________________
૨૬૩
પ્રતિદિનક્રિસ્થાવસ્તુક “વિચાર” દ્વાર/ ગાથા ૩૯૦-૩૯૮ ટીકાઃ
एकैकः सङ्घाटक इति सङ्घाटकत्वं बहिर्भूम्यपेक्षया, त्रयाणामाचमनं यावद् भवति द्रवग्रहणमेतावत् करोतीति वाक्यशेषः, तदनेन विधिना व्रजन्ति, तुशब्दस्यावधारणार्थत्वादनेनैवेति गाथार्थः ॥३९७॥ ટીકાર્ય :
એક એક સંઘાટક ત્રણ સાધુઓને જેટલું આચમન શુદ્ધિ, થાય છે, એટલું દ્રવનું ગ્રહણ કરે છે. સંઘાટકપણું બહિભૂમિની અપેક્ષાથી છે=બે બે સાધુનું યુગલ મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જવાની દૃષ્ટિથી સંઘાટકપણું છે. ત્યારપછી આ વિધિથી જાય છે=સાધુઓ મળત્યાગ કરવા માટે હવે કહેશે એ વિધિથી સંજ્ઞાભૂમિએ જાય છે.
ગાથાના ચોથા પાદમાં રહેલ તુ શબ્દનું અવધારણનું અર્થપણું હોવાથી આનાથી જ=આગળમાં કહેવાશે એ વિધિથી જ, એમ વિકાર સમજવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે ગોચરી માટે ગયેલ સંઘાટકમાંથી એક સાધુને પોતાની ઉપધિ સોંપીને બીજા સાધુ, ગોચરી માટે ગયેલ અન્ય કોઈક સંઘાટકમાંના એક સાધુ સાથે મળત્યાગ માટે જાય. તે વખતે તે સાધુ અને અન્ય સંઘાટકમાંથી આવનાર સાધુ, એમ બંને સાધુ મળત્યાગ માટે જનાર સંઘાટક બને, અને તે સંઘાટક મળત્યાગ કર્યા પછી શુદ્ધિ માટે ત્રણ સાધુને આવશ્યક હોય તેટલું પાણી લઈને જાય છે, કેમ કે તે સંજ્ઞાભૂમિમાં ગૃહસ્થો દેખતા હોય, તો તે સંઘાટક સાધુ વધેલા પાણીનો હાથ-પગની શુદ્ધિ કરવા માટે ઉપયોગ કરે, જેથી ગૃહસ્થોને સાધુઓ પ્રત્યે જુગુપ્સા ન થાય. આથી ત્રણ સાધુઓને શુદ્ધિ કરવા માટે જોઈએ તેટલું પાણી લઈને એક-એક સંઘાટક, આગળની ગાથામાં કહેવાના છે એ વિધિથી સંજ્ઞાભૂમિમાં મળત્યાગ કરવા માટે જાય. |૩૯ના
અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે એક-એક સંઘાટક ત્રણ સાધુના આચમન જેટલું પાણી ગ્રહણ કરીને આ જ વિધિથી જાય છે. તેથી હવે તે સંજ્ઞાભૂમિએ જવાની વિધિ જ બતાવે છે –
ગાથા :
अजुअलिया अतुरंता विगहारहिआ वयंति पढमं तु ।
निसिइत्तु डगलगहणं आवडणं वच्चमासज्ज ॥३९८॥ विआर त्ति दारं गयं ॥ અન્વયાર્થ:
અનુમતિયા=અજુગલિત, તુરંતા–ત્વરા નહીં કરતા, વિરહાદિમા વિકથાથી રહિત એવા સાધુઓ પઢમં=પ્રથમ અંડિલને વિષે, તુ=પ્રથમ સ્થડિલના અભાવમાં અન્ય સ્થડિલને વિષે વયંતિ જાય છે. (અને ત્યાં જઈને) નિસિફg= બેસીને વવમીસિMEવર્ચને મળને, આશ્રયીને હુક્કાન હિi=ડગલનું ગ્રહણ (અને) માવડvi=આપતન (કરે છે.) વિવિચાર” ત્તિ એ પ્રકારે વારે સાયં દ્વાર ગયું પૂર્ણ થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org