________________
૨૧૦
પ્રતિદિનક્રિયાવસ્તક “પાત્રકધાવન” દ્વાર/ ગાથા ૩૮૯-૩૯૦
ગાથાર્થ :
ઉપયુક્ત એવા સાધુઓ ભોજનના અવયવોથી રહિત એવા પાત્રાઓને રવચ્છ પાણીથી ત્રણ વાર ધુવે છે અથવા આધાકમદિ દોષોવાળા ભોજનનો પરિભોગ જાણીને પાત્રાઓને ત્રણ વારથી વધારે વાર ધુવે છે. ટીકાઃ ___ अच्छद्रवेण स्वच्छोदकेनोपयुक्ताः सन्तः अवयवकल्पयोर्दत्तावधाना इति भावः, निरवयव इति जातावेकवचनं ततश्च निरवयवेषु, ददति तेषु भाजनेषु कल्पत्रयं-समयप्रसिद्धं, ज्ञात्वा वा परिभोगमाधाकादेः कल्पं ततः प्रवर्द्धयन्ति सदोषतापरिख्यापनेन गाद्धर्यपरिहरणार्थमिति गाथार्थः ॥३८९॥ ટીકાર્થ:
ઉપયુક્ત છતા=અવયવ અને કલ્પમાં આપેલ અવધાનવાળા સાધુઓ, નિરવયવ એવા તેઓમાં= ભાજનોમાં, અચ્છ દ્રવથી=સ્વચ્છ ઉદકથી, સમયમાં પ્રસિદ્ધ એવા કલ્પત્રયને આપે છે=ભોજનથી નહીં ખરડાયેલા પાત્રાઓને ચોખ્ખા પાણીથી ત્રણ વાર ધુવે છે; અથવા આધાકર્માદિના પરિભોગને જાણીને, સદોષતાના પરિખ્યાપન દ્વારા ગાર્થના પરિહરણ અર્થે=ગૃદ્ધિભાવના પરિવાર માટે, કલ્પને તેનાથી–ત્રણ વારથી, વધારે છે, નિરવલ્વે' એ પ્રકારનું એકવચન જાતિમાં છે, અને તેથી નિરવયવેષ એમ બહુવચનમાં જાણવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
અવયવ અને કલ્પમાં ઉપયોગવાળા થઈને સાધુઓ પાત્રા ધોવે છે, અર્થાત પાત્રાના કોઈપણ ભાગમાં લેશ પણ આહારનો અંશ ન રહી જાય, અને ત્રણ વખત ધોવાની ક્રિયામાંથી એક પણ વાર ઓછું કે વધારે ન થઈ જાય, તેવા ઉપયોગવાળા થઈને સાધુઓ સ્વચ્છ પાણીથી ત્રણ વખત પાત્રા ધોવે છે.
જો કોઈ કારણસર સાધુએ આધાકર્માદિ દોષોવાળું ભોજન કર્યું હોય, તો તે સાધુ આધાકર્માદિ દોષોવાળા પાત્રા અશુદ્ધ હોવાથી ત્રણ વારથી વધારે વાર ધોવે, જેથી પોતે સદોષ ભોજન કર્યું છે, તેનું અન્યને જ્ઞાપન થાય, અને આધાકર્માદિ દોષોવાળા ભોજનમાં વૃદ્ધિનો પરિહાર થાય અર્થાત્ સામાન્ય નિમિત્તને પામીને આવો અશુદ્ધ આહાર લેવાનો પરિણામ ફરી ન થાય, પરંતુ આધાકર્માદિ દોષોવાળું ભોજન સદોષ છે, તેવી બુદ્ધિ થવાથી તેના પરિવાર માટે હું વિશેષ પ્રયત્ન કરું, તેવો પરિણામ થાય. l૩૮૯ અવતરણિકાઃ
विधिशेषमाह - અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં પાત્રબાવનની વિધિ દર્શાવી. તે વિધિમાં જ બાકી રહેલ વિધિને કહે છે –
ગાથા :
अंतो निरवयवि च्चिअ बिअतिअकप्पे वि बाहि जइ पेहे। अवयवमंतजलेणं तेणेव करिज्ज ते कप्पे ॥३९०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org