો વિપર્યાસ છે, જે દોષંરૂપ નથી. પરંતુ જો તેવા કોઈ કારણ સિવાય ગુરુને છોડીને અન્ય સાધુઓની ઉપધિનું પહેલાં પડિલેહણ કરે અથવા કારણ વગર યથાકૃત વસ્ત્રાદિને પ્રથમ ન પલેવે કે પાત્રપડિલેહણમાં વસ્ત્ર-પાત્રોનું પડિલેહણ જે રીતે કરવાનું છે તે રીતે ન કરે તો, તે સાધુની પ્રત્યુપેક્ષણા વિતથ થાય છે; અર્થાત્ વિપર્યાસવાળી થાય છે, જે દોષરૂપ છે.
૨૬૧॥
અવતરણિકા :
उपसंहरन्नाह -
-
અવતરણિકાર્થ :
ગાથા ૨૩૩થી ૨૬૧માં વસ્ત્રના પડિલેહણની વિધિ બતાવી. હવે તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી કહે
—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org