________________
પ્રતિદિનક્રિયાવક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૬-૩૩૦
૧૪૯
વળી અન્યો કહે છે – પુરઃકર્મ-પશ્ચાત્કર્મના ગ્રહણથી દોષોનો=આધાકદિ સર્વ દોષોનો, પરિગ્રહ જ છે. અને તેથી પ્રત્યેશુદ્ધ એટલે જ્યાં=જે ભિક્ષામાં, પુરકર્માદિ દોષો ન હોય ત્યાંતે ભિક્ષામાં, સામાન્યથી આલોચન કરે.
શું બોલવા દ્વારા સામાન્યથી આલોચન કરે? તે અન્યમતવાળા પણ શાસ્ત્રીય પરિભાષામાં બતાવે છે“માનિયા છનિયા સદુપયો' પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ નથી, માટે ભિક્ષા સાધુઓને ઉપયોગી છે.
શેષ પૂર્વની જેમ છે, અર્થાતુ ગાથાના પૂર્વાર્ધનો અર્થ અન્યમતવાળા જુદો કરે છે, પરંતુ શેષ એવા ગાથાના ઉત્તરાર્ધનો અર્થ અન્ય મતવાળા પણ ત્વરિતકર થી માત્નોવત્ સુધી ગ્રંથકારે કર્યો તેમ જ કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
શુદ્ધભિક્ષા હોય ત્યારે પૂર્વકર્મ-પશ્ચાત્કર્મરૂપ નાના દોષો નથી અને અશુદ્ધ એવા આધાકર્માદિ મોટા દોષો નથી, એમ ઓઘ આલોચન કરે. અને એ આલોચન કરવા માટે સાધુ “જિનિયા પછિત્તિયા સેવં સાદૂUT પાયો' એ પ્રકારે શબ્દપ્રયોગ કરે, જેથી ખ્યાલ આવે કે આ ભિક્ષા પૂર્વકર્મ-પશ્ચાત્કર્મ અને આધાકર્માદિ દોષોથી રહિત છે, તેથી આ ભિક્ષા સાધુ માટે યોગ્ય છે.
વળી, ગાથાના પૂર્વાર્ધનો અર્થ અન્ય મતવાળા બીજી રીતે કરતાં કહે છે કે પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મના ગ્રહણથી બધા જ દોષોનો સંગ્રહ થાય છે, અને “ખેડફુ” એટલે જે ભિક્ષામાં પૂર્વકર્માદિ સર્વ દોષો નથી તે ભિક્ષામાં સામાન્યથી આલોચન કરે. અને એ સામાન્ય આલોચન “પિનિયા સ્નિયા સદુપયો” બોલવા દ્વારા થાય છે, જેથી ખ્યાલ આવે કે ભિક્ષામાં પૂર્વકર્મ-પશ્ચાત્કર્માદિ સર્વ દોષો નથી, માટે આ ભિક્ષા સાધુઓને ઉપયોગી છે.
વળી, જ્યારે ઉતાવળ હોય ત્યારે લાવેલ ભિક્ષા જો અશુદ્ધ હોય તો તેમાં જેટલો આહાર દોષિત હોય, તેટલા જ આહારનું સાધુ કથન કરે, જે કથન ત્વરિત કાર્ય હોતે છતે ઓઘઆલોચનરૂપ છે. પરંતુ જો ત્વરિતકાર્ય ન હોય તો સાધુ પૂર્વમાં જણાવેલ વિધિપૂર્વક વિસ્તારથી ભિક્ષાનું ગુરુ પાસે આલોચન કરે. li૩૩૬ll અવતરણિકા :
ગાથા ૩૨૯થી ૩૩૬માં ભિક્ષાટન કરીને આવેલા સાધુને ગુરુ પાસે ભિક્ષા મેળવવામાં લાગેલા અતિચારોના આલોચનની વિધિ બતાવી. તે વિધિ મુજબ સામુદાનિક સર્વ અતિચારોનું આલોચન કર્યા પછી ગુરુને ગોચરી બતાવતાં પહેલાં સાધુએ શું કરવું જોઈએ? તે બતાવે છે –
ગાથા :
आलोएत्ता सव्वं सीसं सपडिग्गहं पमज्जित्ता ।
उड्महे तिरियं पि य पडिलेहे सव्वओ सव्वं ॥३३७॥ અન્વયાર્થ:
સવં માત્નોત્ત=સર્વને આલોચીને=ભિક્ષા મેળવવામાં લાગેલા સર્વ અતિચારોનું આલોચન કરીને, સપડાÉ સી પmત્તા=સપ્રતિગ્રહ શિરને પ્રમાર્જીને=પાત્રસહિત મસ્તકને પ્રમાર્જીને, હૂમદે તિરિયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org