________________
૨૨૦
પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૫
ગાથાર્થ :
ગોચરી વાપર્યા પછી પાત્રાને ત્રણ વાર ધોઈને પોતાના અને પોતાના સંઘાટકના એમ બંનેના જ બે બે પાત્રાને આપીને, વળી બે બે સાધુ ત્રણ સાધુઓ જેટલું પાણી ગ્રહણ કરીને મળત્યાગ માટે સંજ્ઞાભૂમિએ જાય છે. ટીકાઃ
कल्पयित्वा विशोध्य पात्राणि एकैकस्य तु स्वसङ्घाटकप्रतिबद्धस्य द्वौ द्वौ प्रतिग्रहको आत्मीयं तत्सम्बद्धं च दत्त्वा, समाध्यमात्रकानियमपरिभोगख्यापनपरमेतत्, द्वौ द्वौ गच्छतः द्रवं तु त्रयाणामय गृहीत्वा कुरुकुचादिनिमित्तमिति गाथार्थः ॥३९५॥ ટીકાર્ય :
પાત્રોને કલ્પ કરીને=વિશુદ્ધ કરીને, સ્વ અને સંઘાટકરૂપે પ્રતિબદ્ધ એવા એક એકના જ=પોતાના અને પોતાના સંઘાટક સાધુના જ, બે બે પ્રતિગ્રહકને=આત્મીયને અને તેનાથી સંબદ્ધને પોતાના બે પાત્રને અને પોતાના સંઘાટકના બે પાત્રને, આપીને, વળી કુરકુચાદિના નિમિત્તેપગનું પ્રક્ષાલન વગેરે કરવા માટે, ત્રણ સાધુઓને માટે દ્રવને-પાણીને, ગ્રહણ કરીને બે બે જાય છે=બે બે સાધુઓ સંઘાટક બનીને સંજ્ઞાભૂમિએ મળત્યાગ કરવા જાય છે.
આ સમાધિ, અમાત્રક અને અનિયમપરિભોગના ખ્યાપનમાં પર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ટીકામાં કહ્યું કે આ કથન અર્થાત્ “પાત્રાને કલ્પ કરીને એકેક સાધુના બે બે પ્રતિગ્રહને આપીને એ કથન સમાધિ, અમાત્રક અને અનિયમપરિભોગના ખ્યાપનમાં તત્પર છે. આનાથી એ ફલિત થાય કે સાધુ વાપર્યા પછી પોતાના પાત્રક-માત્રકને ધોઈને, પોતાના અને પોતાના સંઘાટકના પાત્રક-માત્રક પોતાના સંઘાટક સાધુને સોંપીને, અન્ય સંઘાટકમાંના એક સાધુ સાથે સ્પંડિલમાં મળત્યાગ અર્થે જાય. આ પ્રકારની શાસ્ત્રવિધિથી ત્રણ અર્થો ખ્યાપન થાય છે : (૧) સમાધિ (૨) અમાત્રક (૩) અનિયમપરિભોગ.
(૧) સમાધિ : સાધુ મળત્યાગ કરવા જતી વખતે પોતાના પાત્રક-માત્રક કોઈ સાધુને સોંપ્યા વગર પોતાના સ્થાને મૂકીને જાય અને કોઈ તેને ગ્રહણ કરીને ગમે ત્યાં અન્ય સ્થાને મૂકે, તો જીવવિરાધના થવાની સંભાવના રહે. તેમ જ તે પાત્રા હિંસાનું અધિકરણ બને; અને સાધુ પોતાનાં ઉપકરણો અધિકરણ ન બને તે પ્રકારના સંવરભાવવાળા હોય છે, અને તે સંવરના પરિણામને અનુકૂળ તેઓના ચિત્તમાં કષાયોનું શમન વર્તે છે, જે જીવરક્ષાને અનુકૂળ સમાધિનો પરિણામ છે. અને તે સમાધિના પરિણામને કારણે જ સાધુઓ પોતાના પાત્રોને કોઈ સ્થાને મૂકતા નથી. આથી મળત્યાગ માટે જનાર સાધુ સમાધિવાળા હોય છે, એમ સંઘાટક સાધુને પોતાના પાત્રક-માત્રક આપીને એ કથનથી સૂચિત થાય છે.
(૨) અમાત્રક : વળી સાધુઓ મળત્યાગ માટે જતી વખતે માત્રકનો ઉપયોગ કરતા નથી. આથી મળત્યાગ માટે જનાર સાધુ માત્રક વગરના હોય છે, એમ “સંઘાટક સાધુને પાત્રક-માત્રક આપીને એ કથનથી સૂચિત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org