________________
પ્રતિદિનક્રિયાવસ્તુકી “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૯૧
૨૧૩ મwછન્નમોનને ... તી અપ્રચ્છન્ન ભોજનમાં દોષને કહે છે – તુચ્છ વડે યાચિતના દાનમાંદ્રમકો વડે મંગાયેલ આહારને આપવામાં, બંધ છે, અને કેટલાક દ્રમકો સંભવે છે, જેઓ પ્રવ્રજિતો પાસે પણ =સાધુઓ પાસે પણ, માંગે છે. અને ત્યાં દ્રમકોની યાચનામાં, અનુકંપા વડે પણ આપતા એવાને=ભોજન આપતા એવા સાધુને, અવશ્ય પુણ્યબંધ જ થાય છે. અને આ પણ=પુણ્યબંધ પણ, સાધુ વડે ઇચ્છાતો નથી; કેમ કે તેનું= પુણ્યબંધનું, સુવર્ણની નિગડકલ્પપણું છે અર્થાત્ પુણ્યબંધ સોનાની બેડી જેવો છે.
રૂતરથી ... ગાથાર્થ ઇતરથા પ્રદ્વેષણાદિ થાય છે અર્થાત્ તુચ્છની યાંચામાં અદાનમાં દ્રમકો વડે આહાર માંગવા છતાં આહાર નહીં આપવામાં, શુદ્રજંતુપણું હોવાને કારણે, તેઓ જ તુચ્છ એવા દ્રમકો જ, પ્રષને પ્રાપ્ત કરે છે, શાસનના અવર્ણવાદને ગ્રહણ કરે છે. અને તે પ્રમાણે થયે છતે દ્રમકો દ્વારા પ્રષિ અને શાસનનો અવર્ણવાદ કરાયે છતે, દ્રમકો સંસારમાં પડે છે, અનર્થને પ્રાપ્ત કરે છે. તે-ઉપરમાં વર્ણન કર્યું તે, આ બુદ્ધિમાં ઉપસ્થિત એવા પ્રદ્વેષાદિ દોષો, વસ્તુતઃપરમાર્થથી, નિમિત્તકારણપણું હોવાને કારણે કરાયેલું થાય છે= પ્રચ્છન્નમાં ભોજન નહીં કરનાર સાધુ દ્વારા કરાયેલું થાય છે. એથી પ્રચ્છન્નમાં=એકાંતમાં, ભોજન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
સાધુ મોક્ષના અર્થી હોય છે અને મોક્ષનો ઉપાય પુણ્ય-પાપનો ક્ષય છે. તેથી મુમુક્ષુ એવા સાધુ દાનથી પ્રતિનિવૃત્ત હોય છે અર્થાત્ દાનથી પાછા ફરેલા હોય છે. આથી દાન-શીલાદિ ધર્મના ચાર પ્રકારમાંથી દાનને છોડીને તેઓ શીલાદિરૂપ ભાવધર્મને સેવે છે; કેમ કે દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ છે અને તે મુખ્યત્વે પુણ્યબંધનું કારણ છે, જ્યારે શીલાદિધર્મ ભાવરૂવરૂપ છે અને તે મુખ્યત્વે નિર્જરાનું કારણ છે.
જો સાધુ પ્રચ્છન્ન ભોજન ન કરે તો તુચ્છ એવા ભિખારીઓ સાધુ પાસે પણ ભોજનની યાચના કરે, અને દયાને કારણે પણ જો સાધુ તેઓને ભોજન આપે તો સાધુને પુણ્યબંધ થાય, અને સાધુ પુણ્યબંધ ઇચ્છતા નથી; કેમ કે પુણ્યબંધ સુવર્ણની બેડી જેવો છે.અને જો સાધુ પુણ્યબંધના પરિવાર માટે યાચકોને દાન ન આપે તો તે યાચકોને સાધુ પ્રત્યે દ્વેષ થાય, સાધુનો અવર્ણવાદ બોલે, જેથી તે યાચકો દુરંત સંસારમાં ભટકે. તેથી તેવા જીવોના અહિતને નિવારવા માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે.
અહીં વિશેષ એ છે કે સાધુ તે ભવમાં મોક્ષે ન જાય તોપણ સંયમની આરાધનાથી આનુષંગિકરૂપે બંધાયેલા પુણ્યથી તેઓ ઉત્તમ કોટિના દેવભવને પામે છે; છતાં સાધુ પુણ્યબંધના અર્થી હોતા નથી, પરંતુ નિર્જરાના અર્થી હોય છે, અને નિર્જરાનો ઉપાય શીલાદિ ભાવધર્મ જ છે; અને આ ભવમાં સાધુ શીલાદિરૂપ ભાવધર્મનો પ્રકર્ષ ન કરી શકે તો મોક્ષ પ્રાપ્ત થાય નહિ, તેથી આ ભવમાં કરેલ સંયમની આરાધનાથી આનુષંગિક રીતે પ્રાપ્ત થયેલા પુણ્યના બળથી તે સાધુને દેવભવ પ્રાપ્ત થાય, તોપણ તે સાધુની સંયમની પ્રવૃત્તિ નિર્જરાને અનુકૂળ હોય છે.
જ્યારે શ્રાવકો નિર્જરામાં યત્ન કરી શકે તેવી ભૂમિકાવાળા નહીં હોવાથી તેઓ નિર્જરાર્થે શીલાદિ ધર્મને સેવતા હોય તોપણ પ્રબળ પુણ્યના ઉપાયરૂપ દાનધર્મને પણ સેવે છે; અર્થાત્ જેમ સાધુ જાણતા હોય છે કે પુણ્ય એ સોનાની બેડી સરખું છે તેમ પરિણત શ્રાવક પણ જાણતા હોય કે પુણ્ય સોનાની બેડી સરખું છે, તેથી મોક્ષ માટે શીલાદિધર્મમાં યત્ન કરવો જોઈએ; તોપણ શીલાદિ ભાવધર્મમાં પૂર્ણ રીતે યત્ન કરવાનું શ્રાવકનું સામર્થ્ય હોતું નથી, આથી મોક્ષમાં સહાયક એવા દાનધર્મને પણ શ્રાવક સેવે છે; જ્યારે સાધુ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org