________________
૨૨૧
પ્રતિદિનક્રિયાવસ્તુક/ વિચાર' દ્વાર / ગાથા ૩૫-૩૯૬
(૩) અનિયમપરિભોગ : વળી સાધુઓ જેની સાથે સંઘાટક થઈને ભિક્ષા માટે ગયા હોય તેની સાથે જ સંઘાટક થઈને મળત્યાગ માટે જતા નથી, પરંતુ અન્ય સાધુ સાથે સંઘાટક થઈને જાય છે, કેમ કે દરેક પ્રવૃત્તિમાં નિયત બે સાધુ જ સંઘાટક બનીને સાથે રહે તો નિયમપરિભોગ થાય, અને તેમ થાય તો બે સાધુની પરસ્પરની પ્રીતિ વધે, જેથી અસંયમની પ્રાપ્તિ થાય. આથી એક સમુદાયમાં રહેલા સાધુઓ દ્રવ્યથી અનેક હોવા છતાં ભાવથી તો સદા એક જ હોય છે, કેમ કે સાધુઓ કોઈની સાથે પ્રીતિથી જોડાયેલા હોતા નથી, તેથી પરસ્પર પ્રીતિનો સંબંધ ન થાય તદર્થે અન્ય સાધુ સાથે સંઘાટક બનવારૂપ પરિભોગ પણ સાધુઓને નિયત રાખવાનો નથી. આથી શાસ્ત્રકારોએ મળત્યાગ કરવા જતી વખતે પોતાના સંઘાટક સાધુને પાત્રકમાત્રક આપીને અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે જવાનું કહેલ છે.
અહીં વિશેષ એ છે કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંયમની સર્વ ક્રિયાઓના સૂક્ષ્મ તાત્પર્યના પારને જોનારા છે, અને તેઓ મિતભાષી છે. તેથી પ્રસ્તુત પ્રસંગમાં તેઓશ્રીએ મિતભાષણરૂપે કહેલ છે કે આ રીતે પોતાના સંઘાટકને પોતાના પાત્રક-માત્રક સોંપવાથી સમાધિનું ખ્યાપન થાય છે. એ કથનથી અર્થથી એ સિદ્ધ થાય કે ષકાયના પાલન માટેની સાધુની જે જે સૂક્ષ્મ સામાચારી છે તે સર્વ સામાચારીથી સાધુ અત્યંત ભાવિત હોય છે, જેના કારણે તેઓમાં પકાયના પાલનને અનુકૂળ સુદઢ વ્યાપાર કરાવે તેવી કષાયોની અનાકુળતારૂપ સમાધિ વર્તતી હોય છે; અને તે સમાધિને કારણે સંયમને ઉપષ્ટભક એવી કોઈપણ પ્રવૃત્તિ તેઓ કંટકાકીર્ણ ભૂમિમાં ગમનતુલ્ય કરે છે, અને સંયમને ઉપખંભક એવા પ્રયોજનના અભાવમાં તેઓ સ્થિર આસનમાં બેસીને સ્વાધ્યાયાદિથી સતત ભાવિત થાય છે. આ પ્રકારના યત્નનું કારણ તેઓમાં વર્તતી તથા પ્રકારની સમાધિ છે. આથી જેઓમાં જે જે પ્રકારની સમાધિનો અભાવ હોય તેઓ તે તે પ્રકારની સંયમની ઉચિત યતનાઓ કરી શકતા નથી. આથી તેવા સાધુઓ સંયમના પ્રયોજનથી ગમનાદિ ચેષ્ટા કરતા હોય ત્યારે પણ તથા પ્રકારની સમાધિના અભાવને કારણે સમિતિઓમાં સમ્ય યત્ન કરી શકતા નથી. ||૩૯પો
અવતરણિકા :
एतदेव स्पष्टयति - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં ઉત્કૃષ્ટ કાલસંજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું, જે ગોચરી વાપરીને પાત્રા ધોયા પછી મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જવાની પ્રવૃત્તિરૂપ છે. હવે આને જsઉત્કૃષ્ટ કાલસંજ્ઞાના સ્વરૂપને જ, સ્પષ્ટ કરે છે – ગાથા :
कप्पेऊणं पाए संघाडइलो उ एगु दोण्हं पि ।
पाए धरेइ बिइओ वच्चइ एवं तु अण्णसमं ॥३९६॥ અન્વયાર્થ:
પણ ખેઝvi વળી પાત્રોને કલ્પ કરીને ત્રણ વાર ધોઈને, સંપાદનો (ગોચરી માટે ગયેલા) સંઘાટકવાળા | એક-બેમાંથી એક સાધુ, સોથું પિ બંનેના પણ પણ ઘટ્ટ પાત્રોને ધારણ કરે છે. વિશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org