________________
૧૫૮
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર | ગાથા ૩૪૩-૩૪૪ કરનારા સર્વ સાધુઓ પિંડિત થાય=એકઠા થાય, ત્યાં સુધી ગ્રહણ કરાયેલ સમુદાનવાળા જ રહે છે=પોતાની પાસે રાખેલ ભિક્ષાવાળા જ રાહ જુએ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ભિક્ષાગ્રહણ માટે ગયેલા સાધુ પણ બે પ્રકારના હોય છે ઃ (૧) માંડલીમાં ભોજ્ન કરનારા અને (૨) કારણથી એકલા ભોજન કરનારા. અને માંડલીભોજી સાધુઓ ભિક્ષાનું આલોચન કર્યા પછી જ્યાં સુધી અન્ય માંડલીભોજી સાધુઓ ભિક્ષા વહોરીને ન આવે ત્યાં સુધી પાત્રાને પોતાની પાસે રાખીને સ્વાધ્યાય કરતા રાહ જુએ છે; કેમ કે ભિક્ષાવાળા પાત્રા પોતાની પાસે રાખવામાં ન આવે અને પહેલેથી જ માંડલીમાં મૂકવામાં આવે તો ક્યારેક કોઈનાથી પાત્રા અથડાય તો પાત્રામાં રહેલી ભિક્ષા ઢોળાવાનો પ્રસંગ આવે, તેથી સાધુ જ્યાં સુધી માંડલીમાં વાપરવા ન જાય ત્યાં સુધી, પાત્રાને પોતાની બાજુમાં રાખીને સ્વાધ્યાય કરે. પરંતુ પોતાનો સ્વાધ્યાય પૂરો થાય કે તરત ભિક્ષા વાપરવા બેસતા નથી; કેમ કે માંડલીઉપજીવી સાધુને સર્વ સાધુઓ ભેગા થાય ત્યારે જ વાપરવાનું હોય છે. ૫૩૪૩॥
અવતરણિકા :
પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ બે પ્રકારના હોય છે ઃ (૧) માંડલીઉપજીવી અને (૨) માંડલીઅનુપજીવી. તેમાં જે માંડલી ઉપજીવી છે, તે જ્યાં સુધી બધા સાધુઓ ભિક્ષા ગ્રહણ કરીને ન આવે ત્યાં સુધી સર્વ સાધુઓ આવવાની રાહ જુએ.
હવે માંડલીઅનુપજીવી સાધુ કઈ રીતે વાપરવા બેસે ? તે બતાવતાં કહે છે
ગાથા:
इअरो संदिसह त्ति अ पाहुणखमणे गिलाणसेहे अ । अहरायणिअं सव्वे चिअत्तेण निमंतए एवं ॥ ३४४॥
અન્વયાર્થઃ
સંવિદ ત્તિ અ=અને ‘આજ્ઞા આપો’, એ પ્રમાણે (ગુરુને પૂછીને) ફો=ઇતર=માંડલીઅનુપજીવક સાધુ, સળે પાદુળજીમળે શિતાળસેહેમ=સર્વ પ્રાપૂર્ણક, ક્ષપક, અને ગ્લાન, શૈક્ષોને અાળિયંયથારાત્વિક= સંયમના પર્યાય પ્રમાણે, વિઞત્તેન=પ્રીતિ વડે નિમંત=નિયંત્રણ કરે. વં=આ પ્રમાણે (આગ્રહત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય થાય છે.)
ગાથાર્થ:
અને “આજ્ઞા આપો” એ પ્રમાણે ગુરુને પૂછીને માંડલીઅનુપજીક સાધુ સર્વ પ્રાથૂર્ણક, ક્ષપક, ગ્લાન અને શૈક્ષોને સંયમના પર્યાય પ્રમાણે મનની પ્રીતિ વડે નિમંત્રણ કરે. આ પ્રમાણે આગ્રહનો ત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય થાય છે.
ટીકા
-
इतरो=मण्डल्यनुपजीवकः सन्दिशतेति च गुरुं आपृच्छ्य तद्वचनात् प्राघूर्णकक्षपकग्लानशिष्यकांश्च
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org