________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૬-૩૭૦
ટીકાર્ય
ચોથા ઘાણથી આરંભીને શેષ એવાં ઘારી-વડાં આદિ, વિગઈ થતાં નથી, તેઓ—ચોથા ઘાણથી આરંભીને તે જ ઘી કે તેલમાં તળેલાં ઘારી-વડાં આદિ, અવિશેષથી=સામાન્યથી, નિવિગઈનો પરિભોગ કરનારા અયોગવાહી સાધુઓને કલ્પે છે, તેમાં કોઈ દોષ નથી; તોપણ આ કારણથી—હવે કહે છે એ કારણથી, પ્રાયઃ પરિભોગ કરતા નથી; જે કારણથી આઘારી-વડાં આદિ, કેવી રીતે વ્યવસ્થિત છે અર્થાત્ નવું ઘી કે તેલ ઉમેર્યા વગર તે જ ઘી કે તેલના ત્રણ ઘાણ પછીના ઘાણોમાં તળેલા છે ? કે પહેલાંના ઘાણમાં તળેલા છે ? તે, નિશ્ચયથી=નક્કી, જણાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
નવું ઘી કે તેલ ઉમેર્યા વગર તે જ ઘી કે તેલ વગેરેમાં તળેલાં ઘારી-વડાં વગેરે ચોથા ઘાણથી આરંભીને વિગઈ થતાં નથી, તોપણ યોગ વહન કરનારા સાધુઓ તે વાપરે નહિ; પરંતુ જે સાધુ યોગ વહન કરતા ન હોય, અને સામાન્યથી વિગઈવાળું ભોજન કરતા ન હોય, અર્થાત્ વિશેષ કોઈ કારણને છોડીને સામાન્યથી વિગઈઓ જે વાપરતા ન હોય, તેવા સાધુને સામાન્યથી ચોથા ઘાણથી આરંભીને તે જ તેલાદિમાં તળેલો આહાર વાપરવો કલ્પે છે. છતાં તેઓ પ્રાયઃ વાપરતા નથી, તેનું કારણ એ છે કે આ વડાં વગેરે ચોથા ઘાણ પછીનાં જ છે, તેવો ખાતરીપૂર્વક નિર્ણય થતો નથી; કેમ કે ગૃહસ્થને પૂછે અને તે ગૃહસ્થ ભક્તિવાળો હોય તો વહોરાવવા માટે વિપરીત કથન કરે તેવી સંભાવના રહે, અથવા જો ગૃહસ્થે વહોરાવવા માટે ચોથા ઘાણવાળાં વડાં આદિ જુદાં રાખ્યાં હોય તો સાધુને સ્થાપનાદોષ લાગવાની સંભાવના રહે, અથવા તો ક્વચિત્ કૃતદોષની પણ સંભાવના રહે. તેથી સાધુ પ્રાયઃ તેવાં ઘારી, વડાં આદિ વાપરતા નથી. આમ છતાં, ‘પ્રાય:’ શબ્દથી એ કહેવું છે કે આગાઢ કારણ હોય અથવા ઘારી-વડાં વગેરે નિર્દોષ છે તેવો નિર્ણય થતો હોય, ત્યારે સાધુ ક્વચિત્ વાપરે પણ ખરા. ૫૩૭૬॥
ગાથા:
एगेण चेव तवओ पूरिज्जइ पूअएण जो ताओ
ओवस पुण कप्पइ निव्विगय लेवडो नवरं ॥३७७॥
૧૯૦
અન્વયાર્થ :
મેળ ચેવ પૂગળ=એક જ પૂપક વડે=પુડલા વડે, તવો—તવકતાવડી, પૂરિષ્ન=પુરાય છે, તાઓ તેનાથી નો નીઓ વિ=જે બીજો પણ છે, મેં પુળ=તે વળી નિવ્વિાય નિર્વિકૃતિકને=નિવિગઈવાળો આહાર વાપરનાર સાધુને, =કલ્પે છે. નવરં તેવો=ફક્ત લેવાટક છે–તે પુડલો લેપકૃત છે.
ગાથાર્થ:
એક જ પુડલા વડે તાવડી પુરાય છે, તે પુડલાથી જે બીજો પણ પુડલો છે, તે વળી નિવિગઈવાળો આહાર વાપરનાર સાધુને કલ્પે છે. ફક્ત તે પુડલો લેપકૃત છે.
ટીકા
एकेनैव तवकः पूर्यते पूपकेन, यत् (? यः) ततः पूपकात् द्वितीयोऽपि निर्विकृतिकस्य कल्पते, असौ તેવાટજો નવમિતિ ગાથાર્થ: રૂ૭૭।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org